Chapter 2 શરણાઈના સૂર
ચુનીલાલ કાળિદાસ મડિયા (જન્મ : 12-08 -1922; મૃત્યુ: 09 – 12 – 1968)
સ્વાધ્યાય
Que. 1. નીચેના પ્રશ્નો સાથે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની (✓) નિશાની કરો.
1. ‘શરણાઈના સૂર’ કૃતિમાં કોના વાત્સલ્યભાવની વાત કરવામાં આવી છે ?
(a) ભૂધર મેરાઈ (b) રમઝુ મીર (c) તળશી વેવાઈ (d) ગવરી
Ans. (b) રમઝુ મીર
2. ‘હવે હાલ્યની ઝટ, હાલ્યની, આમ ડગલે ને પગલે દાદ લેવા ઊભો રહીશ તો કે’દી પાદરે પોગાડીશ’ – વાક્ય કોણ બોલે છે ?
(a) મેરામણ (b) ભૂધર વેવાઈ (c) રમઝુ મીર (d) તળશી વેવાઈ
Ans. (b) ભૂધર વેવાઈ
Que. 2. નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો.
1. ગવરીના વિદાયપ્રસંગે રમઝુ મીરને કોનું સ્મરણ થાય છે?
Ans. : ગવરીના વિદાયપ્રસંગે રમઝુ મીરને પુત્રીનું સ્મરણ થાય છે.
2. રમઝુ મીર પત્નીની કબરે ફૂલ ચડાવવા જતો ત્યાં કયા ફૂલછોડની મહેકને માણતો?
Ans. : રમઝુ મીર પત્નીની કબરે ફૂલ ચડાવવા જતો ત્યાં મરવાના ફૂલછોડની મહેકને માણતો.
Que. 3 નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો :
1દાદમાં મળેલા પૈસા રમઝુ મીર ગવરીને શા માટે આપી દે છે?
Ans. રમઝુ મીરે પત્નીના અવસાન પછી બે વરસની દીકરીને ખૂબ લાડથી મોટી કરી હતી. તેનાં લગ્નના આઠમે દિવસે એનું ભેદી મૃત્યુ થયું હતું. ગવરીના વિદાયપ્રસંગે પોતાની દીકરીનો વિદાયપ્રસંગ યાદ આવતાં દાદમાં મળેલા પૈસા રમઝુ મીર ગવરીને આપી દે છે.
2. શરણાઈ વગાડતી વખતે રમઝુ મીર સકીનાને કેવી રીતે સાચવતો?
Ans. શરણાઈ વગાડતી વખતે રમઝુ મીર એને પીઠ પર બેસાડતો. સકીના પિતાના ગળામાં હાથ પરોવી, વાંદરીને પેટે વળગેલા બચોળિયાની જેમ પિતાને વળગી રહેતી.
4. નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો.
1. ‘શરણાઈના સૂર’ – કૃતિને આધારે પિતાની વેદનાનું વર્ણન કરો.
Ans. રમઝુ મીર શરણાઈવાદક છે. ભરજુવાનીમાં ઘરભંગ થયેલા રમઝુને બે વરસની માવિહોણી બાળકીની માતા થવું પડેલું. રમઝુએ દીકરી સકીનાને સગી મા કરતાંય સવાયા હેતથી મોટી કરેલી. ન-માઈ પુત્રીને જરા પણ ઓછું ન આવે એની તકેદારી રાખી હતી. સકીના મોટી થઈ. તેને પરણાવી. પરંતુ સકીનાને સાસરિયે મોકલ્યા પછી આઠમે દિવસે જ એનું ભેદી મૃત્યુ થયું. સકીનાના ભેદી મૃત્યુથી રમઝુ મીર પુત્રી તેમજ પત્ની – બંનેના દેહવિલયનો વિયોગ અનુભવ્યો. દિવસો સુધી તો એ અવાક્ થઈ ગયેલો. એની ચિત્તભ્રમ જેવી દશા જોઈને લોકો કહેતા કે ડોસાની ડાગળી ચસકી ગઈ છે.
