Chapter 10
નથી
મોહમ્મદ વલીભાઈ માંકડ
(જન્મ : 13-02-1928)
સ્વાધ્યાય
Que. 1. નીચેના પ્રશ્નો સાથે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની (✓) નિશાની કરો.
(a) કપડાં (b) ભોજન (c) પૈસા (d) દુઃખણાં
Ans. (d) દુઃખણાં
(a) કંચનમાસી બાને (b) કાન્તિ કંચનમાસીને (c) બા કાન્તિને (d) કાન્તિ બાને
Ans. (a) કંચનમાસી બાને
Que. 2. નીચેના પ્રશ્નોના એક–એક વાક્યમાં ઉત્તર લખો :
Ans. કાન્તિ અને રમાં અમદાવાદ જઈને વસે છે.
Ans. લેખકના મતે રમા એ કાન્તિને બા પાસેથી એના અટપટા હિસાબથી ખૂબીથી વાળી લીધો હતો.
Que 3. નીચેના પ્રશ્નોના બે–ત્રણ વાક્યમાં ઉત્તર લખો :
Ans. કાન્તિએ નાનપણમાં રમતાં રમતાં પથ્થર ફેંક્યો હતો તે વાસણ ધોતી એની બા ને જ વાગ્યો હતો. બા ના મોં માંથી નાનકડી ચીસ નીકળી ગઈ. એને આંખ ઉપર હાથ દાબી દીધો. એની આંખ પાસેથી લોહી નીકળતું હતું.
Ans. બા નાનપણમાં મોટાને તેડતી એ કાન્તિને ગમતું નહોતું. એને એવું થતું કે બા મોટાને ફટવે છે અને એને અન્યાય કરે છે. બા એ ત્યાર પછી નવો જ રસ્તો કાઢ્યો. એ બેય છોકરાઓને બે કાખમાં તેડતી, થાકી જતી, હાંફી જતી, પણ એકેયને ઓછું આવવા દેતી નહિ.
Que. 4. નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો :
Ans. વિધવા બા પારવતીએ કાન્તિ અને તેના મોટાભાઈને અનેક મુશ્કેલીઓ વેઠીને ઉછેર્યા હતા. કાન્તિ અને તેના મોટાભાઈની ઉંમરમાં બહુ ફેર ન હોતો. તેઓ નાના હતા ત્યારે ખોડાદરજી પાસે જ ચડ્ડીઓ સિવડાવતા. પછી અંદરો અંદર બંને ઝઘડતા હતા. એકેય ચડ્ડી એકેયને થતી નહોતી કારણકે બા ચડ્ડીઓ માટેનું કાપડ પૂરું દેતી ન હોતી. ઘરની આર્થિક સ્થિતિ ખૂબ નબળી હતી. બા મોટાને તેડતી તો નાના ને ગમતું નહિ. આથી બા બેય છોકરાઓને બે કાખમાં તેડતી. તેથી તે થાકી જતી, હાંફી જતી, પણ એકેયને ઓછું આવવા દેતી નહિ.
બા એ આવી કપરી પરિસ્થિતિમાં પણ બે છોકરા ઉછેરીને મોટા કર્યા, ભણાવ્યા અને પરણાવ્યા.
Ans. રમા નાનાભાઈ કાન્તિની પત્ની હતી. પરણ્યા પછી બીજા જ વર્ષે કાન્તિ અને રમા ગામડું છોડીને અમદાવાદ ગયાં હતાં. કાન્તિને એ વખતે મિલમાં નોકરી હતી. કાન્તિ દર મહિને બાને પૈસા મોકલતો હતો. એની એ ફરજ હતી. પછી મિલની નોકરી છૂટી ગઈ અને એનું બા સાથે થી મન પણ છૂટી ગયું, કારણકે રમા એ એને વાળી લીધો હતો.
