- પીળા રંગનું વસ્ત્ર – પીતાંબર
- વૃંદા(તુલસી)થી ભરેલું પાત્ર – વૃંદાવન
- કાને પહેરવાનું એક ઘરેણું – કુંડળ
- ગિરિ પર્વત)ને ધારણ કરનાર – ગિરિધર
- કસબના ભરતવાળું – જરકસી
- જ્યાં આજુ બાજુ લતા, ફૂલ, વૃક્ષો વાવેલાં હોય તેવી ગલી – કુંજગલી
- રાસમાં કરવામાં આવતી લીલા – રાસલીલા
- રાસમાં આવેલું મંડળ – રાસમંડળ,
નીચેના શબ્દોના વિરોધી શબ્દ આપો.
- ગગન × પાતાળ
- વને × બાગ.
- ગુણ × અવગુણ
- દુ:ખ × સુખ
- નાચવું × બેસવું
નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો આપો.
- મોરલી – વાંસળી, બંસરી
- દધિ – દહીં
- નોદ – અવાજ
- ગગન – આભ
- દાણા – વેર
- પ્ર – પરમાત્મા
- ગિરિધર – શ્રીકૃષણ
- વહાલો – પ્રિય પ્રભુ, શ્રી કૃષ્ણા
નીચેના શબ્દોની સંધિ છોડો.
- પીતાંબર – પીત + અંબર
- સત્સંગ – સદ્ + સંગ
- ઉપરાંત – ઉપર + અંત
- સ્વાધ્યાય – સ્વ + અધ્યાય
- વિદ્યાર્થી – વિદ્યા + અર્થી
- નીલાંબર – નીલ + અંબર
નીચેના શબ્દોની સાચી જોડણી લખો.
- વૃંદાવન – વૃંદાવન
- પિતામ્બર – પીતાંબર
- મોરલિ – મોરલી
- કુંડળ – કુંડળ
- બીરાજે – બિરાજે
- ગીરીધર – ગિરિધર
નીચેના શબ્દોના વિશેષણ આપો.
- મૂલ્ય – મૂલ્યવાન
- સ્વાદ – સ્વાદિષ્ટ
- સમૃદ્ધિ – સમૃદ્ધ
- માન – માનનીય
- સમર્પણ – સમર્પિત
- સાહિત્ય – સાહિત્યિક
- ધર્મ – ધાર્મિક
- હેત – હેતાળ
- રૂ૫ – રૂપાળું
- શાસ્ત્ર – શાસ્ત્રીય
- પાણી – પાણીદાર
- ઇતિહાસ – એતિહાસિક
- પૃથ્વી – પાર્થિવ
- માસ – માસિક
નીચે આપેલ પાંશોનો ભાવાર્થ સ્પષ્ટ કરો :
વાગે છે રે વાગે છે, ……….. ગાજે છે, વૃંદા.
વૃંદાવનમાં મોરલી વાગે છે અને એનો નાદ ગગનમાં ગાજે છે. વૃંદાવનમાં શ્રીકૃષ્ણ મોરલી એવી રીતે વગાડે છે કે જેનો નાદ સમગ્ર આકાશમંડળમાં સંભળાય છે. આવી મોરલી વૃંદાવનમાં વાગે છે.
વંદા તે વનને ………….. બિરાજે છે.
ગોપીઓ વૃંદાવનને માર્ગે દધિ વેચવા જાય છે, ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ દધિના દાણ માગે છે. બીજું, વૃંદાવનના વનમાં વહાલા શ્રીકૃષ્ણ ભગવાને રાસ રચ્યો છે, તો એમાં ભગવાન શ્રીકૃષ્ણ રાસમંડળમાં બિરાજે છે.
પીળાં પીતાંબર …………………… મોરલી બિરાજે છે.
શ્રીકૃષ્ણ પરમાત્માએ પીળું પીતાંબર ધારણ કરેલ છે. જરકસી જામા પહેરેલ છે. પીળા રંગનો પટકો પણ ધારણ કરેલ છે. કાનમાં કુંડળ શોભે છે. માથા ઉપર મુગટ શોભાયમાન થાય છે અને મુખ ઉપર મોરલી બિરાજે છે.
વૃંદા તે વનની …………………… દુ:ખ માંગે છે.
વૃંદાવનની કુંજગલીમાં વહાલા શ્રીકૃષ્ણ પ્રભુ થનક થનક થૈ થૈ કરીને નાચે છે. ભક્ત કવયિત્રી મીરાંબાઈના પ્રભુ ગિરિધરના ગુણ ગાય છે, અને કહે છે કે પ્રભુ શ્રીકૃષ્ણના દર્શન થતાં જ સમગ્ર દુ:ખ ભાંગી જાય છે, ભાગી જાય છે.
મોરલી શબ્દાર્થ :
- દાણ – જકાત, કર, વેરો
- દધિ – દહીં, મહી, ગોરસ
- જરકસી – કસબી, કસબના ભરતવાળું
- નાદ – અવાજ , ઘોષ
- પટકો – લૂગડાનો ટૂંકો કટકો, માથે અથવા કમરે બાંધવાનો લૂગડાનો કટકો
- ભાંગે – દૂર થવું
- ગગન – આકાશ, આભ
- વન – જંગલ, અરણ્ય.
- તળપદા શબ્દો થે – થઈ
- મારગ – માર્ગ
- કે – કહે
- થકી – થી, વડે