Chapter 5
શ્વેતક્રાંતિના પ્રણેતાઓ
સ્વાધ્યાય
Que 1. નીચેના પ્રશ્નો સાથે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની (✓) નિશાની કરો.
(a) વર્ગીસ કુરિયન (b) ત્રિભુવનદાસ પટેલ (c) વલ્લભભાઈ પટેલ (d) એચ. એમ. પટેલ
Ans. (b) ત્રિભુવનદાસ પટેલ
(a) જાપાન (b) લંડન (c) કેલિકટ (d) આણંદ
Ans. (c) કેલિકટ
(a) મિલ્ક સિટી (b) ગ્રીન સિટી (c) વિદ્યાનગરી (d) કલા અને સંસ્કૃતિની નગરી
Ans. (a) મિલ્ક સિટી
Que. 2 નીચેના પ્રશ્નોના એક–એક વાક્યમાં ઉત્તર લખો.
Ans. ત્રિભુવનદાસ કુરિયનના નાગમન પહેલાં ‘ખેડા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ’ નામની સંસ્થાની સ્થાપના કરી હતી.
Ans. વર્ગીસ કુરિયનની આત્મકથાનું નામ ‘મારું સ્વપ્ન’ છે.
Ans. વર્ગીસ કુરિયનની ‘અલાહાબાદ વિશ્વ વિદ્યાલય’ના કુલપતિ તરીકે નિમણૂક થઈ હતી.
Que. 3 નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો.
Ans. અમૂલ ડેરીના સ્થાપક ત્રિભુવનદાસ પટેલ સ્વપ્નદષ્ટા હતા. વલ્લભભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ઈ. સ. 1940માં ખેડા જિલ્લાના ખેડૂતો સાથે મળીને એમણે સહકારી મંડળીની સ્થાપના કરી. તે સમયે ખેડૂતો પાસેથી ખૂબ ઓછા ભાવે દૂધે ખરીદીને મુંબઈમાં ઊંચા દામે દૂધ વેચતી ‘પોલસન’ કંપનીથી ખેડૂતો ત્રાસેલા હતા. બધાએ ભેગા મળી ‘ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ’ની શરૂઆત કરી. ઈ. સ. 1950થી ડૉ. વર્ગીસ કુરિયનનો સાથ મળ્યો.
ત્રિભુવનદાસ પટેલ સાથે પરિચય ગાઢ બનતાં વર્ગીસ તેમની નિઃસ્વાર્થ સેવા, પરોપકારની ભાવના અને મનની મક્કમતાથી પ્રભાવિત થયા. ત્રિભુવનદાસના આ ગુણોને લીધે વર્ગીસ તેમને પોતાના ગુરુ માનતા હતા.
Ans. ઈજનેરીનો અભ્યાસ પૂર્ણ થતાં કુરિયનની ‘ટાટા આર્યન ઍન્ડ સ્ટીલ કંપની'(ટીસ્કો)માં એપ્રેન્ટિસ તરીકે પસંદગી થઈ હતી. એમના મામા જ્હૉન મથાઈ ટાટા ઇન્ડસ્ટ્રિઝના ડાયરેક્ટર હોવાથી એક-બે વખત જમશેદપુર આવ્યા ત્યારે કુરિયનને મળ્યા. યુવાન ઈજનેર કુરિયનને તે ન ગમ્યું. તેમણે સામેથી નોકરી છોડી દીધી. કારણ આપતાં તેમણે કહ્યું, “હવે હું કુરિયન નથી રહ્યો; હું માત્ર ઉપરી અમલદારનો ભાણેજ જ રહ્યો છું, જે મને મંજૂર નથી.”
આમ, પોતાનામાં અડગ આત્મવિશ્વાસ અને ખુમારીને લીધે એમણે તે કંપની છોડી દીધી.