રમાનો હિસાબ અટપટો હતો. એ કહેતી કે આપણે પૈસા મોકલ્યા એટલે જ ડોશી મૂડી કરી શક્યાં, નહિતો એમની પાસે શું હતું? આપણે જે પૈસા મોકલ્યા એમાં ડોશી ઘર ચલાવતાં હશે અને પોતાની કમાણીનું બધું બચાવતાં હશે. મોટાભાઈ તો એકેય પૈસો રળ્યા નથી.
રમાનાં વેણ કાન્તિને સાચાં લાગ્યાં અને તેણે બાને પૈસા મોકલવાનું બંધ કરી દીધું. બા પણ સ્વમાની હતાં. એમણે પણ કહી દીધું કે તારો પૈસો મારે આજથી હરામ છે.
રમા ડોશીની દરેક બાબતે અનર્થ કરી ઈર્ષ્યા કરે છે. તે કહે છે કે ડોશીમને વાંઝણી કહે છે. ડોશી કપટી છે તેથી ઘરની બધી ઘરવખરી મોટાભાઈને સોંપી દીધી.
રમા એ મોટાભાઈ સાથે ઝઘડો કર્યો અને સંભળાવી દીધું કે બહુ દાઝતું હોય તો માને કાવડમાં લઈને જાત્રા કરાવો.
આમ, રમાને પારવતીબા અને મોટાભાઈ માટે ખૂબ ઈર્ષ્યા હતી.
Extra Questions
નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો :
Ans. ‘નથી’ પાઠના લેખક મોહમ્મદ માંકડ છે.
Ans. ‘નથી’ પાઠએ ટૂંકીવાર્તા છે.
3. ‘નથી‘ પાઠ લેખકની કઈ કૃતિમાંનો છે?
Ans. ‘નથી’ પાઠ લેખકની ‘સંગાથ’ કૃતિમાંનો છે.
4. “હું કમાયા કરુંને એ વાપર્યા કરે એ નહિ બને.” આ વાક્ય કોણ બોલે છે?
Ans. “હું કમાયા કરુંને એ વાપર્યા કરે એ નહિ બને.” આ વાક્ય કાન્તિ બોલે છે.
5. “તું રળે છે ને બે પૈસા મોકલે છે એમાં આટલો રોફ મારે છે?” આ વાક્ય કોણ બોલે છે?
Ans. “તું રળે છે ને બે પૈસા મોકલે છે એમાં આટલો રોફ મારે છે?’ આ વાક્ય પારવતી બા બોલે છે.
6. “તારો પૈસો મારે આજથી હરામ છે.” આ વાક્ય કોશ બોલે છે?
Ans. “તારો પૈસો મારે આજથી હરામ છે ” આ વાક્ય પારવતી બા બોલે છે.
7. “બહુ દાઝતું હોય તો માને કાવડમાં લઈને જાત્રા કરાવોને.” આ વાક્ય કોણ બોલે છે?
Ans. “બહુ દાઝતું હોય તો માને કાવડમાં લઈને જાત્રા કરાવોને.. આ વાક્ય કાન્તિની પત્ની રમા બોલે છે.
8. “આવાં ને કાંઈ સોંપાતું હશે ? ડોશી જેવું મૂરખ કોઈ નહિ હોય.” આ વાક્ય કોણ બોલે છે?
Ans. “આવાં ને કાંઈ સોંપાતું હશે ? ડોશી જેવું મૂરખ કોઈ નહિ હોય.” આ વાક્ય કાન્તિની પત્ની રમા બોલે છે.
9. પારવતીબા એ ઘર વખરી અને વાસણ કૂસણ કોને આપ્યાં?
Ans. પારવતીબા એ ઘર વખરી અને વાસણ કૂસણ મોટાને આપ્યાં.
10. પારવતીબા એ ઘર કોને સોંપ્યું?
Ans. પારવતીબા એ ઘર કાન્તિને સોંપ્યું.
11. કાન્તિ કેટલા વર્ષો પછી વતનમાં પાછો આવે છે ?
Ans. કાન્તિ ઘણાં વર્ષો પછી વતનમાં પાછો આવે છે.
12. વતનમાં આવતાં કાન્તિની શારીરિક અને માનસિક સ્થિતિ કેવી થઈ ?
