Chapter 16
પ્રાણનો મિત્ર
–રવીન્દ્રનાથ દેવેન્દ્રનાથ ટાગોર
(જન્મ: 07-05-1861; મૃત્યુ: 07-08-1941)
સ્વાધ્યાય
Que. 1. નીચેના પ્રશ્નો સાથે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની (✓) નિશાની કરો.
1. ‘પ્રાણનો મિત્ર’ વાર્તા આપણને શેની માવજત માટે જાગૃત કરે છે ?
(a) તંદુરસ્તીની (b) પ્રાણીની (c) પર્યાવરણની (d) પાણીની
Ans. (c) પર્યાવરણની
2. બલાઈને સૌથી વધુ આકર્ષણ કયા વૃક્ષનું હતું ?
(a) દેવદાર (b) ગુલમહોર (c) શીમળો (d) પીપળો
Ans. (c) શીમળો
3. બલાઈને ઉછેરીને કોણે મોટો કર્યો હતો?
(a) દાદીએ (b) માસીએ (c) કાકીએ (d) ફોઈએ
Ans. (c) કાકીએ
Que. 2. નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો :
1. છોકરાઓ ઝાડ પર પથ્થર ફેંકીને કાતરા પાડતા ત્યારે બલાઈની પ્રતિક્રિયા કેવી હતી ?
Ans. છોકરાઓ ઝાડ પર પથ્થર ફેંકીને કાતરા પાડતા ત્યારે બલાઈ ત્યાંથી મોં ફેરવીને ચાલ્યો જતો હતો.
2. મજૂરો ઘાસ કાપવા આવતા ત્યારે બલાઈને શી લાગણી થતી ?
Ans. મજૂર ઘાસ કાપવા આવ્યો ત્યારે બલાઈને માટે એ દિવસ સૌથી વધુ દુ:ખનો દિવસ હતો; કારણ કે ઘાસને તેણે ફરી ફરીને જોયું હતું. આ બધું કપાઈ જશે, તેથી દુઃખી હતો.
Que. 3. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો :
1. બલાઈને પ્રકૃતિ સાથે કેવી લાગણી છે?
Ans. ભલાઈને પ્રકૃતિ સાથે સ્વજન જેવી લાગણી છે. વૃક્ષો, પુષ્પો, લીલું ભરાવદાર ઘાસ જોઈને તેનું મન પ્રસન્ન થઈ જાય છે. તેમને નુકસાન થતું જોઈ તેનું મન વ્યથા અનુભવે છે.
2. મજૂરો ઘાસ કાપવા આવતા ત્યારે બલાઈ કાકીને શું કહેતો? કાકી શું જવાબ આપતાં ?
Ans. મજૂરો ઘાસ કાપવા આવતા તે બલાઈનો સૌથી વધુ દુઃખનો દિવસ બનતો. તે કાકીને કહેતો, “પેલા મજૂરોને કહો ને, મારાં આ વૃક્ષો ન કાપે!” કાકી એને જવાબ આપતાં કહેતાં, “બલાઈ, તું કેવી ગાંડા જેવી વાત કરે છે ! આ બધું તો જંગલ છે, એ સાફ કર્યા વિના ચાલશે કેવી રીતે?”
Que. 4. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો :
1. બલાઈનો પ્રકૃતિપ્રેમ વર્ણવો.
Ans. બલાઈને પ્રકૃતિ પ્રત્યે સ્વજન જેવી ઊંડી લાગણી છે. ઢોળાવ પરના ભરાવદાર ઘાસ જોઈને તેનું મન પ્રસન્ન થઈ જાય છે. તેને ઘાસના પુંજમાં ગબડવાની મજા પડે છે. કોઈ છોડનું ફૂલ તોડે, છોકરા કાતરા પાડવા ઝાડ પર પથરા ફેંકે કે મજૂરો ઘાસ કાપે, તે જોઈ તે કશું કહી શકતો નહિ પરંતુ વ્યથા અનુભવે છે. બગીચામાં શીમળાના વૃક્ષનો અંકુર ફૂટેલો જોઈ તે તેની ખૂબ માવજત કરે છે. તે તેને પોતાના હાથે દરરોજ થોડું પાણી પાય છે. તેની પર્ણસમૃદ્ધિ જોઈ તેને તે અદ્ભુત વૃક્ષ લાગે છે. તેનું તે પ્રિય વૃક્ષ બની જાય છે.