Ans. અમૂલ ડેરીના સ્થાપક ત્રિભુવનદાસ પટેલ સ્વપ્નદષ્ટા હતા, તો ‘અમૂલ બ્રાન્ડ’ સ્વરૂપે વિશ્વના નકશા પર તેને પ્રસ્થાપિત કરનાર ડૉ. વર્ગીસ કુરિયન સ્વપ્નશિલ્પી હતા. ત્રિભુવનદાસ પટેલની સાથે કામ કરીને એમણે ડેરીનો ખૂબ વિકાસ કર્યો. ખેડૂતોને દૂધના વેચાણમાં દલાલોથી મુક્ત કર્યા. તેમણે ગુજરાતમાં જ નહિ, પરંતુ ભારતમાં ઘણાં બધાં રાજ્યોમાં દૂધ એકત્રીકરણની યોજના શરૂ કરી. ભારતમાં ભેંસોની સંખ્યા સવિશેષ હોવાથી કુરિયને ભેંસના દૂધમાંથી પણ ગુણવત્તાયુક્ત દૂધનો પાવડર બની શકે તેવા સંકલ્પથી પાવડર બનાવવાનું એકમ શરૂ કર્યું અને સફળતા મેળવી. તેમણે ડેરી ઉદ્યોગની સહકારી મંડળી મારફતે ભારતના ખેડૂતોનું સશક્તિકરણ અને સંગઠન કર્યું. ભારત સરકારની વિનંતી માન્ય રાખીને કુરિયને અન્યના સહકારથી ‘નેશનલ ડેરી ડેવલપમેન્ટ બૉર્ડ'(એન.ડી.ડી.બી.)ની સ્થાપના કરી.
આમ, સહકારી ક્ષેત્રે ક્રાંતિ લાવવા કુરિયને 33 વર્ષ સુધી ચૅરમૅન તરીકે સેવાઓ આપી.
Extra Questions
નીચેના પ્રશ્નોના એક–એક વાક્યમાં ઉત્તર લખો.
Ans. ડૉ. વર્ગીસ કુરિયનનું આલેખન રમેશચંદ્ર ડી. પંડયાનું છે.
Ans. ‘શ્વેતક્રાંતિના પ્રણેતાઓ’ એ રેખાચિત્રો છે.
Ans. અમૂલ ડેરીના વિકાસમાં ત્રિભુવનદાસ પટેલ અને ડા. વર્ગીસ કુરિયનની જુગલબંધી જામી.
Ans. ત્રિભુવનદાસને સ્વૈચ્છિક નિવૃત્તિ વખતે મળેલી ભેટની મોટી રકમમાંથી ‘ત્રિભુવન ફાઉન્ડેશન’ની સ્થાપના થઈ.
Ans. કૉલેજમાં પ્રવેશ સમયે કુરિયનની ઉંમર ચૌદ વર્ષની હતી.
Ans. આણંદમાં મકાન ભાડે ન મળતાં કુરિયને ગરેજમાં રહેવાનું શરૂ કર્યું.
Ans. એન.ડી.ડી.બી. સંસ્થાના સ્થાપક અને ચેરમૅન તરીકે ડૉ. કુરિયને 33 વર્ષ સુધી સેવાઓ આપી.
Ans. ‘દૂધ ઉત્પાદક સહકારી મંડળી’ના વિચાર અને કાર્યોના પ્રચાર-પ્રસાર માટે શ્યામ બેનેગલે ‘મંથન’ ફિચર ફિલ્મ બનાવી.
Ans. ડૉ. કુરિયનનો જન્મદિન 26 નવેમ્બર ‘નેશનલ મિલ્ક ડે’ તરીકે ઊજવાય છે.
Ans. ડૉ. કુરિયનનું અવસાન નડિયાદમાં થયું.
Ans. ત્રિભુવનદાસનાં પત્નીનું નામ મણિબહેન હતું.
Ans. ગુજરાત દૂધ માર્કેટિંગ ફેડરેશનના ચૅરમૅન પદે કુરિયન વધુમાં વધુ માસિક પાંચ હજાર રૂપિયા પગાર લેતા.
Ans. તારીખ 22-10-1903 ની તારીખે ત્રિભુવનદાસ પટેલનો જન્મ થયો હતો.
Ans. આણંદ શહેરમાં ત્રિભુવનદાસ પટેલનો જન્મ થયો હતો.
Ans. ત્રિભુવનદાસ પટેલે નિવૃત્તિ સમયે મળેલી થેલીની ૨કમ ‘ત્રિભુવન ફાઉન્ડેશન’ નામની યોજનામાં ઉપયોગમાં લીધી.
Ans. ડૉ. વર્ગીસ કુરિયને ઇજનેરી વિષયનો અભ્યાસ પૂર્ણ કર્યો.
Ans. ડૉ. વર્ગીસ કુરિયનને 1944માં નોકરી મળી.
