Mayur Sir

Class 10 Gujarati Chapter 6
સામગ્રી તો સમાજની છે ને ?
Textbook Solution

                                                                          Chapter 6

                                                            સામગ્રી તો સમાજની છે ને !

                                                                                                                                                   –વિકાસ શર્મા

                                                                           સ્વાધ્યાય

  

Que. 1.  નીચેના પ્રશ્નો સાથે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની (✓) નિશાની કરો.

 

  1. હોટેલમાં યુવાન દંપતી ભોજન કેટલું મંગાવતા હતા ?

(a) જથ્થાબંધ               (b) વધારે પડતું                 (c) જરૂર પૂરતું               (d) વારંવાર મગાવતું હતું

Ans. (c) જરૂર પૂરતું


  1. ભારતીયોએ ખોરાક છાંડવા માટે શરમ કેમ અનુભવી ?

(a) તેઓ ભારતીય હતા              (c) બધા પુરુષો હતા           (b) તેઓ વિદેશી હતા      (d) ખોરાકના પૈસા ચૂકવ્યા હતા

Ans. (d) ખોરાકના પૈસા ચૂકવ્યા હતા


Que. 2. નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો :

 

  1. વિદેશીઓ માટે લેખકને શો ખ્યાલ હતો ?

Ans. વિદેશીઓ માટે લેખકને એવો ખ્યાલ આવે છે કે આ લોકો મૌજ શોખવાળું અને વૈભવવિલાસી જીવન જીવતાં હશે.


  1. વૃદ્ધ સ્ત્રીઓની ડિશમાં વેઈટર કેટલું પીરસતો હતો?

Ans. વૃદ્ધ સ્ત્રીઓની ડિશમાં વેઈટર પોતાના વાસણમાંથી જરૂર પૂરતું જ ખાવાનું પીરસતો હતો.


Que. 3. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો.

 

  1. વૃદ્ધ સ્ત્રીઓએ ખોરાક છાંડનાર માટે શું કર્યું?

Ans. વૃદ્ધ સ્ત્રીઓએ ખોરાક છોડનાર વિશે રેસ્ટોરાંના માલિકને ફરિયાદ કરી. લેખક સાથે અંગ્રેજીમાં વાત કરી અને ફોનથી સોશિયલ સિક્યોરિટીના માણસને બોલાવી 50 યુરોનો દંડ કરાવ્યો.


  1. સિક્યોરિટી ઑફિસરે શું સમજાવ્યું ?

Ans. સિક્યોરિટી ઑફિસરે સમજાવ્યું કે ‘તમને જોઈતું હોય તેટલું જ તમે ખાઈ શકતા હો તેટલું જ મંગાવો. પૈસા તમારા છે, પણ. સાધન-સામગ્રી તો બધી સમાજની છે. દુનિયામાં હજુ એવા ઘણા લોકો છે જે આ બધી સાધન-સામગ્રીના તીવ્ર અભાવથી પીડાય છે. માટે આ સાધન-સામ્રગીનો જરકેય બગાડ કરવાનો તમને કોઈ હક્ક નથી.’


Que. 4. નીચેના પ્રશ્નનો સવિસ્તર ઉત્તર લખો.


  1. ભૂલ કરનારાએ દંડની ટિકિટની ફોટોસ્ટેટ નકલ કરી ઘરની દીવાલ પર કેમ રાખી ?

Ans. ભૂલ કરનારાએ જર્મનીના હેમ્બર્ગના એક રેસ્ટોરાંમાં એક પાર્ટી ગોઠવી હતી. રેસ્ટોરાંમાં ગિરદી નહિ હોવાથી ખાણું ઝટ આવ્યું અને તેઓએ બીજાં કામો હોવાથી ખાણું ઝટ પતાવ્યું. તેઓએ મંગાવેલા ભોજનમાંથી ત્રીજા ભાગનું ભોજન તેઓની ડિશોમાં છાંડેલું હતું.

                          હેમ્બર્ગની કેટલીક વૃદ્ધ સ્ત્રીઓએ આ જોયું. તેઓને આ ન ગમ્યું. તેઓએ આ બાબતે ધ્યાન દોરતાં ભૂલ કરનારા મિત્રોએ એમને કહી દીધું: “અમે જે મંગાવેલું તેના પૂરેપૂરા પૈસા અમે ચૂકવી દીધા છે. અમે કેટલું ખાધું અને કેટલું છાંડયું તેની તમારે શી નિસ્બત?”

