scholaracademy

Class 10 Gujarati Chapter 14
જેઠીબાઈ
Textbook Solution

                                                                                Chapter 14

                                                                                  જેઠીબાઈ

                                                                                                                                        દુલેરાય કારાણી 

                                                                                                      જન્મ : 26 – 02 – 1896; મૃત્યુ : 26 – 02 – 1989

                                                                          

                                                                              સ્વાધ્યાય


Que. 1. નીચેના પ્રશ્નોમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની (✓) નિશાની કરો.


1. જેઠીબાઈનું મૂળ વતન કયું?

(a) કચ્છ-માંડવી              (b) કચ્છ-અંજાર             (c) કચ્છ-ભૂજ                (d) કચ્છ-મુંદ્રા

Ans. (a) કચ્છ-માંડવી


2. જેઠીબાઈ અને તેમના પતિ શેનું કારખાનું ચલાવતાં હતાં ?

(a) હીરા ઉદ્યોગ          (b) શણ ઉદ્યોગ          (c) રંગાટ-વણાટકામ      (d) ભરત-ગૂંથણકામ

Ans. (c) રંગાટ-વણાટકામ


Que. 2. નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો :


1. જેઠીબાઈએ કયા સ્થળે રંગાટ અને વણાટકામ ઊભું કર્યું હતું ?

Ans. જે ઠીબાઈએ દીવમાં રંગાટ અને વણાટકામનું કામ ઊભું કર્યું હતું.


2. સૌરાષ્ટ્રમાં કયા સ્થળનું રંગાટકામ વખણાતું ?

Ans. સૌરાષ્ટ્રમાં જામનગર સ્થળનું રંગાટકામ વખણાતું.


Que. 3. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો :


1. જેઠીબાઈના કારખાનાનો માલ કયા-કયા દેશમાં જતો હતો ?

Ans. દીવ બંદરેથી જેઠીબાઈના કારખાનાનો માલ પરદેશ જતો હતો. એમનો માલ યુરોપ, ઈરાન અને જંગબાર-માંઝાબિક સુધી જતો હતો.


2. પોર્ટુગીઝ ઑફિસરો જેઠીબાઈના ઘર પાસેથી પસાર થતા ત્યારે શું કરતા?

Ans. જેઠીબાઈના માનમાં અઠવાડિયામાં એક દિવસ તેમના ઘર આગળ બેન્ડ વગાડવાનો હુકમ કરવામાં આવ્યો. પોર્ટુગીઝ ઑફિસરો જેઠીબાઈના ઘર પાસેથી પસાર થતા ત્યારે જેઠીબાઈના માનમાં પોતાના માથા પરથી હૅટ ઉતારી નાખતા.


Que. 4. નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો :


1. પોર્ટુગલના પાદરીઓ ખ્રિસ્તી ધર્મ ફેલાવવા માટે કેવી રીતો અપનાવતા હતા ?

Ans. પોર્ટુગલના પાદરીઓ ભારતમાં ખ્રિસ્તી ધર્મના ફેલાવા માટે જમીન-આસમાન એક કરી રહ્યા હતા. તેઓ અજ્ઞાન અને ભોળા લોકોને લાલચમાં લપટાવીને તેમને ખ્રિસ્તી ધર્મમાં ખેંચી લાવતા હતા. એ અરસામાં પોર્ટુગીઝ સરકારના કાયદાઓ પણ વટાળપ્રવૃત્તિને ઉત્તેજન આપે એ પ્રકારના કરવામાં આવ્યા હતા. એમાં એક કાયદો એવો હતો કે કોઈ પણ બાળક નિરાધાર હોય તો તેને બળજબરીથી ખ્રિસ્તી બનાવીને તેનાં માલમિલકત જપ્ત કરી લેવાં.

આમ, પોર્ટુગલના પાદરીઓ ખ્રિસ્તી ધર્મ ફેલાવવા માટે સત્તા અને જોહુકમી કરતા હતા.


2. જેઠીબાઈનું પાત્રાલેખન કરો.

Ans. રંગાટ અને વણાટકામનું કારખાનું દીવ બંદરે ઊભું કરનાર જેઠીબાઈનું વતન કચ્છ-માંડવી હતું. દીવ બંદરેથી એમના કારખાનાનો પુષ્કળ માલ પરદેશ જતો અને વેચાતો. ઉચ્ચ કક્ષાની રંગાટકળાને લીધે એમના કારખાનાનો ખૂબ વિકાસ થયો હતો. 