Ans. ડૉ. વર્ગીસ કુરિયનને ‘ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની’ (ટીસ્કો)માં નોકરી મળી.
Ans. વર્ગીસને ચાર ભાઈ-બહેન હતાં.
Ans. મદ્રાસની લોયોલા કૉલેજમાંથી વર્ગીસે ભૌતિકશાસ્ત્રમાં બી.એસસી.ની પદવી પ્રાપ્ત કરી.
Ans. વર્ગીસે મદ્રાસની ક્વીન્ડી કૉલેજ ઓફ એન્જિનિયરિંગમાંથી ઇજનેરની પદવી પ્રાપ્ત કરી.
Ans. કુરિયન ત્રિભુવનદાસ પટેલના નિઃસ્વાર્થ સેવા, પરોપકારની ભાવના અને મનની મક્કમતાના ગુણોથી પ્રભાવિત થયા.
Ans. શ્વેતક્રાંતિના પ્રણેતા’ પાઠના લેખક રમેશચંદ્ર ડી. પંડ્યા છે.
Ans. ભારત સરકારે વર્ગીસને ક્રમશઃ ‘પદ્મશ્રી’, ‘પદ્મભૂષણ’ અને ‘પદ્મવિભૂષણ’ની ત્રણ પદવીઓ આપી.
Ans. શ્યામ બેનેગલે “મંથન” નામની આર્ટ ફિલ્મ બનાવી.
નીચેનાં પ્રશ્નો ના બેત્રણવાક્યમાંઉત્તરલખો.
Ans. ત્રિભુવનદાસના બધા મિત્રોએ નક્કી કર્યું કે બધાએ વારાફરતી ઓછામાં ઓછું એક વાર તો કોઈ એક વિષય પર કશુંક લખવું અને બધાની વચ્ચે વાંચવું. ત્રિભુવનદાસે ‘સહકાર’ વિશે એક નિબંધ લખીને તૈયાર કર્યો અને સૌ મિત્રોની હાજરીમાં વાંચ્યો. સૌને ખૂબ ગમેલો.
Ans. ત્રિભુવનદાસે અમુલ ડેરીના અવ્યક્ષ સ્થાનેથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી ત્યારે તેનો પ્રચંડ લોકાદર સાંપડયો. દરેક સભ્યએ પોતાની ઇચ્છાથી એક એક રૂપિયો એકત્ર કરી છ લાખ એંસી હજાર રૂપિયાની થેલી તેમને ભેટ ધરી.
Ans. આર્ટ ફિલ્મોના સર્જક શ્યામ બેનેગલે દૂધ ઉત્પાદક સહકારી મંડળીના વિચાર અને કાર્યોના પ્રચાર-પ્રસાર માટે એક ફિચર ફિલ્મ બનાવવાનું કુરિયનને સૂચન કર્યું. તેના ખર્ચ માટે તેમણે દૂધ ઉત્પાદક મંડળીના સૌ સભ્યોને ગામે ગામથી ‘ટોકન’ સ્વરૂપે માત્ર એક રૂપિયો આપવા જણાવ્યું અને ‘મંથન’ નામની ફિલ્મ તૈયાર થઈ.
Ans. ડૉ. કુરિયને ભારતને શ્વેતક્રાંતિના માધ્યમથી વિશ્વભરમાં ગૌરવવંતુ સ્થાન અપાવ્યું છે. દૂધ, દહીં, છાશ, ધી, માખણ, દૂધનો પાવડર, ચીઝ, ચૉકલેટ, તેલ, શ્રીખંડ, મીઠાઈઓ અને અન્ય ખાદ્ય પદાર્થો ‘અમુલ બ્રાન્ડ’થી સમગ્ર વિશ્વમાં સ્વીકાર્ય બન્યા છે.
નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો.
