Chapter 12
ઝબક જ્યોત
કૃષ્ણલાલ જેઠાલાલ શ્રીધરાણી
(જન્મ : 16-09-1911; મૃત્યુ: 23-07-1960)
સ્વાધ્યાય
Que. 1. નીચેના પ્રશ્નોમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની (✓) નિશાની કરો.
(a) પિતાની બીક (b) પિતાની જોહુકમી (c) સ્વાતંત્ર્યસંગ્રામ (d) આંદોલન
Ans. (c) સ્વાતંત્ર્યસંગ્રામ
(a) ઈશ્વરનું (b) રાષ્ટ્રધ્વજનું (c) અંગ્રેજોનું (d) ડૉક્ટરોનું
Ans. (b) રાષ્ટ્રધ્વજનું
Que. 2. નીચેના પ્રશ્નોના એક–એક વાક્યમાં ઉત્તર લખો :
Ans. ઘવાયેલા દીપકની પાસે માતા મેનાબેન, બહેન ઊર્મિ, પિતા સર અમલ દેરાસરી, ડૉકટ૨, પોલીસ ઉપરી નંદરાય અને અન્ય લોકો બાકુળ ચિત્તે બેઠાં છે.
Ans. દીપક બાને ગાંધીજીને જેલમાં કાગળ લખવા કહે છે. કાગળમાં લખવાનું કે દીપકે જ્યાં હશે ત્યાં વાવટો ફરકતો રાખશે !
Que. 3. નીચેના પ્રશ્નોના બે–ત્રણ વાક્યમાં ઉત્તર લખો :
Ans. અરીસામાં પોતાનું મોં જોયા પછી દીપકને પાટોય રાષ્ટ્રધ્વજ જેવો લાગે છે ! તેના લોહીનો રંગ લાલ, કાપડનો સફેદ રંગ અને લીલા રંગને બદલે એના કાળા વાળ. રેંટિયો તો એના બાપુ લાવી દેતા નથી !
Ans. રાષ્ટ્રધ્વજ ચડાવવા દીપક અગાશીએ ચડ્યો. બાપુ દેખી જશે એ બીકે એ ઉતાવળ કરવા ગયો અને પડી ગયો. આ રીતે તે ગંભીર રીતે ઘવાયો.
Que. 4. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો :
Ans. દીપક આઠ વર્ષનો બાળક છે. તે સ્વાતંત્ર્યના રંગે રંગાયેલો છે પોતાના જ ઘરની અગાશીમાં રાષ્ટ્રધ્વજ ચડાવતાં પડી જાય છે અને ગંભીર રીતે ઘાયલ થાય છે. દીપક એક પલંગમાં તાવથી ધગધગે છે. એની આસપાસ એના પિતા, ડૉક્ટર વગેરે વ્યાકુળ ચિત્તે બેઠા છે. પરંતુ દીપકની માતા મેના તેના ઓશીકા પાસે જ બેઠી છે. તેની અખિમાં આસુ છે તે દીપકને શાંત રહેવા અને સુઈ રહેવા કહે છે. તે તેના માથા પર હાથ ફેરવે છે. તે દીપકના દરેક પ્રશ્નનો હળવાશથી ઉત્તર આપે છે. દીપક બરાબર નવના ટકોરે તેને ઉઠાડવાનું કહે છે અને પછી કાંઈ બોલતો નથી ત્યારે મેનાબહેનની આંખોમાંથી આંસુની ધારાઓ વહે છે. ડૉક્ટર મેનાબહેનને ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખવાનું કહે છે ત્યારે મેનાબહેન ડાક્ટરને પૂછે છે, “ડોક્ટર, તમારે દીકરો છે?” આ પ્રશ્નમાં માતૃહૃદયની વેદના વ્યક્ત થાય છે. દીપક ઘડિયાળના નવના ટકોરે ઝબકીને જાગી જાય છે. “ગાંધીજીને જેલમાં કાગળ લખવાનું નહિ ચૂકતી” એમ કહી આખો મીંચી દે છે ત્યારે એના મા મૅનાબહેનનો અવાજ ફાટી જાય છે. એ દીપકના શરીર પર ઢગલો થઈ જાય છે.