ગવરીની વિદાયવેળાએ રમઝુ મીરે શરણાઈનો સૂર છેડયો. સકીનાને સાસરે વળાવવી પડી હતી ત્યારે રમઝુ મીરે પારાવાર દુઃખ અનુભવ્યું હતું. આજે એવો જ પ્રસંગ આવતાં શરણાઈના સૂરમાં તે પોતાની વેદના ઠાલવતો હતો, કબ્રસ્તાન આવતાં જ દાદમાં મળેલી રકમ ગવરીને આપીને કબ્રસ્તાનમાં દાખલ થઈ ગયો.
2. રમઝુ મીરનું શબ્દ-ચિત્ર આલેખો.
Ans. રમઝુ મીર શરણાઈવાદક છે. ભરજવાનીમાં પત્નીનું અવસાન થતાં એને બે વરસની માવિહોણી બાળકીની માતા થવું પડેલું. રમઝુએ સકીનાને સગી મા કરતાય સવાયા હેતથી મોટી કરી, તે માતા તેમજ પિતાના એમ ભેવડા વાત્સલ્યથી પુત્રીનું લાલનપાલન કરતો હતો. એને આ દુનિયામાં બે જ પાત્રો સાથે આત્મીયતા બંધાઈ હતી એક તો કુટુંબમાં પૈઢી-દર-પૈઢી વારસામાં મળતી આવેલી શરણાઈ અને બીજી મૃત પત્નીના સંભારણારૂપે સાંપડેલી સૂરજમુખીના ફૂલ જેવી સકીના. આથી કોમના માણસોએ ફરી નિકાહ પઢવાનો બહુ બહુ આગ્રહ કરવા છતાં જુવાન મીર પોતાના નિર્ણયમાં મક્કમ રહ્યો હતો.
શરણાઈ અને સકીના એની જિંદગીમાં તાણાવાણાની જેમ વણાઈ ગયાં હતાં. રમઝુ તેને ચોવીસ કલાક પોતાની સાથે જ ફેરવતો શરણાઈ એના માટે કેવળ રોટલો રળવાનું જ સાધન નહોતું, વિદેહી જીવન-સંગાથિની સાથે સાનિધ્ય અનુભવવાનું, એના જીવનબીન સાથે એકસૂર એક્તાલ એકરસ બનવાનું જીવતુંજાગતું વાઘ હતું.
સકીનાને સાસરિયે મોકલ્યા પછી આઠમે દિવસે એનું ભેદી મૃત્યુ થયું રમઝુ મીરે બમણો વિયોગ અનુભવ્યો. એની ચિત્તભ્રમ જેવી દશા થઈ ગઈ ગવરીના વિદાયપ્રસંગે ઢોલની દાંડી સાથે રમઝુ મીરે શરણાઈના સૂર છેડયા તેને પોતાની દીકરી સકીના યાદ આવી. તે શરણાઈ વગાડવામાં અને પોતાના દિલમાં ભરેલી વેદના વ્યક્ત કરવામાં ગુલતાન બન્યો. તળશીવેવાઈએ ત્રણ-ત્રણ વાર દાદ આપવા છતાં રમઝુએ શરણાઈ બંધ કરી નહિ. કબ્રસ્તાન આવતાં જ દાદમાં મળેલી રકમ ગવરીને આપી કબ્રસ્તાનમાં દાખલ થઈ ગયો.
આમ, રમઝુ મીર આદર્શ પિતા અને કુશળ શરણાઈવાદક છે.
Extra Questions
Que. 1. નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો.
1. ‘શરણાઈના સૂર’ ગધના લેખકનું નામ જણાવો.
Ans. ‘શરણાઈના સૂર’ ગધના લેખક ચુનીલાલ મડિયા છે.
2. ‘શરણાઈના સૂર’નો સાહિત્યપ્રકાર જણાવો.
Ans. શરણાઈના સૂર’ એ ટૂંકી વાર્તા છે.