Ans. ડૉ. કુરિયન ગમે ત્યારે ડેરીના વિભાગોમાં ચક્કર લગાવે અને બધું બરાબર છે કે નહિ તે તપાસે. એક વખત તેમણે વર્ષોથી કામ કરતા એક કર્મચારીને દૂધનું કેન ખોલી તેના પરની મલાઈ ચાટતો જોયો. કર્મચારીએ પણ અચાનક આવેલા કુરિયનને જોયા. તેના મોં પર મલાઈ ચોટેલી હતી. પોતે દૂધ પીતો નહતો તેવો ખોટો બચાવ તેણે કર્યો. કુરિયન કશું કહ્યા વિના પાછા ફરી ગયા. કર્મચારીને થયું કે હવે નોકરી જશે જ. કુરિયને બીજે દિવસે મૅનેજરને બોલાવી સૂચના આપી કે‘દરેક કર્મચારીને અડધો લિટર દૂધ પીવા આપવું. આખો દિવસ આ લોકો વિશાળ જથ્થા સાથે કામ કરતા હોય અને ભૂખ્યા પણ થતા હોય. એમને એ દૂધમાંથી ભાગ ન મળે તે ન્યાય નથી.’
આમ, ડૉ. કુરિયનપોતાનાકર્મચારીનીખૂબકાળજીરાખતા.
Ans. વિશ્વભરમાં આજે જેનું નામ પ્રચલિત બન્યું છે અને‘અમૂલ મૉડેલ’ તરીકે સમગ્ર ભારતમાં જેનો સ્વીકાર કરવામાં આવ્યો છે તે અમૂલ ડેરીના સ્વપ્નદષ્ટા ત્રિભુવનદાસ પટેલનો જન્મ આણંદમાં તા. 22-10-1903ના રોજ કીશીભાઈ પટેલને ત્યાં થયો હતો.
ગૂજરાત વિદ્યાપીઠમાં વિદ્યાર્થીજીવનમાં જ તે ગાંધીજી અને સરદાર વલ્લભભાઈના વિચારોથી પ્રભાવિત થઈ આઝાદીની ચળવળમાં જોડાયા. મીઠાના સત્યાગ્રહ માટે તેમને જેલવાસ ભોગવવો પડયો. ‘ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ’ની શરૂઆત કરી દૂધ વેચતા ખેડૂતોને ‘પોલસન’ કંપનીના ત્રાસથી છોડાવ્યા. ડૉ. કુરિયનનો સાથ મળતાં બંનેની જુગલબંધી જામી અને અમૂલ ડેરીનો હરણફાળે વિકાસ થયો. તેઓ 91 વર્ષની વયે અવસાન પામ્યા ત્યાં સુધી વિવિધ સહકારી ક્ષેત્રોમાં એકાધિક હોદાઓ ઉપર કાર્યરત રહ્યા.
ત્રિભુવનદાસને તેમની સેવાકીય પ્રવૃત્તિઓ માટે અનેક અવૉર્ડ મળ્યા. તેમને ‘કૉમ્યુનિટી લીડરશિપ’ માટે ફિલિપાઇન્સના મૅગ્સેસે અવૉર્ડ આપવામાં આવ્યો. ઈ. સ. 1964માં ભારત સરકાર તરફથી પદ્મભૂષણ અવૉર્ડ આપવામાં આવ્યો. તેમની સ્વૈચ્છિક નિવૃત્તિ વખતે દરેક સભ્યએ પોતાની ઇચ્છાથી એક એક રૂપિયો એકત્ર કરી તેમને છ લાખ એંસી હજાર રૂપિયાની થેલી ભેટ ધરી, ભેટની રકમથી એમણે ‘ત્રિભુવન ફાઉન્ડેશન’નો શુભારંભ કર્યો.
શ્વેતક્રાંતિના પ્રણેતા આજે પણ પોતાનાં સેવાકાર્યોથી ગુજરાતના ખેડૂતોના હૃદયમાં આદરણીય સ્થાન ધરાવે છે.
Ans. આણંદને‘અમૂલ ડેરી’ દ્વારા ‘મિલ્ક સિટી’ની ઓળખ અપાવનાર વર્ગીસનો જન્મ ખ્રિસ્તી પરિવારમાં તા. 26-10-1921ના રોજ કેરલના કેલિકટ ગામે થયો હતો. તેમણે ઈજનેરની પદવી પ્રાપ્ત કરી હતી.
ભારત સરકારના આદેશથી કુરિયને આણંદની અમૂલડેરી નો કાર્યભાર સંભાળ્યો. ત્રિભુવનદાસ પટેલ સાથે તેમની મુલાકાત થઈ. તેમની નિઃસ્વાર્થ સેવા, પરોપકારની ભાવના અને મનની મક્કમતાથી કુરિયન પ્રભાવિત થયા. બંનેની જુગલબંધી જામી અને અમૂલડેરીનો ખૂબ વિકાસ થયો.