Ans. વતનમાં આવતાં કાત્તિને શારીરિક અને માનસિક તકલીફ થઈ. પગ ચાલતા હતા. માથું જાણે ભારે થવા લાગ્યું. અંદર કોઈક વજન મુકાઈ ગયું હોય તેમ લાગ્યું.
13. કાન્તિનું ઘર કેવું હતું ?
Ans. કાન્તિનું ઘર ઉગમણા બારનું હતું. ધૂળિયું હતું. ગાર માટીનું ચણતર હતું. જમણા હાથ તરફની ભીંત પડી ગઈ હતી. મોટું ફળિયું હતું. આ ઘરમાં કાન્તિનો જન્મ થયો હતો.
14. બા એ મોટા દીકરા હિંમતને શું કહ્યું?
Ans. બા એ મોટા દીકરા હિંમતને કહ્યું કે ‘કાન્તિને ઘેર લઈ આવો, પછી જ હું ખાઈશ.’
Ans. કંચનમાસીએ કાન્તિને બા એ આપેલું પોટલું આપ્યું. તેમાં બાના ઘરેણાં અને પૈસા હતા. બા એ મરતાં પહેલાં આ પોટલું કંચનમાસીને એમ કહીને આપેલું કે મારા મૃત્યુ પછી આ પોટલું તમે કાન્તિને પહોંચાડજો.
16. કાન્તિ અમદાવાદથી આવતો ત્યારે ઘેર કોણ આવતું ?
Ans. કાન્તિ અમદાવાદથી જ્યારે પણ વતનના ઘેર આવતો ત્યારે સૌથી પહેલાં કંચન ભાસી આવતાં, ને પૂછતાં, ‘શરીર તો સારું છે ને, ભાઈ ? તારી બાને કાગળ ટેમ સર લખતો હોતો ? બિચારાં લોહવાટ કરીને અડધો થઈ જાય છે.
Ans. મોટાભાઈ અને કાન્તિની ઉંમરમાં અને શરીરમાં બહુ ફેર ન હોતો. બંને જ્યારે નાના હતા ત્યારે ખોડાદરજી ની સિવેલી ચેરીઓ પહેરતાં, પણ વિવાદ થતો, એક પણ ચરી બંનેમાંથી એકેય ને થતી નહિ; એટલે બંને અંદરો અંદર ઝઘડતા હતા.
Ans. બા મોટાને ખૂબ હેત કરતી, તેને તેડીને ફરતી. તેને ફટવતી હતી. કાન્તિને તેડતી નહિ. તેથી કાન્તિ બાને અને મોટાને નફરત કરે છે, કાન્તિને આ અન્યાય લાગતો.
Ans. બા એ પણ ગુસ્સામાં આવીને કાન્તિને જવાબ આપ્યો, “મોર્ટા મારી ભેગો રહે છે કે હું એની ભેગી રહું છું ? બોલતાં જરાક વિચાર કર, મોટાની વહુને મોટાનાં છોકરાં મારી સેવા ચાકરી કરે છે. તારે ને તારી વહુને કાંઈ કરવું નથી ને ઉપરથી મારું કામ કરે છે એને કરવા દેવું નથી ? તું રળે છેને બે પૈસા મોકલે છે એમાં આટલો રોફ શું મારે છે ? જા પૈસોય મોકલતો નહિ, તારો પૈસો મારે આજથી હરામ છે.’
Ans. ૨મા અને કાન્તિનું દામ્પત્યજીવન એકંદરે દુઃખી હતું. બંને ને કોઈ સંતાન ન હતું. મિલની નોકરીના પગારમાંથી થોડા પૈસા બાને મોકલવા પડતા, અમદાવાદ શહેરમાં મુકેલીથી જીવતાં હતાં, બા નો કાન્તિને પ્રેમ મળતો નહિ. રમાને બા ના પૈસા અને મકાન તરફ પ્રેમ હતો. મોટાભાઈ તરફ બંનેને નફરત હતી. આમ, બંને દુઃખી હતાં.
નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર આપો.
1. પારવતી બા નું ઘર કેવું હતું ?
