Mayur Sir

Class 10 Gujarati Chapter 8
સૂરજ તો બધે સરખો
Textbook Solution

                                                                            Chapter 8

                                                                  સૂરજ તો બધે સરખો

 

                                                                                                                                       –વિનોદ જશવંતલાલ ભટ્ટ 

                                                                                                                                            [જન્મ : 14-01-1938]

                                                                             સ્વાધ્યાય


Que. 1. નીચેના પ્રશ્નો સાથે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની (✓) નિશાની કરો.

  1. રજાઓમાં છોકરાંઓ લેખકને ક્યાં જવાનું કહે છે?

(a) અંબાજી        (b) આગ્રા           (c) દિલ્લી            (d) હરિદ્વાર

Ans. (b) આગ્રા


  1. માથેરાનમાં સર્વશભાઇ કયા પોઇન્ટ પર નાળિયેરનું પાણી પીતા ?

(a) પેનોરમા          (b) ડોના-પૌલા          (c) એકો પોઇન્ટ            (d) સનસેટ પોઇન્ટ

Ans. (a) પેનોરમા


Que. 2. નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર આપો :


  1. સર્વશભાઇના મતે મોંઘવારીમાં દાર્જિલિંગમાં ફરવા માટે શું કરવું ?

Ans. લેખકના મતે મોંઘવારીમાં દાર્જિલિંગમાં ફરવા એક યુક્તિ બતાવે છે. દર્જિલિંગમાં એક વખત જમવાનું અને સાંજે નાસ્તાથી ચલાવી લેવાનું. ઝરણામાં પગ બોળીને બેસી રહેવાનું.


  1. મહાબળેશ્વર જવા માટે સર્વશભાઇ ટ્રાવેલ્સનો કેમ આગ્રહ રાખે છે ?

Ans. મહાબળેશ્વર જવા માટે લેખક ટ્રાવેલર્સનો એટલા માટે આગ્રહ રાખે છે કે પછી ખાવા-પીવા કે રહેવાની આપણને કોઈ જ ઝંઝટ થતી નથી. બે ટાઈમ ખાવાનું, ત્રણ ટાઈમ ચા-નાસ્તો પ્રહૂલાદ ટ્રાવેલર્સવાળા આપે છે. તમો કહો એ ન એ નાસ્તો આપે છે.


Que. 3. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યમાં ઉત્તર આપો

  1. તાજમહેલ વિશે સર્વશભાઇ શું કહે છે ?

Ans. તાજમહેલ વિશે લેખક કહે છે કે “એક માણસ ચૌદમી ડિલિવરીમાં મરી ગયેલી પોતાની બૈરી પાછળ આ રીતે પૈસા બરબાદ કરે એ વાત પસંદ નથી. બીજો કોઈ સમજુ માણસ હોય તો બૈરી પાછળ આખું આગ્રા શહેર જમાડે કે પછી તેની યાદમાં તાજમહેલ જેવી કોઈ હોટલ બાંધે … લાખ્ખો રૂપિયા ખરચીને તેણે બાંધી તો એક કબર જ ને!”


  1. સૂર્યને જોવા માટે સર્વજ્ઞભાઇ મહાબળેશ્વર કરતાં આબુ જવું’ એમ સર્વજ્ઞભાઇ શા માટે કહે છે ?

Ans. લેખક કહે છે કે સૂરજ તો નવરો છે તે વહેલો ઊગી જાય. એને માટે થઈને આપણે શા માટે ઉજાગરો વેઠવો? સૂરજ તો બધે સરખો જ હોય. સૂરજને જોવા મહાબળેશ્વરમાં હાડમારી વેઠવા કરતાં આબુ જવું સારું. આબુ સસ્તું પડે.


Que. 4 નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો :


  1. સૌંદર્ય માણવાને બદલે ખાણી-પીણીમાં વિશેષ રસ લેતા પ્રવાસીઓના સ્વભાવ વિશે પાઠને આધારે નોંધ લખો.