3. ‘શરણાઈના સૂર’ કૃતિમાં કોના વાત્સલ્ય હ્રદયની જ કરવામાં આવી છે?
Ans. ‘શરણાઈના સૂર’ કૃતિમાં રમઝુ મીરના વાત્સલ્ય હ્રદયની વાત કરવામાં આવી છે.
4. હવે હાલ્યને ઝટ, હાલ્યને આમ ડગલે ને પગલે દાદ લેવા ઊભો રહીશ તો કે’દી પાદરે પોગાડીશ?’ આ વાક્ય કોણ બોલે છે?
Ans. ‘હવે હાલ્યને ઝટ, હાલ્યને આમ ડગલે ને પગલે દાદ લેવા ઊભો રહીશ તો કે’દી પાદરે પોગાડીશ?’ આ વાક્ય ભૂધર મેરાઈ બોલે છે.
5. ગવરીના વિદાયપ્રસંગે રમઝુ મીરને કોનું સ્મરણ થાય છે?
Ans. ગવરીના વિદાયપ્રસંગે રમઝુ મીરને પુત્રીનું સ્મરણ થાય છે.
6. રમઝુ મીર પત્નીની કબરે ફૂલ ચડાવવા જતો ત્યાં કયા ફૂલછોડની મહેકને માણતો?
Ans. રમઝુ મીર પત્નીની કબરે ફૂલ ચડાવવા જતો ત્યાં મરવાના ફૂલછોડની મહેકને માણતો.
7. ગવરી કોની દીકરી હતી?
Ans. ગવરી ભૂધર મેરાઈની દીકરી હતી.
8. લીલા રંગનું માથાબાંધણું કોણે બાંધેલું હતું?
Ans. લીલા રંગનું માથાબાંધણું મેથા ઢોલીએ બાંધેલું હતું.
9. જાનૈયાઓનો આખો સમૂહ લાલભડક કેમ લાગતો હતો?
Ans. જાનૈયાઓનો આખો સમૂહ લાલભડક લાગતો હતો. કારણ કે તેઓને વેવાઈવાળાઓ તરફથી કંકુના થાપા મારવામાં આવ્યા હતા.
10. જાનને ક્યાં પહોંચવાનું હતું?
Ans. જાનને સણોસરા પહોંચવાનું હતું.
11. ઢોલીનું નામ શું હતું?
Ans. ઢોલીનું નામ મેઘો હતું.
12. રમઝુ મીરની શરણાઈનો સૂર આપોઆપ કેમ બદલાઈ ગયો?
Ans. રમઝુ મીરની શરણાઈનો સૂર આપોઆપ બદલાઈ ગયો, કારણ કે તેને પોતાની દીકરી સકીનાનો વિદાયપ્રસંગ યાદ આવ્યો હતો.
13. શરણાઈનો સૂર આપોઆપ બદલાઈ જતાં શું થયું?
Ans. શરણાઈનો સૂર આપોઆપ બદલાઈ જતાં ગીત ગાતી સુહાગણોએ વધારે કરુણ વિદાય-ગીતો ગાવા માંડ્યાં.
14. સકીના કોની દીકરી હતી?
Ans. સકીના રમઝુ મીરની દીકરી હતી.
15. પત્નીના અવસાન પછી જુવાન રમઝુ મીર પોતાના કયા નિર્ણયમાં મક્કમ રહ્યો હતો?
Ans. પત્નીના અવસાન પછી જુવાન રમઝુ મીર પોતાના ફરી નિકાહ નહિ પઢવાના નિર્ણયમાં મક્કમ રહ્યો હતો.
16. રમઝુ મીરને આ દુનિયામાં કયાં બે જ પાત્રો સાથે દિલ્લગી બંધાઈ ગઈ હતી?
Ans. રમઝુ મીરને આ દુનિયામાં શરણાઈ અને સકીના સાથે દિલ્લગી બંધાઈ ગઈ હતી.
17. સકીનાને સાસરે મોકલ્યા પછી શું થયું?
Ans. સકીનાને સાસરે મોકલ્યા પછી આઠમે દિવસે એનું ભેદી મૃત્યુ થયું.
