પ્રયાણ
Textbook SolutionChapter 3
પ્રયાણ
– રમણભાઈ મહિપતરામ નીલકંઠ
[જન્મ : 13- 03 – 1868; મૃત્યુ: 06 – 03 – 1928]
સ્વાધ્યાય
Que. 1. નીચેના પ્રશ્નો સાથે આપેલા વિકલ્પો માંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની (✓) નિશાની કરો.
1. ટિકિટ માટે ભદ્રંભદ્ર કયો શબ્દ પ્રયોજે છે ?
(a) મૂલ્યપત્રિકા (b) પત્રિકા (c) કંકોતરી (d) નિમંત્રણકાર્ડ
Ans. (a) મૂલ્યપત્રિકા
2. ‘શું બકેચ ? આય તો તીકીટ ઑફિસ છે.’ – વાક્ય કોણ બોલે છે ?
(a) સોરાબજી (b) ભદ્રંભદ્ર (c) હિંદુમુસાફર (d) અંબારામ
Ans. (a) સોરાબજી
Que. 2. નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો :
1. ભદ્રંભદ્ર અને અંબારામ કયા કાર્ય માટે પ્રયાણ કરી રહ્યા હતા ?
Ans. આપણા વેદ ધર્મોનું રક્ષણ કરવા, આર્યધર્મનો જય કરવા, સનાતન ધર્મનો પ્રચાર કરવા પ્રયાણ કરી રહ્યા હતા.
2. ટિકિટ, સ્ટેશન અને મુંબઈ માટે પાઠમાં ભદ્રંભદ્ર કયા શબ્દો પ્રયોજ્યા છે ?
Ans. ટિકિટ માટે ‘મૂલ્યપત્રિકા’, સ્ટેશન માટે ‘અગ્નિરથ વિરામસ્થલ’ અને મુંબઈ માટે ‘શ્રી મોહમયી – નગરી જેવા શબ્દો ભદ્રંભદ્ર પ્રયોજ્યાં છે.
Que. 3 નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો.
1. ભદ્રંભદ્રનું વર્તન ક્યારે ક્યારે હાસ્ય જન્માવે છે ?
Ans. ભદ્રંભદ્રનું વર્તન એમના સંસ્કૃત પ્રધાન ભાષાના પ્રયોગથી હાસ્ય જન્માવે છે. ઘેરથી નીકળીને અંબારામ સાથે સ્ટેશને જતાં, સ્ટેશને ટિકિટ – માસ્તર સાથે જે વાર્તાલાપ થાય છે તે હાસ્ય જન્માવે છે.
2. અંબારામ ભદ્રંભદ્રના વેગ માટે કઈ ઘટના યાદ કરાવે છે ?
Ans. અંબારામ ભદ્રંભદ્રના વેગ માટે એક હાસ્યજનક ઘટનાનું વર્ણન કરે છે. અંબારામ કહે છે, “મહારાજ , તે દહાડે જમાલપુર દરવાજા બહાર એક શિયાળ ને વરુધારીને આપણે પાછા ફર્યા હતા તે દહાડે તો તમે મારાથી બહુ અગાડી નીકળી ગયા હતા, તેવાં … ‘ વેગ કહો છો ?” જવાબમાં ભદ્રંભદ્ર ગંભીરતાથી કહે છે, “કંઈક તે, પણ તેથી સરસ.”
Que. 4 નીચેના પ્રશ્નનો સવિસ્તાર ઉત્તર લખો.
1. ‘પ્રયાણ’ નવલકથા ખંડમાં નિષ્પન્ન થતી રમૂજનાં ચિત્રો વર્ણવો.
Ans. પ્રયાણ’ નવલકથા ખંડમાં ભદ્રંભદ્ર ના કથનમાં, ટિકિટ- માસ્તર સાથેના વાર્તાલાપમાં તેમજ આગગાડીમાં બીજા ઉતારુઓ સાથેના વાર્તાલાપમાં રમૂજનાં ચિત્રો જોવા મળે છે.
“આપણે આપણા વેદ ધર્મનું રક્ષણ કરવા, આર્યધર્મનો જય કરવા, સનાતન ધર્મનો પ્રચાર કરવા પ્રયાણ કરીએ છીએ.” આ પ્રકાર નાં વાક્યો માંથી રમૂજ મળે છે.