Ans. આ પાઠમાં માનવસ્વભાવની વિચિત્રતાઓ અને એની ટેવો તરફ લેખકે આપણું ધ્યાન દોર્યું છે. માણસ જોવાલાયક, હવાખાવાના સ્થળોના પ્રવાસે જાય છે. માણસે આવા સ્થળોની ખાસિયતો જાણવી જોઈએ. આવાં સ્થળોનું સૌંદર્ય માણવું જોઈએ, આવાં સ્થળોની ઐતિહાસિક માહિતી મેળવવી જોઈએ. પરંતુ માનવસ્વભાવ વિચિત્ર છે. આવાં સ્થળોએ તે ખાણીપીણીની જ વાતો કરે છે. કયા સ્થળે કઈ વાનગીનો ટેસ્ટ કરવો જોઈએ એની જ વાત કરે છે. આગ્રામાં તેને દાળવડાંવાળો દેખાય છે. માથેરાનમાં તેને પુરોહિતવાળાની હોટલ દેખાય છે, દાર્જિલિંગમાં તેને દહીંવડાંવાળો દેખાય છે. એને તાજમહેલનું સૌંદર્ય જોવામાં રસ નથી, મહાબળેશ્વરનો ગાંડા કરી મૂકે એવો સૂર્યોદય જોવામાં રસ નથી. આવા પ્રવાસીઓને માટે બધાં સ્થાન સરખાં જ હોય છે.


  1. આખરે સર્વજ્ઞભાઈ ક્યાંય ન જવા માટે કેમ વિચારે છે ?

Ans.  સૂરજ તો બધે જ સરખો* પાઠમાં સર્વશભાઈ અને લેખક વચ્ચે રજાઓમાં કયા સ્થળે પ્રવાસે જવું તે અંગે વાતચીત થાય છે. સર્વજ્ઞભાઈ આગ્રા, માથેરાન, દાર્જિલિંગ, મહાબળેશ્વર, આબુ વગેરે સ્થળોએ કઈ કઈ વાનગીઓ ખાવા જેવી છે તેની જ વાત કરે છે, ત્યાંની ખાસિયતની નહિ. છેવટે આબુની વાત કરતાં કહે છે કે “આબુમાં એક તકલીફ રહેવાની. તમને અડધું અમદાવાદ ત્યાં જોવા મળશે. અમદાવાદમાં જે લોકોને ટાળવા આપણે ગલીમાં છુપાઈ જવા મથીએ એ બધાં ત્યાં સામે ભટકાવાનાં. ત્યાંના પાછા રસ્તાય થોડા પહોળા એટલે ભાગીનેય ક્યાં જવાય! એ વખતે સાલું એમ થાય કે આટલા પૈસા ખરચીને આબુ આવ્યા એ કરતાં અમદાવાદમાં જ રહ્યા હોત તો વધું સારું થાત!”

લેખકને આ આઇડિયા ગમ્યો. ધાબામાં બેસીને પટેલનો આઇસક્રીમ ખાતાં ખાતાં ગપ્પાં મારવાની જે મઝા આવે છે તે સાલી બીજે ક્યાંય નથી. આવા વિચારથી લેખક ક્યાંય ન જવા માટે વિચારે છે.


                                                                       Extra Questions


નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો :

  1. ‘સૂરજ તો બધે જ સરખો’ પાઠના લેખકનું નામ જણાવો.

Ans.  ‘સૂરજ તો બધે જ સરખો’ પાઠના લેખક વિનોદ ભટ્ટ છે.


  1. ‘સૂરજ તો બધે જ સરખો’ પાઠનો સાહિત્યપ્રકાર જણાવો.

Ans. ‘સૂરજ તો બધે જ સરખો’ એ હાસ્યનિબંધ છે.


  1. વિનોદ ભટ્ટને કયો સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયેલો છે?

Ans. વિનોદ ભટ્ટને રણજિતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયેલો છે.