                 જેઠીબાઈ કારખાનાના તમામ કામદારો પર માતા જેટલું જ વહાલ રાખતાં હતાં. મરણપથારીએ પડેલા કાનજીને એના દીકરાની ચિંતા કાળજાને કોરી ખાતી હતી. જેઠીબાઈએ એના દીકરાની જવાબદારી લીધી. જેઠીબાઈએ કાનજીના અંતરના ઉત્પાતને શમાવી દીધો. કાનજીનું મૃત્યુ થતાં સમયસૂચકતા વાપરીને જેઠીબાઈએ કાનજીના મૃત્યુની વાત પર પડદો પાડી દીધો. એ જ રાત્રે કાનજીના પુત્ર પમાનાં એક બીજા કામદારની પુત્રી સાથે લગ્ન કરાવી દીધાં. પછી પોલીસપાર્ટીને સાથે લઈને આવેલા પાદરીઓનો એક વીરાંગના બની સામનો કર્યો કે કાનાનો પુત્ર નિરાધાર નથી. એ તો ક્યારનોય પરણી બેઠો છે. જેઠીબાઈનું રણચંડી જેવું રૂપ જોઈ સૌ પાછા ફર્યા.

                જેઠીબાઈએ પોર્ટુગીઝ સરકારનો જુલમી કાયદો રદ કરાવવા તેના જુલમની કહાણી પોર્ટુગીઝ ભાષામાં હૃદયદ્રાવક શબ્દોમાં લખાવીને તૈયાર કરાવી. તેને મોટી રેશમી ઓઢણી પર મોટા અક્ષરોમાં છપાવી. તેઓ પોર્ટુગલ ગયાં, પોર્ટુગલની રાણી ડૉન લ્યુઝાને મળ્યાં, હૃદય ખોલીને બધી હકીકત રજૂ કરી અને ભારતીય કળાની ઓઢણી રાણીને ભેટ કરી. રાણીએ અરજી વાંચી. એમણે જેઠીબાઈને કલામય કૃતિ અને હિંમત માટે ધન્યવાદ આપ્યા અને પોર્ટુગીઝ સત્તાનો જુલમી કાયદો પોતાના ખાસ ફરમાનથી રદ કરાવ્યો. તે દિવસથી જેઠીબાઈની ઓઢણી – પાન-દ-જેઠી’નું નામ વિખ્યાત બની ગયું.

કચ્છ-માંડવીનાં એક અભણ જેઠીબાઈ એક અદ્ભુત કાર્ય કરીને અમર બની ગયાં.


                                                                   Extra Questions 


નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો :


1. ‘જેઠીબાઈ’ ગદ્યના લેખકનું નામ જણાવો.

ઉત્તર : ‘જેઠીબાઈ’ ગદ્યના લેખક દુલેરાય કારાણી છે.


2.  ‘જેઠીબાઈ’ કૃતિનો પ્રકાર જણાવો.

Ans. ‘જેઠીબાઈ’ એ લોકકથા છે.


3. “આજથી આ દીકરો તારો નથી પણ મારો છે.” આ વાક્ય કોણ બોલે છે?

Ans. “આજથી આ દીકરો તારો નથી પણ મારો છે.” આ વાક્ય જેઠીબાઈ બોલે છે.


4. કાનજીના પુત્રનું નામ શું હતું?

Ans. કાનજીના પુત્રનું નામ ૫મો હતો.


5. પોર્ટુગલના પાદરીઓ કઈ પ્રવૃત્તિ ચલાવતા ?

Ans. પોર્ટુગલના પાદરીનો વટાળપ્રવૃત્તિ ચલાવતા.


6. જેઠીમાએ કાનજીના દીકરાને બચાવવા શું કર્યું?

Ans. જેઠીમાએ કાનજીના દીકરાને બચાવવા તેનાં એક બીજા કામદારની પુત્રી સાથે લગ્ન કરાવી દીધા.


7. જેઠીમાએ પોર્ટુગીઝ સરકારના જુલમની કહાણી કઈ ભાષામાં લખાવી?

Ans. જેઠીમાએ પોર્ટુગીઝ સરકારના જુલમની કહાણી પોર્ટુગીઝ ભાષામાં લખાવી.


8. જેઠીમાએ અરજી શેના પર છાપીને તૈયાર કરી?

Ans. જેઠીમાએ અરજી રેશમી ઓઢણી પર છાપીને તૈયાર કરી.


9. જેઠીમાએ અરજી પર કોની સહીઓ લીધી?

Ans. જેઠીમાએ અરજી પર હિંદુ ગૃહસ્થોની સહીઓ લીધી.