એમણે ભારતનાં ઘણાં બધાં રાજ્યોમાં દૂધ એકત્રીકરણની યોજના ‘ઑપરેશન ફ્લડ’ સ્વરૂપે શરૂ કરી. ભેંસના દૂધમાંથી ગુણવત્તાયુક્ત પાવડર બનાવવાનું એકમ શરૂ કર્યું. ભારત સરકારની વિનંતી માન્ય રાખીને સંનિષ્ઠ વ્યક્તિઓના સહકારથી એમણે એન.ડી.ડી.બી.ની સ્થાપના કરી.ચૅરમૅનપદે તેઓ વધુમાં વધુ માસિક પાંચ હજાર રૂપિયા પગાર લેતા, પરંતુ 60 વર્ષના થયા પછી તેમણે પગાર લીધા વિના માનદ્સેવા આપી.
કુરિયન અને અમૂલ સાથે જોડાયેલા ઘણા પ્રસંગો તેમની આત્મકથા ‘મારું સ્વપ્ન’ માં નોંધાયા છે. ડૉ. કુરિયનને તેમનાં કાર્યો માટે અનેક પારિતોષિકો એનાયત થયાં છે. તેમનો જન્મદિન 26 નવેમ્બર ‘નેશનલ મિલ્ક ડે’ તરીકે ઊજવાય છે. ભારત અને વિશ્વભરમાંથી તેમને પંદર જેટલી માનદ્ પદવીઓ એનાયત કરવામાં આવી છે.
ડૉ. વર્ગીસકુરિયનનું 91 વર્ષની વયે નડિયાદમાં અવસાન થયું. શ્વેતક્રાંતિના સર્જક તરીકે તેઓ સૌ કોઈ માટે પ્રેરણાસ્રોત બની રહેશે.
Ans. વર્ગીસ કુરિયને અમૂલ ડેરીના વિકાસમાં ખૂબ મહત્ત્વનું યોગદાન આપ્યું છે. વર્ગીસ કુરિયને ‘ડેરી એન્જિનિયરિંગ’ નો આઠ માસનો કોર્સ કરેલ હતો. આથી એમને ડેરી ઉદ્યોગ અને તેની પ્રવૃત્તિ વિશે અને સિદ્ધાંતો વિશે સારી જાણકારી હતી. આણંદમાં રહીને કંઈક કરવાની ઇચ્છાથી ખેડૂતોના લાભ માટે ડેરી ઉદ્યોગમાં દૂધ જમાં કરાવવાની વાત શરૂ કરી. ખેડૂતોના સાથ સહકારથી ‘અમૂલ ડેરીની સ્થાપના કરી. તેમના પ્રયાસથી ‘ઑપરેશન ફ્લડ’ સંસ્થા બનાવી. ભેંસના દૂધનો પાવડર બનાવ્યો, ગુજરાતમાં આણંદ મડેલ પ્રસિદ્ધ કર્યું. ‘ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ કેડરેશન’ની સ્થાપના કરી. 33 વર્ષ સુધી વિનો પગારે સહકારી ડેરીમાં કામ કર્યું. ‘ઈરમાના ચેરમેન રહ્યા. સત્તાવન વર્ષ સુધી ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા રહ્યા. આમ, વર્ગીસ કુરિયને પોતાના ધ્યેય, નિષ્ઠા, ખંત અને સમર્પણથી ગુજરાતમાં અમૂલ ડેરી ઉદ્યોગને વિશ્વ પ્રસિદ્ધિ અપાવી.
Ans. ‘શ્વેતક્રાંતિના પ્રણેતાઓ’ પાઠનું શીર્ષક યથાર્થ છે અને બે મહાન વ્યક્તિના સાથ સહકારથી ગુજરાતમાં શ્વેતક્રાંતિ શરૂ થઈ એમ નિઃસંકોચ કહી શકાય તેમ છે. ત્રિભુવનદાસ પટેલ અને વર્ગીસ કુરિયનના અથાગ પ્રયત્ન અને ખંત તથા ગુજરાતના ખેડૂતોના હિતને માટે બંને મહાનુભાવોએ સાથે મળીને સહકારી ક્ષેત્રમાં અમૂલ ડેરીની સ્થાપના કરી વિશ્વ પ્રસિદ્ધિ મેળવી.