Ans. પારવતી બા નું ઘર ગ્રામ્ય પરિવેશનું હતું. ઉગમણું બારણું હતું. ગારમાટીનું ચણતર હતું. જમણા હાથ તરફની ભીંત પડી ગઈ હતી. ઓસરીમાં ગારનાં પોરાં ઉખડતાં હતાં.
2. રમાનાં વેણની કાન્તિ પર શી અસર થઈ? એણે બાને શું કહ્યું?
Ans. રમાનાં વેણથી કાન્તિ માં મોટાભાઈ માટે નફરત અને ધિક્કારની લાગણી જન્મી. એણે બાને કહી દીધું, “મોટાને તારી સાથે રાખવો હોય તો હું એક પૈસો તને નહિ મોકલું. હું કમાયા કરુંને એ વાપર્યા કરે એ નહિ બને.”
3. પારવતીબા સ્વમાની હતાં એમ શા ઉપરથી કહી શકાય?
Ans. કાન્તિએ પારવતીબાને પૈસા મોકલવાની ના પાડી દીધી ત્યારે પારવતીબા એ તેને સંભળાવી દીધું, “તું રળે છે ને બે પૈસા મોકલે છે એમાં આટલો રોફ મારે છે? જા, પૈસોય મોકલતો નહિ. તારો પૈસો આજથી હરામ છે.” આ ઉપરથી કહી શકાય કે, પારવતીબા સ્વમાની હતાં.
4. કાન્તિ લાચાર અને નિર્બળ કેવી રીતે બની ગયો?
Ans. કાન્તિની પત્ની માંદી પડી. એને દવાખાનામાં દાખલ કરવી પડી. કાન્તિએ ખૂબ પૈસા ખર્ચ્યા છતાં એ બચી નહિ. કાન્તિ પાસે પણ પૈસા બચ્યા ન હતા. બા એ જે આપ્યું હતું તે પણ એણે વાપરી નાખ્યું હતું. આથી તે લાચાર અને નિર્બળ બની ગયો.
નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો.
1. “બાને રીસ ચડતી જ નહોતી અને ચડે તો તરતજ ઊતરી જતી.” ‘નથી‘ પાઠને આધારે સમજાવો.
Ans. ‘નથી’ પાઠ માં પુત્ર કાન્તિ અને તેની પત્ની રમાની સતત અવગણના હોવા છતાં પારવતીબા નો વાત્સલ્ય પ્રેમ જોવા મળે છે. કાન્તિ એ એકવાર પથ્થર નાખ્યો. તે બાની આંખ પાસે જઈ વાગ્યો. કાન્તિ ભાગી ગયો. મોટો એને શોધીને થાકી ગયો અને બા ને ચિંતાન કરવા જણાવ્યું. ત્યારે બા એ એકજ વાત પકડી રાખી હતી કે “કાન્તિને ઘેર આવ્યા પછી જ હું ખાઈશ.”
આમ, બા ને રીસ ચડેતો તરત જ ઊતરી જતી.
કાન્તિએ પારવતીબા ને પૈસા મોકલવાની ના પાડી ત્યારે બા એ તેને સંભળાવી દીધું કે તારો પૈસો મારે આજથી હરામ છે.
પારવતીબા માંદાં હતાં ત્યારે કંચનમાસી એ કાન્તિને કાગળ લખી જણાવ્યુંકે પારવતી બેન બહુ માંદા છે. તને ઝંખે છે. જલદી આવજે . ત્યારે તે ન જઈ શક્યો તો પણ પારવતીબા એ તેને દાગીનાનું પોટલું પહોંચાડ્યું.
આમ, મા ને બાળક માટે ગુસ્સો કે ફરિયાદ ન હોય અને હોય તો લાંબો સમય ટકે નહિ.
2. મોટાભાઈ હિંમતનું પાત્રા લેખન કરો.