  1. નખી લેક ક્યાં આવેલું છે?

Ans.  નખી લેક આબુમાં આવેલું છે.


  1. આગ્રામાં છોકરાંને શું જોવાની ઇચ્છા છે?

Ans. આગ્રામાં છોકરાંને તાજમહેલ જોવાની ઇચ્છા છે.


  1. લેખક સૂર્યોદય જોવા ઉજાગરો વેઠવાની કેમ ના પાડે છે?

Ans. લેખક સૂર્યોદય જોવા ઉજાગરો વેઠવાની ના પાડે છે, કારણ કે તેમના મતે સૂરજ તો બધે જ સરખો.


  1. વૅકેશનમાં અડધું અમદાવાદ ક્યાં જોવા મળે?

Ans. વૅકેશનમાં અડધું અમદાવાદ આબુમાં જોવા મળે.


  1. ‘સૂરજ તો બધે જ સરખો’ પાઠના લેખક ‘પૃથ્વીનો છેડો ઘર’ એમ કેમ કહે છે?

Ans. ‘સૂરજ તો બધે જ સરખો’ પાઠના લેખક ‘પૃથ્વીનો છેડો ઘર’ એમ કેમ કહે છે કારણ કે ઘરના જેવી મઝા બીજે ક્યાંય આવતી નથી.


  1. અમદાવાદમાં સાંજે શું કરવાનું?

Ans. અમદવાદમાં સાંજે છ વાગ્યે ધાબામાં પાણી છાંટીને ઠંડકમાં પથારી કરી લેટી જવાનું. અમદાવાદની સાંજ ઠંડકભરી હોય છે. સાંજે ધાબે પટેલનો આઇસ્ક્રીમ ઝાપટવાનો અને મિત્રો સાથે ગપ્પાં મારવાનાં. પૃથ્વીનો છેડો એટલે પ૨; તેથી અમદાવાદ સારું.


નીચેના પ્રશ્નોના સૂચના પ્રમાણે ઉત્તર લખો :


નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો :


ટેસ્ટી – સ્વાદિષ્ટ

પ્રતિજ્ઞા – ટેક,

સુપર્બ – શ્રેષ્ઠ,

અદ્ભુત – આશ્ચર્યકારક;

બ્યુટીફુલ – સુંદર

ઝંઝટ – ૨કઝક, માથાકૂટ

ઝરણું – સરવાણી, નિર્ઝર

હાડમારી – હેરાનગતિ,

ડિલિવરી – પ્રસૂતિ

હમ્બગ – તદન ખોટું

સિઝન – ઋતુ,

ઉલ્લુ – મૂરખ

પટ્ટો – પહેલવાન

બબાલ – મુસીબત,

ટાળવું – દૂર કરવું


નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ આપો.


સૂર્યોદય × સૂર્યાસ્ત

ઊગવું × આથમવું

ખરું × ખોટું

ઇચ્છા × અનિચ્છા

સાંજ × સવારે

પાછળ × આગળ

મોટી × નાની

અંદર X બહાર

મોંઘું X સસ્તું

સમજુ x અણસમજુ

ગાંડો X ડાહ્યો


નીચેની કહેવતની સમજૂતી આપો :


સસ્તું ભાડું ને સિદ્ધપુરની જાતરા- મર્યાદિત સાધનોથી કામ પૂર્ણ કરવું

ગરથ ગાંઠે ને વિદ્યા પાઠ – જે હાથવગું હોય, પોતાના કબજામાં હોય તેજ વસ્તુ કામની.

અણીનો ચૂક્યો સો વરસ જીવે – એક વખત નિષ્ફળતા કે આફતમાંથી ઉગરી જનાર સફળતાની પરંપરાનો લાભ મેળવે છે.


રૂઢિપ્રયોગ


પૈસા બરબાદ કરવા – પૈસા વેડફવા,

આંગળાં કરડવાં – ખૂબ સ્વાદિષ્ટ લાગવું.

Open chat