રેલવે – સ્ટેશને ટિકિટ કરાવવા ભદ્રંભદ્ર ગયા. ત્યાં તે ટિકિટ – માસ્તર ને કહે છે. “શ્રી મોહમયીની બે મુલ્યપત્રિકા આપો.” “મારે મોહમયીની બે મૂલ્યપત્રિકાની આવશ્યકતા છે, તેનું વિતરણ કરવું એ તવ કર્તવ્ય છે.” આ પ્રકારના સંસ્કૃત પ્રધાન ભાષાના પ્રયોગથી હાસ્ય નિપજે છે.
બે સહ પ્રવાસીઓ માંથી એકે પરિચય આપતાં કહ્યું, “મારું નામ રામશંકર અને મારાભાઈનું નામ શિવશંકર, પણ અમારાં ઘરનાં નામ નખોદીઓ અને ધોરખોદીઓ છે. છોકરાં ન જીવે તેથી મા-બાપે એવાં નામ પાડેલાં.” આ ઘટના પણ રમૂજ પ્રેરે છે.
Extra Questions
પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો :
1. ‘પ્રયાણ’ પાઠના લેખકનું નામ જણાવો.
Ans. ‘પ્રયાણ’ પાઠના લેખક રમણભાઈ નીલકંઠ છે.
2. ‘પ્રયાણ’ પાઠનો સાહિત્યપ્રકાર જણાવો.
Ans. ‘પ્રયાણ’ એ નવલકથાખંડ છે.
3. ‘પ્રયાણ’ ખંડકઈનવલકથામાંથીલેવામાંઆવ્યોછે?
Ans. ‘પ્રયાણ’ ખંડ હાસ્યનવલકથા ‘ભદ્રંભદ્ર’માંથી લેવામાં આવ્યો છે.
4. રામશંકરઅનેશિવશંકરનાંઘરનાંનામકયાંહતાં?
Ans. રામશંકર અને શિવશંકરનાં ઘરનાં નામ નખોદીઓ અને ઘરખોદીઓ હતાં.
5. ‘દુષ્ટયવન ! તારીભ્રષ્ટવાસનાનેલીધેતુંઅજ્ઞાનરહ્યોછે.’ આવાક્યકોણબોલેછે?
Ans. ‘દુષ્ટ યવન ! તારી ભ્રષ્ટ વાસનાને લીધે તું અજ્ઞાન રહ્યો છે.’ આ વાક્ય ભદ્રંભદ્ર બોલે છે.
6. ‘શ્રી મોહમયીની બે મૂલ્યપત્રિકા આપો.’ આ વાક્ય કોણ બોલે છે?
Ans. ‘શ્રી મોહમયીની બે મૂલ્યપત્રિકા આપો.’ આ વાક્ય ભદ્રંભદ્ર બોલે છે.
7. ‘સાલો કંઈ મેદ થયેલોય. હું તો સમજતો જ નહિ, કે એ સું બકેચ.’ આ વિધાન કોણ બોલે છે?
Ans. ‘સાલો કંઈ મેદ થયેલોય. હું તો સમજતો જ નહિ, કે એ સું બકેચ.’ આ વિધાન સોરાબજી બોલે છે.
8. ‘ભીમસેને કીચક નું મર્દન કર્યું.’ આ ઘટનાનો કયા પાઠમાં ઉલ્લેખ છે?
Ans. ‘ભીમસેને કીચક નું મર્દન કર્યું.’ આ ઘટનાનો ‘પ્રયાણ’ પાઠમાં ઉલ્લેખ છે.
9. ભદ્રંભદ્ર અને અંબારામ મુંબઈ જવા ક્યાં જાય છે ?
Ans. ભદ્રંભદ્ર અને અંબારામ મુંબઈ જવા જમીને સ્ટેશને જાય છે.
10. ભદ્રંભદ્ર કપાળે શું લગાવ્યું છે ?
Ans. ભદ્રંભદ્ર કપાળે કંકુનો લેપ લગાડેલ છે.
11. શ્રી રામે કોનો પરાજય કરેલો ?
Ans. શ્રી રામે રાવણનો પરાજય કરેલો.
12. કંસનો વધ કોણે કર્યો હતો ?
Ans. કંસનો વધ ‘શ્રી કૃષરો કર્યો હતો.
13. ભીમે કોનું મર્દન કર્યું હતું?
Ans. ભીમે કીચકનું મર્દન કર્યું હતું.
14. ટિકિટ ઑફિસના એક હિંદુએ પારસીને શું કહ્યું?
Ans. ટિકિટ ઑફિસમાં એક હિંદુએ પારસીને કહ્યું કે એ ને ગ્રાંટરોડ ની બે ટિકિટ આપો.
