Chapter 17
ટિફિન
-પ્રેમજી સોમાભાઈ પટેલ (જન્મ : 12-02-1955)
સ્વાધ્યાય
Que. 1. નીચેના પ્રશ્નો સાથે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની (✓) નિશાની કરો.
1. ટિફિન લઈ માંડવીમાં પ્રવેશતા વાર્તાનાયક કોને સાદ કરે છે ?
(a) પત્નીને (b) બાળકોને (c) અમથી માને (d) જીવી માને
Ans. (c) અમથી માને
2. ‘ટિફિન’ કૃતિમાં ગાય માટે કયો શબ્દ પ્રયોજાયો છે.
(a) માતા (b) કામધેનુ (c) કાળવી (d) ગોરવી
Ans. (d) ગોરવી
Que. 2. નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો :
1. વાર્તાનાયક ટિફિન લઈ માંડવીમાં પ્રવેશે છે ત્યારે અમથીમાં શું કરતાં નજરે પડે છે ?
Ans. વાર્તાનાયક ટિફિન લઈને માંડવીમાં પ્રવેશે છે ત્યારે અમથીમા રોટલાં પડતાં નજરે પડે છે.
2. વાર્તાનાયક અમથીમાને શું કહે છે ?
Ans. વાર્તાનાયક અમથીમાને કહે છે કે મેં ટિફિન આપી જવાનું કહ્યું હતું તો આ રોટલાનું વૈતરું શું કામ?
Que. 3. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો :
1. ‘આ રોટલાનું વૈતરું શું કામ?’ – આ વાક્યનો પ્રત્યુત્તર શો મળે છે?
Ans. ‘આ રોટલાનું વૈતરું શું કામ?’ આ પ્રશ્નનો ઉત્તર આપતાં અમથીમા હળવાશથી કહે છે: ‘ઉં ધરાઈ જાઉં પણ આ સામે બેઠી કાળવી અને ગોરવી હમણાં આવશે . એ બંનેને શો જવાબ આપવાનો?’
Que. 4. નીચેના પ્રશ્નનો સવિસ્તાર ઉત્તર લખો :
1. ‘ટિફિન’ લઘુકથાનું હાર્દ સમજાવો.
Ans. જમણવારનો પ્રસંગ છે. પ્રૌઢો માટે ટિફિન ઘેર આવવાનું છે. ટિફિન આપવા આવનાર જુએ છે કે અમથીમા રોટલા ઘડી રહ્યાં છે. તે અમથીમાને તે વિશે પૂછે છે ત્યારે અમથીમા કહે છે, ‘હું ધરાઈ જાઉં પણ આ કાળવી અને ગોરવીનું શું?’ કાળી કૂતરી અને ગોરી ગાય અમથીમાનાં પોતીકાં છે, એમનાં કુટુંબી છે. આમ, મનુષ્યનો પ્રાણીઓ સાથેનો સંબંધ કેવો ઉષ્માભર્યો હોય છે તે ભાવ આ ઘટનામાં સચોટ રીતે પ્રગટ થાય છે.
Extra Questions
નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો :
1. ‘ટિફિન’ લઘુકથાના લેખકનું નામ જણાવો.
Ans. ‘ટિફિન’ લઘુકથાના લેખક પ્રેમજી પટેલ છે.
2. ‘ટિફિન’નો સાહિત્યપ્રકાર જણાવો.
Ans. ‘ટિફિન’ એ લઘુકથા છે.
3. ‘ટિફિન’ લઘુકથા શેમાંથી લેવામાં આવી છે?
Ans. ‘ટિકિન’ લઘુકથા ‘પ્રેમજી પટેલની શ્રેષ્ઠ લઘુકથાઓ’માંથી લેવામાં આવી છે.
4. ‘ટિફિન’ કૃતિમાં ‘કાળવી’ શબ્દ કોના માટે વપરાયો છે?
Ans.’ટિફિન’ કૃતિમાં ‘કાળવી’ શબ્દ કૂતરી માટે વપરાયો છે.
5. અમથીમાને આ બે પ્રાણીઓ કેવાં લાગે છે ?
Ans. અમથીમાને આ બે પ્રાણીઓ પોતાનાં કુટુંબીજનો જેવાં લાગે છે.
6. વાર્તાનાયકને રોટલા ઘડવાનું કામ કેવું લાગે છે ?
Ans. વાર્તાનાયકને રોટલા ઘડવાનું કામ વૈતરાં સમાન લાગે છે.
7. અમથીમાને ઘેર રોજ કોણ જમવા આવે છે ?
Ans.અમથીમાને ઘેર રોજ કાળવી કૂતરી અને ગોરવી ગાય જમવા આવે છે.
8. કાળવી અને ગોરવીને ભોજન ન મળે શું નાખે ?
Ans. કાળવી અને ગોરવીને ભોજન ન મળે તો નૈહાકા (નિસાસા) નાખે.
નીચેના પ્રશ્નોના ઉત્તર સૂચના મુજબ લખો.
નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો :
સાદ – અવાજ, બૂમ
માંડવી – નાનો ઝરૂખો
ધમાલ – કામ માટે દોડધામ
ઇશારો – સંકેત
વૈતરું – પરાણે કરાવવામાં આવતું કામ
માજી – બા
નેહાકો- નિસાસો
પ્રવેશ – દાખલ થવું
ટિફિન – બીજેથી પોતાના વાસણમાં લાવેલું ભોજન
ધરાઈ જવું – તૃપ્ત થવું
નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો :
સવાલ × જવાબ
પ્રૌઢ × યુવાન
નાના × મોટા
પરોપકાર × સ્વાર્થ
લધુ × ગુરુ
પોતીકાં × પારકાં
દિવસ × રાત
ઉત્તમ × કનિષ્ઠ
નીચેના શબ્દસમૂહ માટે એક શબ્દ લખો :
ઘર આગળની ઊંચી બેઠક – માંડવી
પરાણો કરાવવામાં આવતું કામ – વૈતરું
પંખીઓને દાણા નાખવાની જગ્યા – ચબૂતરો
ત્રણ ફૂટ જેટલું માપ – વાર
નાટકની ભજવણી માટેનું સ્થાન – રંગમંચ
જરૂરી ખર્ચ જ કરવું – કરકસર