                           પેલી વૃદ્ધ સ્ત્રીઓમાંની એકે ફોન કરી સોસિયલ સિક્યોરિટીને બોલાવ્યો. જે બન્યું તે જાણીને તેણે ભૂલ કરનારાઓને 50 યુરોનો દંડ કર્યો અને કડક અવાજમાં કહ્યું: “તમને જોઈતું હોય તેટલું જ, તમે ખાઈ શકતા હો તેટલું જ મંગાવો. પૈસા તમારા છે, પણ સાધન-સામગ્રી તો બધી સમાજની છે.. જરીકે બગાડ કરવાનો તમને હક નથી.”

                            આથી પોતાને આ બાબતે કાયમ ઢંઢોળવા દંડ ભરનારાએ દંડની ટિકિટની ફોટોસ્ટેટ નકલ કરી ઘરની દીવાલ પર રાખી.


                                                                         Extra Questions


નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો :


  1. સામગ્રી તો સમાજની છે ને!’ પાઠના લેખકનું નામ જણાવો.

Ans. ‘સામગ્રી તો સમાજની છે ને!’ પાઠના લેખક વિકાસ શર્મા છે.


2. ‘સામગ્રી તો સમાજની છે ને!’ પાઠનો સાહિત્યપ્રકારજણાવો.

Ans. ‘સામગ્રી તો સમાજની છે ને !’ પાઠ પ્રસંગકથા છે.


  1. વૃદ્ધ સ્ત્રીઓને શું ગમ્યું નહોતું?

Ans. અમે આટલો બધો ખોરાક અમારી ડિશમાં છોડીને ઊભા થઈ ગયેલા, તે આ વૃદ્ધ સ્ત્રીઓને ગમ્યું નહોતું.


  1. લેખકે વૃદ્ધ સ્ત્રીઓને શો જવાબ આપ્યો ?’

Ans. લેખકે આ વૃદ્ધ સ્ત્રીઓને કહ્યું : “અમે જે મંગાવેલું તેના પૂરેપૂરા પૈસા અમે ચૂકવી દીધા છે. અમે કેટલું ખાધું અને કેટલું છાંડ્યું તેની તમારે શી નિસ્બત ?’


  1. સોશિયલ સિક્યોરિટીના માણસે લેખકને કેટલો દંડ ફટકાર્યો ?

Ans. સોશિયલ સિક્યોરિટીના માણસે લેખકને 50 યુરોનો દંડ ફટકાર્યો.


  1. ઑફિસરે કેવા અવાજમાં શું કહ્યું ?

Ans. ઑફિસરે કડક અવાજ માં મક્કમતાથી કહ્યું કે ‘સાધન-સામગ્રી સમાજની છે અને તમને એનો બગાડ કરવાનો કોઈ હક્ક નથી.


  1. અમને પ્રસંગ પરથી શું મળ્યું?

Ans. અમને આ પ્રસંગ પરથી ખોટી આદતો સુધારવાનો બોધપાઠ મળ્યો.


  1. દંડની ટિકિટનું લોકોએ શું કર્યું ?

Ans. દંડની ટિકિટની ફોટોસ્ટેટ નકલ કરીને દરેકે એક યાદગીરીરૂપે તેમની સાથે લીધી અને તેને તેમના ઓરડાની દીવાલ ઉપર ચોંટાડીને રાખી, કે જેથી તેઓ હવેથી કોઈ પણ વસ્તુનો બગાડ કરશે નહિ.


નીચેના પ્રશ્નોના સૂચના પ્રમાણે ઉત્તર આપો :

 

નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ આપો.

દંપતી – પતિ અને પત્ની

નિસ્બત – નાતો, સંબંધ

ઝટ – જલદી

ગિરદી – ભીડ,

ઝટ – જલદી;

જણ – માણસ, વ્યક્તિ

દેડ – સજા, શિક્ષા

દિલગીરી – વિષાદ

જરીક – થોડું,

યુરો-યુરોપના દેશોના સમૂહે અપનાવેલ ચલણ,

ખાણું – ભોજન,

ઢંઢોળવું – જગાડવું


નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ આપો :

 

નાનાં x મોટાં

શાંતિ × અશાંતિ

કાયમ × કામચલાઉ

કંજૂસ × ઉડાઉ

ખોટી × સારી

ધનવાન × ગરીબ

બગાડ × સુધારા

ધ્યાન × બેધ્યાન

દંડ × ઇનામ


નીચેના રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્યપ્રયોગ કરો.

 

આંજી નાખવું – છક કરી નાખવું,

આંખ ન ઊઘડવી – સભાન ન થવું, જાગૃત ન થવું.

પાઠ ભણાવવો – ખો ભુલાવવી, બોધપાઠ આપવો

નાક કાપવું – આબરૂને કલંક લગાડવું, બેઇજ્જત કરવું

Open chat