18. તળશીવેવાઈને સૂરો રેલાવી રહેલો રમઝુ મીર કેવો લાગતો હતો?
Ans. તળશીવેવાઈને સૂરો રેલાવી રહેલો રમઝુ મીર લાલચુ લાગતો હતો.
19. રમઝુ મીરે ગવરીને ‘આ કાપડાના’ કરીને શું આપ્યું?
Ans. રમઝુ મીરે ગવરીને ‘આ કાપડાના’ કરીને દાદમાં મળેલી રકમ આપી.
Que. 2 નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો :
1. રમઝુ મીરની શરણાઈના સૂરની શી વિશેષતા હતી?
Ans. રમઝુ મીરની શરણાઈના સૂરની મોહિનો એવી હતી કે સાંભળનારને એ મસ્ત બનાવી મૂકતી. એની અસર કાન વાટે સીધી હૃદય પર થતી અને એ પરિતોષનો નશો સીધો મગજમાં પહોંચતો. પ્રાકૃતજનોને આ શરણાઈની સુરાવલિ સમજાય કે ન સમજાય, પણ મંત્રમુગ્ધ બનીને એ ડોલી ઊઠતાં તો ખરાં જ.
2. શરણાઈનો સૂર આપોઆપ કેમ બદલાઈ ગયો?
Ans. રમઝુ મીરને શરણાઈ વગાડતાં વીસ વરસ પહેલાં પોતાની જ પુત્રી સકીનાને સાસરિયે વળાવી હતી અને તેનું હ્રદયમાં ઊડે ખૂંપેલું દર બાદ આવતા તેની શરણાઈનો સૂર આપોઆપ બંદલાઈ ગયો. અડાણાના ઉમંગને સ્થાને એના કાળજામાં કોરાયેલું દર્દ વહેવા લાગ્યું.
3. રમઝુ મીરને ક્યાં બે પાત્રો જોડે દિલ્લગી બંધાઈ ગઈ હતી ?
Ans. રમઝુ મીરને બે જ પાત્રો જોડે દિલ્લગી બંધાઈ ગઈ હતી: એક તો કુટુંબમાં પેઢી-દર-પેઢી વારસામાં મળતી આવેલી શરણાઈ અને બીજી મૃત પત્નીના સંભારણારૂપે સાંપડેલી સૂરજમુખીના ફૂલ જેવી દીકરી સકીના.
4. શરણાઈ રમઝુ મીર માટે શું હતું?
Ans. શરણાઈ રમઝુ મીર માટે કેવળ રોટલો રળવાનું જ સાધન નહોતું. વિદેહી જીવન-સંગાથિની સાથે સાંનિધ્ય અનુભવવાનું, એના જીવનબીન સાથે એકસૂર એકતાલ એકરસ બનવા જીવતુંજાગતું વાઘ હતું. તેથી જ તો તે પત્નીની કબર પર ફૂલ ચડાવવા જતો ત્યારે શરણાઈના સૂર પણ વહાવતો હતો!
5. ભૂધર મેરાઈનો મિજાજ હાથથી કેમ ગયો?
Ans. રમઝુ મીર શરણાઈના સૂર સિવાય બીજું કશું સાંભળતો ન હતો. ત્રણ ત્રણ વાર દાદ આપવા છતાં શરણાઈ બંધ કરીને પાદરમાંથી પાછો ફરતો નહોતો. વળી, જાનને સણોસરા પહોંચતાં મોડું થતું હતું. આથી ભૂધર મેરાઈનો મિજાજ હાથથી ગયો.
6. કબ્રસ્તાનમાંથી આવતી મરવાના છોડની સોડમની રમઝુ મીર પર શી અસર થઈ?
Ans. કબ્રસ્તાનમાંથી આવતી મરવાના છોડની સોડમ રમઝુ મીરના નાકમાં જતાં જ તે ખચકાઈને ઊભો રહી ગયો. ગજવામાંથી પૈસા કાઢ્યા અને હરખભેર ગાડા પાસે જઈને “લે ગગી, આ કાપડાના કરીને આપું છું” એમ કહીને ગવરીને આપી દીધા.