10. જેઠીબાઈ કયા બંદરેથી પોર્ટુગલ જવા ઊપડ્યાં?

Ans. જેઠીબાઈ દીવ બંદરેથી પોર્ટુગલ જવા ઊપડ્યાં.


11. જેઠીબાઈ હાથમાં શું લઈને અધિકારીઓ પાસે ગયાં હતાં ?

Ans. જેઠીબાઈ હાથમાં સળગતી મશાલ લઈને અધિકારીઓ પાસે ગયા હતાં.


12. જેઠીબાઈની ઓઢણીનું કયું નામ પ્રખ્યાત બની ગયું?

Ans. જેઠીબાઈની ઓઢણીનું નામ ‘પાન-દ-જેઠી’ નામ પ્રખ્યાત બની ગયું.


13. પોર્ટુગલની રાણી ડૉન લ્યૂઝાની આજ્ઞાનો ઠરાવ શેના પર કોતરવામાં આવ્યો?

Ans. પોર્ટુગલની રાણી ડોન લ્યૂઝાની આજ્ઞાનો ઠરાવ તામ્રપત્ર પર કોતરવામાં આવ્યો.


14. જેઠીબાઈમાં કયા ગુણ હતા?

Ans. જેઠીબાઈમાં કુનેહ, સમયસૂચકતા અને હિંમતના ગુણ હતા.


15. રંગાટકળાને કોણે ખૂબ ખીલવી હતી?

Ans. રંગાટકળાને ખત્રીઓએ ખૂબ ખીલવી હતી.


16. જેઠીબાઈના પતિનું નામ શું હતું?

Ans. જેઠીબાઈના પતિનું નામ પંજુ ખત્રી હતું.


17. જેઠીબાઈમાં કયા બે ગુણો હતાં ?

Ans. જેઠીબાઈમાં હિંમત અને કુનેહ બે ગુસ્સ હતાં.


18. કચ્છનો કયો કામદાર છેલ્લા શ્વાસ લઈ રહ્યો હતો ?

Ans. કચ્છનો કાનજી કામદાર છેલ્લા શ્વાસ લઈ રહ્યો હતો.


19. જામનગરમાં કોનું શાસન હતું ?

Ans. જામનગરમાં જામ રાવળનું શાસન હતું.


20. કયા પ્રદેશમાં જામનગરનું રંગાટકામ વખણાતું ?

Ans. સૌરાષ્ટ્ર પ્રદેશમાં જામનગરનું રંગાટકામ વખણાતું.


21. પોર્ટુગીઝોએ કયું બંદર જીતી લીધું ?

Ans. પોર્ટુગીઝોએ દીવ બંદર જીતી લીધું.


22. જેઠીમાએ કાનજીને શેનું વચન આપ્યું ?

Ans. જેઠીમાએ કાનજીને કહ્યું કે “તારો દીકરો એ હવે મારો દીકરો છે. તું સુખેથી તારા જીવને ગતે કર.”


23. જેઠીબાઈએ શેના પર કાળા કાયદાથી છૂટવા લખાણ છપાવ્યું ?

Ans. જે ઠીબાઈએ મોટી રેશમી ઓઢણી પર કાળા કાયદાથી છૂટવા લખાણ છપાવ્યું.


24. દીવ બંદરેથી જેઠીબાઈ કેટલા દિવસે પોર્ટુગલ પહોંચે છે ?

Ans. દીવ બંદરેથી જેઠીબાઈ બે અઠવાડિયે પોર્ટુગલ પહોંચે છે.


નીચેના પ્રબોના બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો :


1. પોર્ટુગલ ગવર્નરના બે મોટા અધિકારીઓએ જેઠીબાઈને શી મદદ કરી?

Ans. પોર્ટુગલ ગવર્નરના બે મોટા અધિકારીઓ – એન્ટૉનિયોમેલો-દ-કેસ્ટ્રો અને એનલિકેસ્ટ્રો—એ ઘણી સહાનુભૂતિથી જેઠીબાઈને મુલાકાત આપી. એમની બધી હકીકત ધ્યાનમાં લીધી. આ ઑફિસરોએ પોર્ટુગલની રાણી ડૉન લ્યૂઝાની મુલાકાતની જેઠીબાઈને સગવડ કરી આપી, એટલું જ નહિ જેઠીબાઈની અરજ પર ખાસ લક્ષ્ય આપવાની ભલામણ પણ કરી દીધી.


2. કાનજી કામદારનું પાત્રાલેખન કરો.