15. ટિકિટ આપતા સોરાબજી શું બોલે છે ?
Ans. ટિકિટ આપતાં સોરાબજી કહે છે : “સાલો કંઈ મંદ થયેલોચ. હું તો સમજ્યો જ નહિ, કે એ શું બકેચ.”
16. ભદ્રંભદ્ર પારસીને ટિકિટ લીધા પછી શું કીધું?
Ans. પારસી પાસેથી ટિકિટ લીધા પછી ભદ્રંભદ્ર પારસીને કહ્યું: “દુષ્યયવન ! તારી ભ્રષ્ટવાસના ને લીધે તું અજ્ઞાને રહ્યો છે. મુર્ખ.”
17. ભદ્રંભદ્રનો આવી આકરી ટીકાનો પારસીએ કેવો જવાબ આપ્યો ?
Ans. ભદ્રંભદ્રની આવી આકરી ટીકા સાંભળી પારસીએ ભદ્રંભદ્રના નાક ઉપર મુક્કો માર્યો.
18. બંને આદમીના ઘરના નામ શું હતાં ?
Ans. બંને આદમીના ઘરના નામ નખોદી અને ઘોરખોદી હતાં.
19. એક ઉતારું શું બોલે છે ?
Ans. એક ઉતારું, “વહેમ, ઈમ કંઈ સોકરાં જીવે સે ?” એમ બોલે છે.
20. નખોદીઓ અને ઘોરખોદી નામ પાડવા પાછળ કયું કારણ હતું ?
Ans. છોકરાં ન જીવે તેથી મા-બાપે નખોદી અને ઘોરખોદી નામ પાડેલાં.
21. શંભુ પુરાણીના ભાણેજનું શું નામ હતું?
Ans. શંભુ પુરાણીના ભાણેજનું વલભો નામ હતું.
નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો.
1. મુંબઈની ટિકિટ લેવાનો પ્રસંગ વર્ણવો.
Ans. ભદ્રંભદ્ર મુંબઈની ટિકિટ લેવા ખભા સુધી ડોકું ટિકિટબારીમાં ઘાલે છે. “શ્રી મોહમયીની બે મૂલ્યપત્રિકા આપો.” એમ બોલવું, પછી “થવન, તેથી હું અન્ન નથી. મારે મોહમયીની બે મૂલ્યપત્રિકાની આવશ્યકતા છે, તેનું વિતરણ કરવું એ તવ કર્તવ્ય છે,” તથા “ગુસ્સામાં, દુષ્ટ થવન ! તારી ભ્રષ્ટ વાસનાને લીધે તું અજ્ઞાન રહ્યો છે, મુખ” જેવા શબ્દોથી અને પારસીના નાક ઉપર મારેલા મુક્કાથી ભદ્રંભદ્રનું મુંબઈની ટિકિટ લેવાનું કાર્ય પૂરું થાય છે.
2. ટિકિટ બારીના પારસીનું ભદ્રંભદ્ર તરફનું વર્તન કેવું છે ?
Ans. ભદ્રંભદ્રની સંસ્કૃત પ્રચુર ભાષા પારસીને સમજાતી નથી એટલે બોલે છે : “શું બે કય ? ખાય તો ટિકિટ ઑફિસ છે.” ભદ્રંભદ્રનો ઉત્તર પછી એક હિંદુના કહેવાથી પારસી તેને બે ટિકિટ ગ્રાંટ રોડની આપે છે ત્યારે બોલે છે. “સાલો, કંઈ ભેદ થયેલોચ, હું તો સમજતો જ નહિ કે એ શું બકેચ .” એ દરમિયાન સોરાબજી ભદ્રંભદ્રને ગુસ્સામાં નાક ઉપર એક મુક્કો મારે છે. એ પ્રસંગ પણ માણવા જેવો લાગે છે!
3. બે ઉતારુ ઓનાં નામ શું હતાં? તેમનાં ઘરનાં નામ કયાં હતાં ? કેમ ?
Ans. બે ઉતારુ ઓમાં એક નું નામ રામશંકર અને બીજાનું નામ શિવશંકર હતાં. છોકરાં ન જીવતાં હોવાથી એમનાં મા-બાપે એમનાં ઘરનાં નામ નખોદીઓ અને ઘોરખોદી ઓ રાખેલાં.
4. ઘરેથી નીકળતાં ભદ્રંભદ્ર અંબારામને ‘આજનો દિવસ મહોટો છે’ એમ શા માટે કહે છે?