7. “શરણાઈના સૂર’ વાર્તાના આધારે ગામડાંની શેરીનું વર્ણન કરો.
Ans. “શરણાઈના સૂર’ વાર્તામાં ગામડાંની શેરીનું આબેહુબ વર્ણન આવે છે, શેરી એકદમ સાંકડી છે, એમાંથી કન્યાવિદાયનું ગાડું માંડમાંડ નીકળે છે, કોઈના ઘરની પછીત કે કોઈના કરા સાથે ધકો અફડાવતું ગાડું મુશ્કેલીથી પસાર થાય છે. શેરીની સ્ત્રીઓ પણ વરરાજાને જોવા એકઠી થઈ જાય છે.
8. ગવરીની વિદાય થતી જાનમાં કેવો રંગ મેળો જામ્યો હતો ?
Ans. ગવરીની વિદાય થતી જાનમાં અનેક જાતના અને ભાતના વિધવિધ પ્રકારના રોગો દૃષ્ટિગોચર થાય છે. રમજુ મીરના મોથા પર લાલ મધરાસી ફેંટાના લીરા ઊડતા હતા, મેધા ઢોલીએ લીલા રંગનું માથાબાંધણું બાંધેલું, જાનૈયાઓને વેવાઈને કંકુના થાપા મારેલો. હીરભરતના ફૂલ અને શિગડીઓ વડે શણગારેલા બળદ ગાડામાં બેઠેલા વરરાજાનો જરિયને જમો, હાથમાં રાખેલ તલવારનું રંગીન તેમજ કન્યાનું પંચરંગી પટોળું એમ એક વિશિષ્ટ રેગસૃષ્ટિનો રંગ મેળો જામ્યો હોય એમ દૃષ્ટિગોચર થાતું હતું.
Que. 4 નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો.
1. ‘શરણાઈના સૂર’ ટૂંકીવાર્તામાં વર્ણવેલ લગ્નના માહોલનું વર્ણન કરો.
Ans. ‘શરણાઈના સૂર’ ટૂંકીવાર્તામાં લેખક ચુનીલાલ મડિયા લગ્નનું વર્ણન કરીને સુંદર માહોલ ઊભો કરે છે. આપણે જાણે કે આ ‘ લગ્નપ્રસંગમાં જાનૈયા હોઈએ એમ આંખ સામે આ શુભપ્રસંગ દૃષ્ટિગોચર થાય છે. “માંડવો બંધાઈ ગયો, ગોતરીજ પાસે પાય લાગણું પતી ગયું. ઘરને ટોડલે કંકુના થાપા પાડી દીધા, જાને શીખ દેવાઈ ગઈ, શુભ શુકન સાંપડી ગયો.” આવા સુંદર અને ટૂંકા વાક્યોથી લેખકે લગ્નનો માહોલ ખડો કરી દીધો છે, રમ મીરની શહનાઈ , તેનો એડાણો રાગ, રૂમઝુ મીરની મસ્તી અને બથા આપણને પ્રભાવિત કરે છે.
જાનમાં હાજર સૌ કોઈના ભાતીગળ રંગવાળા કપડાં પણ લગ્નના માહોલને વધુ રંગીન બનાવે છે. લગ્નપ્રસંગના સુખ-દુઃખું પણ કન્યાના માતા-પિતા, સખીમાં અસરકારક રીતે નિરૂપાયેલાં છે. વરપક્ષ, કન્યાપક્ષ અને જોનારાઓને પણ આ લગ્નપ્રસંગ યાદગાર લાગે છે, આ માટે લેખકશ્રી આપણા અભિનંદનને પાત્ર છે.
2. વિદાય લઈ રહેલી જાનનું વર્ણન કરો.