Ans. કાનજી કામદાર કચ્છનો હતો. દીવના રંગાટ અને વણાટકામના કારખાનામાં નોકરી કરતો હતો. પત્ની ગુજરી ગઈ હતી, એ કે દસ વર્ષનો દીકરો હતો, જે હવે ચૌદ વરસનો થયો હતો. પોતે ગંભીર બીમાર હતો, જેઠીમાએ દીકરા પમાને પોતાનો દીકરો . માન્યો, પછી કાનજીનું શાંતિથી અવસાન થયું. જેઠીમાં કારખાનાના બધાં જ કામદારોની માં હતાં.


3. પોર્ટુગીઝનો દીવમાં ચાલતો કાળો કાયદો કેવો હતો ?

Ans. પોર્ટુગીઝોનો દીવમાં કાળો કાયદો ચલાવતા હતા. જે વ્યક્તિ નિરાધાર થઈ જાય, તેની માલ-મિલકત સરકાર લઈ લે અને જે તે વ્યક્તિને ફરજિયાત ખ્રિસ્તી ધર્મ સ્વીકારવો પડે. જેઠીમાએ આ કાયદો નાબૂદ કરાવ્યો.


4. નિરાધાર પમાને બચાવવા જેઠીમાએ શું કર્યું?

Ans. નિરાધાર પમાને બચાવવા માટે જેકીમાએ કાનજીના અવસાનને દબાવી દીધા. રાતોરાત પમાને બીજા કામદારની પુત્રી સાથે લગ્ન કરાવી દીધા. ઘરવખરી આપી ઘર વસાવી દીધું, જેઠીમાએ પમાના લગ્ન કરાવીને તેને નિરાધારમાંથી આધારવાળો બનાવી પોર્ટુગીઝના કાળા કાયદાથી બચાવી લીધો.


નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો :


1. કાનાભાઈ (કાનજી)નો જીવ કેમ રૂંધાતો હતો? જેઠીબાઈએ તેને કેવી રીતે મદદ કરી?

Ans. કાનાભાઈ (કાનજી) જેઠીબાઈના કારખાનાનો કામદાર હતો. એ મરણપથારી પર પડેલ હતો. એના મૃત્યુ બાદ ચૌદ વર્ષના એના પુત્ર પર ખ્રિસ્તી પાદરીઓનો કાયદો આફત વરસાવશે એની ચિંતા એના કાળજાને કોરી ખાતી હતી. એનો જીવ રૂંધાતો હતો. જેઠીબાઈ એના મનની વાત પામી ગયાં. એમણે એના દીકરાનો હાથ પોતાના હાથમાં લઈને કહ્યું: “કાના, હું આજે ભગવાનને સાક્ષી રાખીને પ્રતિજ્ઞા લઉં છું કે મારું આખું કારખાનું ઊંધું વળી જાય તોપણ તારા દીકરાને ઊની આંચ આવવા નહિ દઉં! આજથી આ દીકરો તારો નથી પણ મારો છે. તું સુખેથી તારો જીવ ગતે કર.”

          કાનાને જેઠીમાના વચનોમાં પૂરેપૂરી શ્રદ્ધા હતી. તેનું અવસાન થયું. જેઠીબાઈએ પણ તેના દીકરાને ઊની આંચ આવવા ન દીધી.


2. જેઠીબાઈએ પોર્ટુગીઝ સરકારનો જુલમી કાયદો કેવી રીતે રદ કરાવ્યો?

Ans. પોર્ટુગીઝ સરકારનો એક કાયદો એવો હતો કે, કોઈ પણ બાળક નિરાધાર હોય તો તેને બળજબરીથી ખ્રિસ્તી બનાવીને તેનાં માલમિલકત જપ્ત કરી લેવાં. આ કાયદો જેઠીબાઈના અંતરમાં કાંટાની જેમ ખટકતો હતો.

              જેઠીબાઈએ એક બાહોશ બૅરિસ્ટરની સલાહ લઈને પોર્ટુગલની રાણી ઉપર આ જુલમની કહાણી પોર્ટુગીઝ ભાષામાં હૃદયદ્રાવક શબ્દોમાં લખાવીને તૈયાર કરી. ત્યારપછી મોટી રેશમી ઓઢણી પર આ અરજી મોટા અક્ષરોમાં સાંગોપાંગ છાપીને તૈયાર કરી. અરજીની આજુબાજુ ચારે તરફ એક સુંદર ફૂલવેલ છાપીને ગોઠવી દીધી. અરજીમાં માતબર હિંદુ ગૃહસ્થોની સહીઓ પણ લેવામાં આવી.