વિલાયતી ઢબે શિક્ષણ લેવા તેના પિતા તેને સિમલા લઈ જાય છે. બે વર્ષ પછી તે તેની કાકીને તેના પ્રિય શીમળાના વૃક્ષનો એક ફોટોગ્રાફ મોકલી આપવા માટે પત્ર લખે છે. તે પોતાના મિત્ર(શીમળા)નો ફોટો વિલાયત સાથે લઈ જવા ઇચ્છે છે. આમ, બલાઈનો પ્રકૃતિપ્રેમ દરેક ઘટનામાં જોવા મળે છે.
2. બલાઈ કયું વૃક્ષ ન કાપવાની વિનંતી કરે છે? શા માટે?
Ans. બગીચાના રસ્તાની વચમાં જ શીમળાના વૃક્ષનો અંકુર ફૂટી નીકળ્યો હતો. તે બલાઈની નજરે પડ્યો. બલાઈ દરરોજ તેની માવજત કરવા લાગ્યો. તે પોતાના હાથે તેને થોડું પાણી પાતો. સવાર સાંજ છોડ કેટલો વધ્યો તેની તપાસ કરતો. છોડ જ્યારે બે હાથ ઊંચો થયો ત્યારે તેની પર્ણસમૃદ્ધિ જોઈ તેને તે અદ્ભુત વૃક્ષ માનવા લાગયો.
શીમળાનું વૃક્ષ રસ્તાની વચ્ચે હોવાથી તેને કાપી નાખવાનું એના કાકાએ વિચાર્યું. પરંતુ તે બલાઈનું પ્રિય વૃક્ષ હોવાથી તે વૃક્ષ ન કાપવાની બલાઈએ વિનંતી કરી. છેવટે તે ઝાડ રહેવા દીધું.
Extra Questions
નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો :
1. પ્રાણનો મિત્ર’ પાઠના લેખકનું નામ જણાવો.
Ans. ‘પ્રાણનો મિત્ર’ પાઠના લેખક રવીન્દ્રનાથ ટાગોર છે.
2. ‘પ્રાણનો મિત્ર’ વાર્તા રવીન્દ્રનાથ ટાગોરે કઈ ભાષામાં લખી હતી?
Ans. ‘પ્રાણનો મિત્ર’ વાર્તા રવીન્દ્રનાથ ટાગોરે બંગાળી ભાષામાં લખી હતી.
3. ‘બલાઈ’નો ગુજરાતીમાં અનુવાદ કોણે કર્યો છે?
Ans. ‘બલાઈ’નો ગુજરાતીમાં અનુવાદ પ્રસાદ બ્રહ્મભટ્ટે કર્યો છે.
4. રવીન્દ્રનાથ ટાગોરને કયું પારિતોષિક પ્રાપ્ત થયું હતું? કેમ?
Ans. રવીન્દ્રનાથ ટાગોરને તેમના ‘ગીતાંજલિ’ કાવ્યસંગ્રહ માટે વિશ્વવિખ્યાત ‘નોબેલ પારિતોષિક’ પ્રાપ્ત થયું હતું.
5. “એ વૃક્ષ તો કપાઈ ગયું છે!” આ વાક્ય કોણ બોલે છે?
Ans. “એ વૃક્ષ તો કપાઈ ગયું છે!” આ વાક્ય લેખક રવીન્દ્રનાથ ટાગોર બોલે છે.
6. શીમળાનું વૃક્ષ કાપી નાખવું કેમ જરૂરી હતું?
Ans.nશીમળાનું વૃક્ષ કાપી નાખવું જરૂરી હતું, કારણ કે તે રસ્તાની વચ્ચોવચ ઊગ્યું હતું.
7. બલાઈને સિમલાથી ભણવા માટે ક્યાં લઈ જવાનો હતો?
Ans. બલાઈને સિમલાથી ભણવા માટે વિલાયત લઈ જવાનો હતો.
8. ‘પ્રાણનો મિત્ર’ એટલે કોણ?
Ans. ‘પ્રાણનો મિત્ર’ એટલે શીમળો.
9. મોટા ભાઈ શા માટે વિલાયત ગયા?