Ans. ઉત્તર : ગાડાનું પૈડું સીંચાઈ ગયું. પછી જાને વિદાય લીધી. રમઝુ ન્યુ મીરે શરણાઈનો સૂર છેડયો. ઢોલીએ ઢોલ પર દાંડી પાડી. સુહાગણોએ ગીત ઉપાડયું. કન્યાપક્ષની સ્ત્રીઓએ અને વરપક્ષની જાનડીઓએ સામસામું ગીતો ગાવા માંડ્યાં. ગીતોના સૂર વધારે વેધક હતા કે શરણાઈના, એ નક્કી કરવું શ્રોતાઓ માટે મુશ્કેલ હતું.
જાનનું આખું સરઘસ જાજ્વલ્યમાન રંગો વડે સોહાતું હતું. મોખરે રમઝુના માથા પર લાલ મધરાસી ફેંટાના લીરા ઊડતા હતા. મેઘા ઢોલીએ લીલા રંગનું માથાબાંધણું બાંધેલું. જાનૈયાઓ વેવાઈવાળાઓ તરફથી કંકુના થાપા મારવામાં આવેલા તેથી એ આખો સમૂહ લાલભડક લાગતો હતો. હીરભરતમાં ઝૂલ ને શિંગડીઓ વડે શણગારેલા બળદ તો સાવ જુદા જ તરી આવતા હતા. ગાડામાં બેઠેલા વરરાજાનો જરિયન જામો, એમના હાથમાંની તલવારનું રંગીન તેમજ કન્યાનું પચરંગી પટોળું એક વિશિષ્ટ રંગસૃષ્ટિ રચી જતાં હતાં. એમની પાછળ વિદાયગીતો ગાતી સુહાગણોનાં અવનવાં પટકૂળોમાં તો રંગમેળો જ જોવા મળતો હતો.
3. રમઝુ મીરનું દીકરી પ્રત્યેનું વાત્સલ્ય જણાવો.
Ans. ભરજુવાનીમાં રમઝુની પત્નીનું અવસાન થતાં રમઝુને બે વરસની માવિહોણી બાળકીની માતા થવું પડયું. રમઝુએ દીકરી સકીનાને સગી મા કરતાંય સવાયા હેતથી ઉછેરી મોટી કરી. એને આ દુનિયામાં બે જ પાત્રો જોડે આત્મીયતા બંધાઈ ગઈ હતી કુટુંબમાં પેઢી-દર-પેઢી વારસામાં મળતી આવેલી શરણાઈ, સૂરજમુખીના ફૂલ જેવી સકીના. આથી જ કોમના માણસોનો આગ્રહ હોવા છતાં એણે ફરી નિકાહ પઢવાનો વિચાર ન કર્યો. •
રમઝુ મીર સકીનાને ચોવીસ કલાક પોતાની સાથે જ ફેરવતો. કોઈના સામૈયામાં કે વરઘોડામાં શરણાઈ વગાડવા જવાનું હોય ત્યારે તે પિતાને વળગેલી જ રહેતી.
પાંપણમાં પુરાયેલા સુમધુર સ્વપ્ન સમી સકીનાને સાસરે વળાવવી પડી તે દિવસે એણે પારાવાર દુઃખ અનુભવ્યું હતું. સકીનાના ભેદી અવસાનથી રમઝુ મીરને બમણા વિયોગનું દુઃખ થયું. એની ચિત્તભ્રમ જેવી દશા થઈ ગઈ.
ગવરીનો વિદાયપ્રસંગ એના માટે સકીનાનો વિદાયપ્રસંગ બની ગયો. પોતાના દિલમાં ભરેલી વેદના એ શરણાઈના સૂરમાં વ્યક્ત કરવા લાગ્યો. વરપક્ષના વેવાઈને એવું લાગ્યું કે દાદ લેવા માટે તે વગાડે છે. પરંતુ દાદમાં મળેલી રકમ એણે ગવરીને આપી દીધી. આમ, કન્યાવિદાય ગવરીની છે પણ રમઝુ માટે તે પોતાની દીકરી સકીનાની બની રહે છે.
નીચે આપેલ પ્રશ્નોના ઉત્તર સૂચના મુજબ લખો :
નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો.