Ans. દીપકના પિતા અમલ દેરાસરી અંગ્રેજ સરકારના અધિકારી છે. તેમને અંગ્રેજ સરકારનો નાઇટહૂડનો ઇલકાબખત મળેલો છે. તે માટે તે ખૂબ રાજી છે પરંતુ તેમનો પુત્ર દીપક સ્વાતંત્ર્યના રંગે રંગાયેલો છે એના પિતાને આ પસંદ નથી. પિતા-પુત્ર વચ્ચે વૈચારિક સંઘર્ષ છે. દીપકને તેના બાપુની બીક છે. તેથી જ અગાશી પર રાષ્ટ્રધ્વજ ચડાવવા જતા તે પડી જાય છે અને ગંભીર રીતે ઘાયલ થાય છે. પલંગમાં સૂતેલો દીપક રાષ્ટ્રધ્વજની વાતો કરે છે તે એના પિતાને પસંદ નથી. આથી જ તે દીપકને રાષ્ટ્રધ્વજની વાત છોડવા કડકાઈથી કહે છે અને ઉમેરે છે કે “તે પાપ કર્યું અને પ્રભુએ તને સજા પણ કરી. તું કેમ કાંઈ સમજતો નથી?” આમ છતાં, દીપક રાષ્ટ્રધ્વજ, રાષ્ટ્રીય ગીતો અને સરઘસ ની વાતો કરતો જ રહે છે. નવના ટકોરે દીપક ઝબકીને – જાગે છે અને “ગાંધીજીને જેલમાં કાગળ લખવાનું નહિ ચૂકતી” એવા – છેલ્લા વાક્ય સાથે સદાય માટે આંખો મીંચી દે છે. સર અમલથી આ દ્રશ્ય, દેશપ્રેમ નથી ખમાતો તેમનું હ્રદયપરિવર્તન થાય છે અને પોતેજ સંગ્રામની લીડ કરશે તેમ જણાવે છે. આમ. પુત્રની શહીદી પિતાનું હ્રદયપરિવર્તન કરે છે.
Extra Questions
Ans. ‘ઝબક જ્યોત’ પાઠના લેખક કૃષ્ણલાલ શ્રીધરાણી છે.
Ans. ‘ઝબક જ્યોત’ એ એકાંકી છે.
Ans. દીપકને માથાનો પાટો રાષ્ટ્રધ્વજ જેવો લાગે છે.
Ans. વાનરસેનામાં ‘દીપકની જય!’ નારા સંભળાય છે.
Ans. ડૉક્ટર મેનાબહેનને ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખવા કહે છે.
Ans. નવના ટકોરે દીપકનો દીપક હોલવાઈ ગયો.
Ans. દીપકના પિતાનું નામ અમલ દેરાસરી છે.
Ans. સર અમલ દેરાસરીના બંગલાની દીવાલો પર ગવર્નર અને વાઈસરૉયની છબીઓ દેખાય છે.
Ans. બંગલાની પશ્ચિમની દીવાલે ઊંચે મહારાણી વિક્ટોરિયાનો ઝભો ઉપાડીને ચાલતા રાજાઓનું મોટું તૈલચિત્ર છે.
Ans. સર અમલ દેરાસરીને અંગ્રેજ સરકારે ‘નાઈટહૂડ’ નો ઈલકાબખત આપેલ છે.
Ans. દીપકના કપાળ ઉપર સફેદ પાટો બાંધ્યો છે અને પાટામાં લોહીના ડાઘ દેખાય છે.
Ans. ‘ઝબકે જ્યોત’ માં ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ કાળની ઘટનાનું વર્ણન આવે છે.
નીચેના પ્રશ્નોના બે–ત્રણ વાક્યમાં ઉત્તર લખો :
Ans. દીપકના પિતા અમલ દેરાસરી હતા. તે અંગ્રેજ સરકારના અધિકારી હતા. એમને નાઇટહૂડનો ઇલકાબખત મળ્યો હતો.
Ans. હૃદયપરિવર્તન થયા પછી દીપકના પિતા ખિતાબખતના મુક્કાથી ચૂરા કરી નાખે છે. દીપકના પલંગ પાસે જઈ લોહિયાળ હાથે દીપકના પગને અડકે છે. પછી બે પગ ઉપર માથું મૂકી ડૂસકાં ભરવા લાગે છે.
Ans. મેનાબેન અને ઊર્મિ દીપકને માટે અનેકવાર આંસુ સારે છે, ઊર્મિ તો ૨ડડ્યા જ કરે છે, મેનાબેન વારંવાર તેને શાંત રહેવા અને આરામ કરવાનું કહે છે, રાષ્ટ્રધ્વજની વાત ભૂલી જવાનું કહે છે. દીપકની દરેક વાત માને છે. આમ, બંનેને દીપકે તેરે ફ ખૂબ જ લાગણી અને સહાનુભૂતિ છે. પિતાશ્રી તો નારાજ છે જ !