Ans. મોટા ભાઈ એન્જિનિયરિંગના અભ્યાસ અર્થે વિલાયત ગયા.
10. મોટા ભાઈ કેટલાં વર્ષ પછી વિલાયતથી પાછા આવ્યા?
Ans. મોટા ભાઈ દસેક વર્ષ પછી વિલાયતથી પાછા આવ્યા.
11. મોટા ભાઈ બલાઈને સિમલા કેમ લઈ ગયા ?
Ans. મોટા ભાઈ બલાઈને અંગ્રેજી ઢબે શિક્ષણ આપવા સિમલા લઈ ગયા.
12. કાકીના ખોળામાં બેસીને તે કાકીને શું કહે છે?
Ans. કાકીના ખોળામાં બેસીને તે કાકીને કહે છે : ‘પેલા મજૂરોને કહોને, મારાં આ વૃક્ષને ન કાપે !’
13. કાકી બલાઈને શો જવાબ આપે છે ?
Ans.કાકી બલાઈને જવાબમાં કહે છે, “બલાઈ, તું કેવી ગાંડા જેવી વાત કરે છે ! આ બધું જો જંગલ છે, એ સાફ કર્યા વિના ચાલશે કેવી રીતે ?”
14. એક દિવસ બલાઈ લેખકને શું બતાવે છે ?
Ans. એક દિવસ બલાઈ લેખકને શીમળાનો છોડ બતાવે છે.
15. બલાઈને કયું ઝાડ વધુ ગમતું હતુ?
Ans. બલાઈને બીજા ઝાડ કરતાં શીમળાનું આ ઝાડ સૌથી વધુ ગમતું હતું.
16. લેખકે બલાઈના શીમળાના ઝાડને બદલે શું લાવી આપવાનું કહ્યું ?
Ans. લેખકે બલાઈના શીમળાના ઝાડને બદલે ગુલાબના કેટલાક સુંદર છોડ લાવી આપવાનું કહ્યું.
17. બલાઈ કોના ખોળામાં ઉછરીને મોટો થયો ?
Ans. બલાઈ કાકીના ખોળામાં ઉછરીને મોટો થયો.
18. સિમલાથી બલાઈએ કાકી પાસે શું મંગાવ્યું? કેમ ?
Ans. સિમલાથી બલાઈએ કાકી પાસે પોતાના પ્રિય વૃક્ષ શીમળાનો એક ફોટોગ્રાફ મંગાવ્યો હતો. વિલાયતમાં તે સાથે લઈ જવા માગતો હતો.
નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો :
1. કાકીનો બલાઈ તરફનો પ્રેમ વર્ણવો.
Ans. પોતાની જેઠાણીના અવસાન બાદ ધાવણા ભલાઈને ઉછેરવાની જવાબદારી કાકી એક માની જેમ અદા કરે છે. તેને ખૂબ લાડકોડમાં ઉછેરે છે, મોટો કરે છે. ખૂબ વહાલ વરસાવે છે. પોતે નિઃસંતાન છે, એટલે બલાઈને જ પોતાનો પુત્ર માનીને મોટો કરે છે. શીમળાના વૃક્ષને ન કાપવા તે પોતાના પતિને ભલામણ અને વિનંતી કરે છે. વિલાયત જતા બલાઈના માટે શીમળાનો ફોટોગ્રાફ મોકલવા ચાહે છે, પણ અફસોસ ! કાકાએ શીમળાને કપાવી નાખ્યો હતો. શીમળાનું વૃક્ષ બલાઈમાં પ્રતિરૂપ હતું. પોતાના પ્રાણનું કે મિત્ર હતું. કાકી આને કારણે બે દિવસ જમતા નથી અને ઘણાં દિવસ કાકા સાથે વાત સુદ્ધાં કરતાં નથી. આમ, કાકીને બલાઈ ખૂબ જ પ્રિય હતો. બલાઈ સિમલા અને વિલાયત ભણવા ગયો, તેથી કાકી ખૂબ જ દુ:ખી પણ થયેલા છે.
2. ‘શીમળાનું વૃક્ષ કપાઈ ગયું છે!’ એમ જાણીને તેની બલાઈની કાકી પર શી અસર થઈ?