                 આ અરજી છાપેલી ઓઢણીને સુંદર કિનખાબની થેલીમાં મૂકીને જેઠીબાઈ પોર્ટુગલ ગયાં. બે ઑફિસરોએ રાણી ડોન લ્યૂઝાની મુલાકાતની સગવડ કરી આપી. બંનેની મુલાકાત થઈ. જેઠીબાઈએ હૃદય ખોલીને બધી હકીકત રજૂ કરી અને ઓઢણી રાણીને ભેટ કરી. અરજીની કરુણ કહાણીએ રાણીની આંખોમાં આંસુ આણી દીધાં. સ્ત્રીના હૃદયને સ્ત્રી પારખી ગઈ.

                    રાણીએ જેઠીબાઈની કલામય કૃતિ માટે અને હિંમત માટે તેમને ધન્યવાદ આપ્યા અને ભારતમાં પોર્ટુગીઝ સત્તાનો જુલમી કાયદો પોતાના ખાસ ફરમાનથી રદ કરાવ્યો.


નીચેના પ્રશ્નોના સૂચના મુજબ ઉત્તર લખો :


નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો :


કુનેહ – યુક્તિ, ચતુરાઈ,

સમસ્ત – બધા,

પરમધામ – સ્વર્ગ,

નમાયો – મા વગરનો,

હુન્નર – કસબ, કારીગરી,

વટાળપ્રવૃત્તિ – વટલાવવાની પ્રવૃત્તિ,

લપટાવવું-ખરડાવવું,

નિરાધાર – અનાથ,

જપ્ત કરવું – દંડ રૂપે કબજે કરવું,

બેમર્યાદ – મર્યાદાનો વિરોધી,

આપખુદી – સ્વેચ્છાચાર,

ઉત્પાત – ધાંધલ, ધમાલ,

શમાવી દેવું – ટાઢું પાડવું, શાંત પાડવું,

રણચંડી – રણયુદ્ધની देवी, 

જાલિમ – જુલમ કરનારું,

મુકદ્દમો – અદાલતી દાવો,

માતબર – ભરપૂર, સમૃદ્ધ,

આબેહૂબ – હૂબહુ,

ચિતાર – આબેહૂબ વર્ણન

સૌજન્ય – સજ્જનતા, માણસાઈ

અજ્ઞાની – ઓછું ભણેલા,

શાણપણ – ડહાપણ,

ઉત્પાત – ધાંધલ, તોફાન

મમત – હઠ


નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો :


અમાસ × પૂનમ

ન્યાય × અન્યાય

અંધકાર × ઉજાસ

વિજય × પરાજય

અજ્ઞાની × જ્ઞાની

નૈતિક × અનૈતિક

ભોળું × લુચ્ચ

તામ્રપત્ર × સુવર્ણપત્ર

શાંત × અશાંત

ચાલુ × બંધ

પ્રવૃત્તિ x નિવૃત્તિ

સગવડ X અગવડ


રૂઢિપ્રયોગ


કાળજાને કોરી ખાવું-દુઃખની અનુભૂતિ થવી. 

ઊની આંચ ન આવવી – જરાય દુ:ખ કે તકલીફ ન આવવી. 

બાજી બગડી જવી – યોજના કે ગોઠવણ નિષ્ફળ જવી. 

ધૂળમાં મળી જવું – નાશ પામવું 

પેટનો ખાડો પૂરવો – ખાવું, ગુજરાન ચલાવવું. 

પ્રાણ પરવારી જવા – મૃત્યુ થવું. 

પડદો પાડી દેવો – કોઈ વાતની ચર્ચાને ઢાંકી દેવી. 

હાથ ઘસતા રહી જવું – હારી જવું, થાકી જવું. 

ચાંચડની માફક ચોળી નાખવું – ક્રૂરતાથી દબાવી દેવું. 

જમીન-આસમાન એક કરવાં – ખૂબ પ્રયત્ન કરો


નીચેના શબ્દસમૂહ માટે એક શબ્દ લખો :


કામ કઢાવી લેવાની કળા – કુનેહ

અંધારિયા પક્ષનો છેલ્લો દિવસ – અમાસ

કારીગરવાળો ઉઘોગ – હુન્નર

બહાદુર સ્ત્રી – વીરાંગના

નિરાધાર બાળકોને રહેવાનું સ્થળ – અનાથાશ્રમ

પહેલાના વખતમાં થઈ ગયેલું – પુરોગામી

પથ્થર પર કોતરેલો લેખ – શિલાલેખ

Open chat