Ans. ‘ઝબક જ્યોત’ માં આવતા ગીત પ્રસંગને અનુરૂપ છે અને રાષ્ટ્રધ્વજ તેમજ ગાંધીજી અને આપણા દેશ માટે શહીદ થયેલા જવાનોની વાત કહે છે. ત્રીસ કરોડ લોકોએ ધર્મ-ધજા અને કર્મ-ધજા માટે પ્રાણ અર્પણ કરેલ છે, ભગતસિંહ અને શહીદ જતીને પોતાના પ્રાણનું બલિદાન આપ્યું છે. આપણો રાષ્ટ્રધ્વજ આકાશમાં ફરકે છે, અને આપણી સંસ્કૃતિનું પ્રતીક છે. રાષ્ટ્રધ્વજને કારણે દીપકનું અવસાન થાય છે.
Ans. દીપકને રામા અને તેના પરિવાર ત૨ફ એટલા માટે લાગણી થાય છે કે પોતાના કહેવાથી અને અબોલા લેવાની ધમકીથી સુંદર રાષ્ટ્રધ્વજ લેવા જાય છે, પિતાશ્રીને આ વાતની ખબર પડે છે એટલે સુંદરને મારીને પૂરી દે છે, રામાને, સુંદરને અને તેની મમ્મીને પણ કાઢી મૂકવાની વાત સાંભળીને દયાળુ દીપકને રામાના પરિવાર સાથે લાગણી ઊભી થાય છે. ખરેખર, દીપકને આ કારણથી રામાના પરિવાર પ્રત્યે લાગણી થાય છે.
નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો.
Ans. દીપક અંગ્રેજ સરકારના અધિકારી અમલ દેરાસરીનો આઠ વર્ષનો પુત્ર છે. ગાંધીજીનો ભારતનો સ્વાતંત્ર્યસંગ્રામ ચાલે છે. નાનો દીપક સ્વાતંત્ર્યના રંગે રંગાય છે. અગાશીમાં રાષ્ટ્રધ્વજ ચડાવતાં તેના પિતાની બીકથી તે પડી જાય છે. તે ગંભીર રીતે ઘાયલ થાય છે. તેના માથે પાટો છે. પલંગમાં તે તાવથી ધગધગે છે. આટલી વેદના છતાં તે રાષ્ટ્રધ્વજની જ વાતો કરે છે. તેને માથાના પાટામાં પણ રાષ્ટ્રધ્વજ જ દેખાય છે. તેના પિતા તેની વાતોથી ચીડાય છે ત્યારે તે કહે છે કે “કોરિયામાં મારા જેવાં હજારો બાળકોએ વાવટા માટે પ્રાણ આપ્યા હતા. એમના પિતાઓ એમને યાદ કરી ગૌરવ લેતા.” તે સાયંફેરી જોવા પોતાને ઝરૂખામાં લઈ જવા કહે છે. તે રાષ્ટ્રધ્વજનાં અને રાષ્ટ્રભાવનાનાં ગીતો સાંભળી હરખાય છે. વાનરસેનામાં ‘દીપકની જય !’ નારો ગર્જી ઊઠે છે.
ઘડિયાળના નવના ટકોરા થાય છે. દીપક ઝબકીને જાગી જાય છે. તે કહે છે કે “મેં વિચાર ફેરવી નાખ્યો છે. મેં એકલા જવાનું નક્કી કર્યું!” છેલ્લે “ગાંધીજીને જેલમાં કાગળ લખવાનું નહિ ચૂકતી.” એમ એની બાને કહીને તે કાયમ માટે આંખો મીંચી દે છે. દીપકનું મૃત્યુ એના પિતાનું હૃદયપરિવર્તન કરે છે.
આમ, દીપકનો દેશપ્રેમ આપણા હૃદયને સ્પર્શી જાય છે.
Ans. ‘ઝબક જ્યોત’માં ભારતના સ્વાતંત્ર્યસંગ્રામ કાળની ઘટના છે. આઠ વર્ષનો દીપક સ્વાતંત્ર્યના રંગે રંગાયેલો છે ? તે અગાશી પર રાષ્ટ્રધ્વજ ચડાવતાં પડી જાય છે. તેને ગંભીર ઈજા થાય છે. તેને માથે પાટો બાંધવો પડે છે. તે પલંગમાં સૂતો છે. તેનું શરીર તાવથી ધગધગે છે. તેની આસપાસ તેનાં બા, બહેન, પિતા, ડૉક્ટર વગેરે બેઠેલાં છે. તે આવી વેદનામાં પણ રાષ્ટ્રધ્વજ, સાયંસરઘસ, રાષ્ટ્રભાવનાનાં ગીતો, ગાંધીજીની જ વાતો કરે છે.
દીપકના પિતા અંગ્રેજ સરકારના અધિકારી છે. તેમને આ ગમતું નથી. ઘડિયાળમાં નવના ટકોરા થાય છે. દીપક ઝબકીને જાગી જાય છે અને કહે છે કે “મેં એકલા જ જવાનું નક્કી કર્યું! એ રસ્તે એકલા જ સારું ! … અને બા, ગાંધીજીને જેલમાં કાગળ લખવાનું નહિ ચૂકતી.” પછી તરત જ તે આંખો મીંચી દે છે. ડૉક્ટર નાડી તપાસી ‘દીપક હોલવાઈ ગયો !’ બોલે છે.