સુહાગણ X વિધવા
શ્રોતા x વક્તા
આખી X અડધી
ઉન્માદ x વિષાદ
શુષ્ક x રસિક
નિર્જીવ X સજીવ
ઉતાવળ x ધીરજ
અંધારું X અજવાળું
ઊંડું X છીછરું
વિદાય X આગમન
હાજરી X ગેરહાજરી
દુ:ખ x સુખ
વિશિષ્ટ X સાધારણ
કમનસીબ X સદ્દનસીબ
નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો આપો.
ગતરીજ – ગોત્ર
ગુલતાન – તલ્લીન
પરિતોષ – ખૂબ સંતોષ
સોડમ – સુગંધ
નિર્જીવ – જીવ વગરનું
રમમારો – મન
આદેશ – હુકમ
શલ્ય – શૂળ
ઝટ – જલ્દી
પૂન્દુ – પૂર્ણ ચંદ્ર
ઝાંપો – દરવાજો
સ્નિગ્ધ – લીલું
ઉછરંગ – આનંદ
કૌમુદી – ચાંદની
કામઢા – કામ કરનારા
રૂઢિપ્રયોગ ના અર્થ આપો.
પૈડું સિંચવું–શુકન કરવા.
મંત્રમુગ્ધ બનવું— દંગ થઈ જવું.
શ્વાસ રેડવો – દિલથી કામ કરવું.
મનમાં ચટપટી ચાલવી – અકળામણ થવી.
દિમાગ અને દિલ પાછળ હટી જવાં – ભૂતકાળ યાદ આવવો.
હૃદય સોંસરું ઊતરી જવું–સીધી અસર થવી.
દિલ્લગી બંધાઈ જવી —લાગણી જોડાઈ જવી.
નિકાહ પઢવી – લગ્ન કરવાં.
ઓછું આવવું– મન દુભાવું.
હૃદય વલોવાઈ જવું-ખૂબ દુઃખ થવું.
વ્યથા રેડવી- વેદના વ્યસ કરવી.
ડાગળી ચસકી જવી – પાગલ થઈ જવું.
કહેવત સમજાવો
મીઠાં ઝાડનાં મૂળ ખાવાં-ભલા માણસનો ગેરલાભ ઊઠાવવો
આંગળી દેતાં પાંચો પકડે -જરા હાથ દેનારનું બધું જ પચાવી પાડવુ
શબ્દસમૂહ માટે એક શબ્દ
કન્યાવિદાય વખતે કન્યાની મા મંગળનો દીવો લે છે તે – રામણદીવડો
સૌભાગ્યવતી સ્ત્રી. – સુહાગણ
ઘરની બાજુની દીવાલ – કરો
માથે બાંધવાનો કાપડનો લાંબો ટુકડો — ફેંટો
જરીના કસબવાળું — જરિયન
ઘેરવાળું ઘૂંટણથી પગ નીચે પહોંચતું અંગરખું — જામો
રેશમી વસ્ત્ર, સ્ત્રીઓની સર્વસાધારણ સાડી, ઊંચી જાતનું ફેદર વસ્ત્ર – પટકૂળ
ગાલ નીચેનો મોંની અંદરનો ભાગ — ગલેકું
ચાર આનાનો જૂનો સિક્કો- પાવલું
બેઠા ઘાટની નાની લોટી – ટબૂડી
જેની પત્ની મરણ પામી છે તેવો પુરુષ – વિધુર
ખભાની નીચેના હાથના મૂળમાંનો ખાડો
પગે કરવામાં આવતી કંકુની અર્ચા — પિયળ
તુલસીની જાતનો એક ઉગ્ર ગંધવાળો છોડ — ડમરો
શુભ કામ માટે ઘેરથી તૈયારી સાથે નીકળવું— સોઢવું
ગામના છેડા પાસેનું મેદાન – પાદર
બારણાંના ચોકઠાના મથાળાના બહાર પડતા બે છેડામાંનો એક — ટોડલો
શંકુ આકારના છાપરાવાળું પાસનું ઝૂંપડું— કૂબો