Ans. બાને મોટા દીકરા હિંમત તરફ પહેલેથી જ પક્ષપાત છે. કાન્તિ અને મોટા દીકરાની ઉમરનો કંઈ બહુ તફાવત નથી. બંને લગભગ સરખા જ દેખાતા હતા, તો પણ બા બહાર જતી વખતે કાયમ મોટા ને જ તેડે અને નાના કાન્તિને ચલાવે. ભાગ્યે જ અથવા કોઈવાર જ કાન્તિને તેડે. બીજું, મોટો કંઈ કમાતો નહતો, તો પણ બા પોતાની સાથે જ રાખે છે, કાન્તિ જે પૈસા મોકલે તે માંથી બા અને કાન્તિના મોટાભાઈ જીવન ગુજારે છે. લગ્ન પછી મોટાભાઈ રાજકોટ નોકરી એ લાગે છે, બચવાળ છે; તેથી કંઈક મદદ કરવા કાન્તિને બા પત્રમાં લખે છે. આમ, બાને પહેલે થી જ મોટા દીકરા હિંમત ત૨ફ બહુ પ્રેમ અને લાગણી દેખાય છે.
3. ‘નથી’ વાર્તાના શીર્ષક ની ચર્ચા કરો.
Ans. ‘નથી’ વાર્તાનું શીર્ષક સાર્થક અને ઉચિતિ છે. વાર્તાના પ્રારંભથી અને અંત સુધી ‘નથી’ ની વાત વારંવાર મન:ચક્ષુ સમક્ષ દષ્ટિગોચર થયા કરે છે. વિધવા બા પારવતીબા ને પતિ નથી. જીવન સારી રીતે જીવી શકાય એટલા પૈસા ની છૂટ નથી. બે નાનાં દીકરાંઓને ઉછેરવા માટે ગામના કામ કરીને બાને થાક લાગે છે, મૂડી ભેગી થતી નથી. જેમ તેમ દુ:ખનો સામનો કરીને જીવવું પડે છે.
કાન્તિ અને મોટાભાઈ પાસે પણ ધન નથી, કાન્તિને સંતાન નથી. છેલ્લે પોતાની પત્ની રમાં અને બાના અવસાનથી આ બંને સ્ત્રીઓ પણ નથી, એમ અનેક વખત ‘નથી’ ની વાત વારંવાર ચિત્રની જેમ વાચક ના મનમાં આવે છે અને વધારે તો ‘બા’ નથી નો આ જે પો. કાન્તિને પૈરી વળે છે અને હવે તે બા અને ૨માં વિના સુખી નથી, એવું એનું માનસ આપણને પણ ‘નથી’નો આભાસ કરાવે છે, આમ; શીર્ષક “નથી” સાર્થક છે.
નીચેના પ્રશ્નોનાં સૂચના મુજબ ઉત્તર લખો :
નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો આપો.
પરિચિત – ઓળખીતું,
કોર – તરફ
બરફ- હિમ
રસ્તો – પથ, માર્ગ
કંચન – સોનું,
ક્ષણ – પળ
અણસારે – ઇશારો, સંકેત
રીસ – ગુસ્સો
આંખ – લોચન, નયન
બાપડો – બિચાર, રાંક
ઉપાધિ –પીડા
ઢગો – બળદિયો, મૂર્ખ
રસોડું – પાકશાળા, રસોઈઘર
ફળિયું – શેરી
ચિંતા – ઉચાટ, ફિકર
નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો આપો.
પરિચિત × અપરિચિત
જીવન × મૃત્યુ
ઉગમણુ x આથમણું
અંધારું × અજવાળું
જવું × આવવું
અન્યાય × ન્યાય
મજા × સજા
નિર્બળ × સબળ
સ્વદેશ × પરદેશ
રૂઢિપ્રયોગ
પગ ભારે થઈ જવા – જતાં સંકોચ થવો.
વાળ ધોળા થઈ જવા – ઉંમર વધી જવી.
અડધા થઈ જવું – વધુ પડતી ચિંતા થવી
રસ્તો કાઢવો – ઉપાય શોધવો.
રફફુ થઈ જવું — ભાગી જવું.
ચેન ન પડવું – ગમવું નહિ.
માઠું લાગવું – લાગણી દુભાવવી.