Ans. ઘરેથી નીકળતાં ભદ્રંભદ્ર અંબારામને ‘આજનો દિવસ મહોટો છે’ એમ કહે છે કારણકે તેમના કહેવા પ્રમાણે તેઓ આજે વેદ ધર્મનું રક્ષણ કરવા, આર્યધર્મનો જય કરવા, સનાતન ધર્મનો પ્રચાર કરવા પ્રયાણ કરી રહ્યા હતા.
નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો.
1. ભદ્રંભદ્ર નું શબ્દ ચિત્ર આલેખો.
Ans. ભદ્રંભદ્ર ચુસ્ત સનાતની માણસ છે, સંસ્કૃત અને આર્યધર્મના પ્રચારક છે, દરેક સ્થળે પવિત્રતાના આગ્રહી છે. પરિણામે ખૂબ હેરાન થાય છે. મુંબઈમાં આર્યધર્મનો પ્રચાર કરવા આગગાડીમાં જવાથી એકથ્ય ઉમંગ બતાવે છે, મુંબઈ માટે ‘શ્રી મોહમયી’ અને ટિકિટ માટે મૂલ્યપત્રિકા’ જેવા શબ્દોથી પારસી સાથે અણબનાવ બને છે.
નાક ઉપર મુક્કો ખાઈ, ગુસ્સે થઈ, યવન સ્પર્શથી સ્નાન કરે છે, પોતે સાચાં છે; તેથી અન્ય ઉપર ગુસ્સે થાય છે – વગેરે પ્રસંગો પરથી તેમની પ્રાચીન સંસ્કૃતિ તરફની લાગણી વ્યક્ત થાય છે, કપાળે કંકુનો લેપ પણ તેમનો સંસ્કૃતિ પ્રેમ દર્શાવે છે. મુસાફરો તરફ નો તેમનો અણગમો અને અવિશ્વાસ પણે પોતાનું આગવું અને પ્રાચીન સંસ્કૃતિ તરફનું માન બતાવે છે. આમ, ભદ્રંભદ્રનું આ શબ્દચિત્ર આપણને રમૂજ સાથે ગૌરવની લાગણી બતાવવા પૂરતું લાગે છે !
2. ‘પ્રયાણ’ પાઠના શીર્ષક ની ચર્ચા કરો.
Ans. પ્રયાણ’ પાઠનું શીર્ષક યથાર્થ છે. પાઠને અને ભદ્રંભદ્રને સમજવામાં આ શીર્ષક ખરેખર યોગ્ય સાબિત થાય છે. આર્યધર્મ અને ભારતીય સંસ્કૃતિના પ્રચાર માટે મુંબઈ જવામાં ‘પ્રયાણ કરવું પડે છે. ભદ્રંભદ્ર આ કારણે એકથ્ય ઉમંગ અનુભવે છે. પ્રસંગોપાત સંસ્કૃત પ્રચુર ભાષામાં વાતચીત કરે છે ત્યારે તેમનું આર્ય ધર્મ સાચવવાનું “પ્રયાણ” કારણભૂત બને છે.
યવનના સ્પર્શથી સ્નાન કરીને શુદ્ધ થવાનું પ્રયાણ જરૂરી બને છે, ચકો કરીને તે પર ઊભા રહીને પાણી પીવું, એ ભારતીય સંસ્કૃતિને બચાવવાનું પ્રયાણ દર્શાવે છે. આમ, ભદ્રંભદ્ર વેદ ધર્મનું રક્ષણા કરવા, આર્યધર્મનો જય કરવા, સનાતન ધર્મનો જય કરવા – પ્રચાર કરવા અનેરા ઉમંગથી મુંબઈ જવા પ્રયાણ કરે છે, એ વાતથી જ ‘પ્રયાણા’ પાઠનું શીર્ષક પથાર્થ સાબિત થાય છે.
સૂચના પ્રમાણે જવાબ લખો.
નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો.
રક્ષણ X ભક્ષણ
જય X પરાજય
ધર્મ X અધર્મ
ઉત્તર x પ્રશ્ન
અજ્ઞ x સુજ્ઞ
નરમ X કઠણ
રૂઢિપ્રયોગ :-
રઘવાયા થવું- બહુજ ઉતાવળા થઈ જવું
કોપ શમાવી શક્યો નહિ. : બહુ ગુસ્સે થવું.
શબ્દ સમૂહ માટે એક શબ્દ
કહી ન શકાય તેવું – અકથ્ય
આગથી ચાલતી ગાડી – આગગાડી
જાણવાની ઇચ્છા -જિજ્ઞાસા