Ans. ‘શીમળાનું વૃક્ષ કપાઈ ગયું છે !’ એમ જાણીને બલાઈની કાકીને તેનું ખૂબ દુ:ખ થયું. એમણે બે દિવસ અન્નનો દાણો મોંમાં નાખ્યો નહિ અને ઘણા દિવસ સુધી લેખક સાથે વાત સુદ્ધાં ન કરી.
નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો :
1. લેખકનું વૃક્ષ, ઘાસ, બલાઈ અને પત્ની તરફ કેવું વર્તન રહે છે ?
Ans. લેખકને વૃક્ષ બહુ ગમતા નથી, શીમળાને વૃક્ષને શરૂથી જ કાપવાની વાચ વિચારે છે અને છેવટે કાપીને – કપાવીને હાશ ! કરે છે, ઢોળાવ પરના ધાસને પણ મજૂરો પાર્સ કપાવે છે અને શાંતિ મેળવે છે. બલાઈ તરફ બહુ પ્રેમ નથી. નિઃસંતાન હોવાને કારણે અને પોતાની ભાભીનો ધાવણ દીકરી હોવાને કારણે તેને ઉછેરે છે. ભાભીના અવસાનથી આ દીકરો તેમને સંભાળવો પડે છે. પોતાની પત્ની ત૨ફ મર્યાદિત પ્રેમ રાખે છે. પત્નીના કહેવાથી બલાઈની વાતો માને છે; પણ પત્ની તરફ બહુ લાગણી દેખાતી નથી, આમ, લેખકને વૃક્ષ, ઘાસ, બલાઈ કે પત્ની તરફ ખાસ આકર્ષણ કે લાગણી જેવું દેખાતું નથી.
નીચેના પ્રશ્નોના સૂચના પ્રમાણે લખો.
નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો :
ડિલ – શરીર,
ધ્વનિ – અવાજ,
પુંજ – ઢગલો,
ડોક – ગરદન
વ્યથા – પીડા,
લતા – વેલ,
અનામી- નનામું,
ઉપસંહાર – સારાંશ
પ્રકૃતિ – સ્વભાવ
ધ્વનિ – સ્વર, નાદ,
નિષ્ઠુર – ક્રૂર, નિર્દય,
અંકુર – ફણગો, બીજ
ઘુલોક – સ્વર્ગ
પ્રલાપ – અસંગત બબડાટ
અરણ્ય – જંગલ, વન
વયસ્યભાવ – મિત્રતા, મિત્રભાવ
પ્રસન્ન – આનંદિત,
પદાર્થ – વસ્તુ, દ્રવ્ય
નવાંકુર – નવો ફણગો
સ્મૃતિ – સ્મરણ, યાદ
નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો :
ભીતર × બહાર
પ્રિય X અપ્રિય
નિષ્ઠુર x દયાળુ
મોટું x નાનું
યોગ્ય × અયોગ્ય
ધ્યાન × બેધ્યાન
ખોટી × ખરી
જન્મ × મરણ
ઉત્સાહ × નિરુત્સાહ
નિષ્ફર × દયાળુ
સવાર × સાંજ
રૂઢિપ્રયોગ
લાગ આવવું. – દુઃખ થવું.
મન પ્રસન્ન થવું – ખુશી થવી,
હૃદયમાં ધા થવો. – દુઃખની તીવ્ર અનુભૂતિ થવી.
અન્નનો દાણો મોંમાં ન નાખવો. – ખાવું નહિ
નસ કપાવી – દુઃખ થવું.
આકાશ-પાતાળ એક કરવા – કોઈ પ્રયાસ બાકી ન રાખવો.
હૃદયમાં થા થવો – દુ:ખની તીવ્ર અનુભૂતિ થવી.
નીચેના શબ્દસમૂહ માટે એક શબ્દ લખો :
કાયમ મુસાફરી કરનાર – ચિરપથિક
જેમાં સમયની મર્યાદા ન હોય એવું – નિરવધિ, અનંત
સમાન ગુણ લક્ષણ હોવાપણું – પ્રતિરૂપ
ટચલી આંગળી પાસેની આંગળી – અનામિકા
હવાઈ કિલ્લા બાંધનાર – શેખચલ્લી
પોતાના હાથે લખાયેલું પોતાનું જીવનવૃત્તાંત – આત્મકથા
જેના સ્પર્શથી લોખંડ સોનું બની જાય તેવો મણિ – પારસમણિ