દીપકના પિતાનું હૃદયપરિવર્તન થાય છે. તે સ્વયંસેવકને ફોન કરી જણાવે છે કે પોતે લીડ કરશે. દીપક મૃત્યુ પામીને પણ દેશપ્રેમની જ્યોત પિતામાં જગાવતો જાય છે.
આમ, ઝબક જ્યોત શીર્ષક યથાર્થ છે.
Ans. સર અમલ દેરાસરીના બંગલાના ત્રીજા માળનું દીવાનખાનું આકર્ષક છે. ઉત્તર અને દક્ષિણની દીવાલોમાં બાજુના ઓરડામાં જવાનાં સામસામાં બારણાં છે. પૂર્વ તરફ અગાશીમાં જવાની ચાલ છે અને પછી બાગમાં ઊતરવાની સીડી છે. પશ્ચિમે ઝરૂખો છે.
ઓરડાની લાદી ઉપર કાશ્મીરી ગાલીચો છે. ખૂણાઓની ઘોડીઓ ઉપર ગ્રીક પૂતળાં ગોઠવેલાં છે. ભીંતને અઢેલીને લાલ મલમલના સોફા મૂકેલા છે. વચ્ચે એક મોટું ટેબલ છે. તેની ઉપર પિત્તળના ફૂલદાન છે. કાચનાં ઝુમ્મરો છે. તેમાં વીજળીના દીવા છે. દીવાલો ઉપર ગવર્નરો અને વાઇસરૉયોની છબીઓ છે. પશ્ચિમની દીવાલમાં મહારાણી વિક્ટોરિયાનો ઝભ્ભો ઉપાડીને ચાલતા રાજાઓનું મોટું તૈલચિત્ર છે. એની નીચે સોનાની ફ્રેમમાં મઢેલો નાઇટહૂડનો ઇલકાબખત વીજળીના પ્રકાશમાં ચળકે છે.
નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર સૂચના પ્રમાણે આપો :
નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ આપો.
સૌરભ – સુગંધ
પ્લાન – પડી ગયેલ,
મંદ-ધીમું
કષ્ટ – દુઃખ, પીડા
વદન – ચહેરો, મોટું
કલ્પાંત – અતિશય રડવું
બીડેલા – બંધ
રુધિર – ૨ક્ત, લોહી
લપાવું-છુપાવું,
વ્યાકુળ –વ્યગ્ર,
ધવલ – ધોળું,
વ્યોમ – આકાશ, આાભ
હરતાડી – કાંડા ઘડિયાળ
પડછંદ – પ્રચંડ શરીરનું, મહાકાય
ગહન – ઊંડું, ગાઢ
હસ્તધડી – કાંડા ઘડીયાળ
ઉચાટ – ચિંતા,
વાંક – ગુનો,
ચડસ – ઈર્ષ્યા,
અસ્વસ્થ – બેચેન
કોટિ – કરોડ
રોષ – ગુસ્સો,
તટસ્થતા- નિષ્પક્ષતા
વિસરવું – ભૂલવું,
નયન – આંખ
નેજા – વાવટો, આગેવાની
નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો આપો.
પાપ × પુણ્ય
આકાશ × પાતાળ
સંભવ × અસંભવ
૨ડવું × હસવું
આભ × ધરતી
ધર્મ x અધર્મ
અસહ્ય × સહ્ય
ફિકર × બેફિકર
બીડેલું × ખુલ્લું
સ્વસ્થ × અસ્વસ્થ
સંધ્યા × ઉષા
રૂઢિપ્રયોગ
આંખો મીંચી જવી – મૃત્યુ થવું,
છાતીમાં મોં ઘાલવું– છુપાય જવું,
ગળગળું થઈ જવું–ગદ્ગદ્ થઈ જવું, રડું રડું થઈ જવું,
શ્રાવણ-ભાદરવો વહેવો – ચોધાર આંસુએ રડવું,
આંખ ઊઘડવી – જાગવુ, સાવધાન કે સતેજ થવું,
ધમણ ઉપડવી – જોરભેર શ્વાસ ચાલવો,
ઢગલો થઈ જવું-થાકીને લોથપોથ જઈ જવું.
દીપક હોલવાઈ જવો – મરણ પામવું.
માથું વધેરવું – બલિદાન આપવું.
આંખમાં આંખ પરોવવી – પ્રેમથી જોવું, ધારીને જોવું.
મોકાણ માંડવી – ભારે નુકસાન થાય તેવી હાલત કરવી.