પરદેશી કંપની પોલસન દૂધ વેચાતું લે-ભાવ ઓછો આપે, પોતે વધારે ભાવ લઈ મુંબઈ વેચે – એના કરતાં ત્રિભુવનદાસ પટેલ ખેડૂતોને સંગઠિત કર્યા અને સહકારી દૂધ મંડળીમાં દૂધ આપવું એમ સમજાવી સારો ભાવ આપીને ગુજરાતના દૂધ ઉત્પાદકો ને રાજી કર્યો. વર્ગીસ કુરિયન અને ત્રિભુવનદાસ પટેલે આ માટે અનેક સહકારી દૂધ મંડળીનો સ્થાપી. ‘અમુલ ડેરી’ની સ્થાપના કરી. અનેક દૂધના ઉત્પાદનો શરૂ કર્યો, પરિણામે ગુજરાતમાં શ્વેતક્રાંતિ – દૂધની ક્રાંતિ થઈ. આ માટે આ બંને મહાનુભાવોને વંદન છે. આ પાઠનું શીર્ષક આ રીતે યથાર્થ અને યોગ્ય જ છે.
નીચેના પ્રશ્નોના સૂચના મુજબ ઉત્તર લખો.
નીચેના શબ્દોનાં સમાનાર્થી શબ્દો આપો.
કિશોરાવસ્થા– યુવાની પહેલાંની વયનું, સગીર,
ઝાપટવું-કપડાની ઝાપટથી સાફ કરવુ,
ઉપર્યુક્ત-ઉપર મુજબ,
સમર્પિત – અર્પણ કરવું તે,
પ્રચલિત – ચાલતું આવેલું,
સ્વપ્નદષ્ટા – સ્વપ્ન જોનાર, ભવિષ્યની કલ્પના કરનાર,
ઉદ્ધારક – ઉદ્ધાર કરનાર,
સમગ્ર – સઘળા, તમામ,
ઋણી – દેવાદાર,
પ્રભાવિત – પ્રભાવની અસરમાં આવેલું;
સત્યાગ્રહ- સત્યપાલનનો આગ્રહ, માર્ગદર્શન – દોરવણી,
ત્રાસવું – કંટાળવું,
જુગલબંધી – તાલમેલથી સાથે કાર્ય કરવું
નીચેના શબ્દોનાં વિરુદ્ધાર્થીશબ્દો આપો.
સહકાર X અસહકાર
સ્વીકાર x અસ્વીકાર
આઝાદી x ગુલામી
વિકાસ X વિનાશ
સાર્થક x નિરર્થક
મંજૂર x નામંજૂર
સ્વાવલંબન x પરાવલંબન
સંતોષ x અસંતોષ
જૂનું x નવું
પ્રગતિ x અધોગતિ
પશ્ચિમ x પૂર્વ
સક્રિય x નિષ્ક્રિય
વિશ્વાસ x અવિશ્વાસ
સ્વાર્થ x પરમાર્થ
અશક્ય x શક્ય
આવક X જાવક
ન્યાય X અન્યાય
ઉદ્ધારક x સંહારક
પ્રસિદ્ધિ X બદનામી
માન્ય x અમાન્ય
નિવૃત્ત x પ્રવૃત્ત
યશ x અપયશ
નીચેના રૂઢિપ્રયોગ આપો.
પાપા પગલી પાડવી – ધીમી ગતિએ શરૂઆત કરવી.
સોપાન સર કરવાં – સિદ્ધિઓ હાંસલ કરવી.
પાયાના પથ્થર થવું – શરૂઆતના કાર્યમાં વિશેષ યોગદાન આપવું.
હરણફાળે વિસ્તરવું – ઝડપી વિકાસ થવો.
વટવૃક્ષ બનવું – ખૂબ વિકાસ થવો.
વિકાસ હરણફાળે વિકસવો – ખૂબ ઝડપથી પ્રગતિ થવી.
કહેવત
વિના સહકાર નહિ ઉદ્ધાર – સાથસહકાર વિના પ્રગતિ થતી નથી
અપના હાથ જગન્નાથ – પોતાનું કામ પોતાની જાતે કરવું કે જેથી તે સંતોષકારક અને સારું બને.
જ્યાં પંચ ત્યાં પરમેશ્વર– એકતામાં પ્રભુતાનો વાસ છે.