Mayur Sir

Class 10 Gujarati Poem 11
દીવાનખાનામાં
Textbook Solution

                                                                                    Poem 11

                                                                             દીવાનખાનામાં (કાવ્ય)

                                                                                                     -પન્ના ધીરજલાલ નાયક (જન્મ : 28 12 1933)

                                                                                

                                                                               સ્વાધ્યાય


Que. 1. નીચેના પ્રશ્નો સાથે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની (✓) નિશાની કરો.

 

1. સુશોભનથી કોણ પ્રસન્ન થાય છે?

(a) કાવ્યનાયિકા         (b) દીવાનખાનું          (c) મન.             (d) બારી

Ans. (b) દીવાનખાનું


2. કાવ્યનાયિકા કઈ જગ્યાએ વસ્તુઓ વ્યવસ્થિત કરી રહ્યાં છે ?

(a) રસોડામાં           (b) ઓસરીમાં.         (c) દીવાનખાનામાં.        (d) ફળિયામાં

Ans. (c) દીવાનખાનામાં


Que. 2. નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો :

 

1. નાયિકા દીવાનખાનામાં વસ્તુઓ કેવી રીતે ગોઠવે છે ?

Ans. નાયિકા દીવાનખાનામાં દરેક વસ્તુનું મન પૂછીને વસ્તુઓ ગોઠવે છે.


2. કાવ્યમાં કયા અંગ્રેજી શબ્દોનો સમાવેશ થયો છે ?

Ans. કાવ્યમાં સોફા, લૅમ્પ, કારપેટ Wall to wall જેવા અંગ્રેજી શબ્દોનો સમાવેશ થયો છે.


Que. 3. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો.

 

1. નાયિકા દીવાનખાનાની કઈ-કઈ વસ્તુઓમાં શા માટે ફેરફાર કરે છે ?

Ans. નાયિકા દીવાનખાનાની અનેક વસ્તુઓમાં ફેરફાર કરે છે કે જેથી દીવાનખાનું વધારે સુશોભિત લાગે, આવનારને ઘડીક બેસવાનું મન થાય, દીવાનખાનાની જે વસ્તુઓ હતી; તેનો સ્થાન બદલો કરે છે. તેને ત્યાં અને એને તહીં ગોઠવે છે. વસ્તુના મનને પૂછીને તેને યોગ્ય સ્થાને પ્રસ્થાપિત કરે છે. સોફા, લેંપ, બારીના પડદા, જૂનો ગાલીચ હટાવી wall to wall કારપેટ લગાવે છે, દીવાનખાનું સુશોભિત અને વ્યવસ્થિત કરવા માટે આટલાં ફેરફાર કરે છે.


2. કાવ્યના અંતે નાયિકા કેવો મનોભાવ અનુભવે છે ?

Ans. કાવ્યના અંતે નાયિકા એકલતાની વેદના અનુભવે છે. દીવાનખાનું વસ્તુઓથી સુશોભિત છે, પણ તે નાયિકાની એકલતાની વ્યથા દૂર કરી શકે તેમ નથી.


Que. 4. નીચેના પ્રશ્નનો સવિસ્તર ઉત્તર લખો.

 

1. દીવાનખાનામાંનું શબ્દચિત્ર આલેખો.

Ans. કાવ્યનાયિકા દીવાનખાનાને વ્યવસ્થિત કરે છે. દરેક વસ્તુ ક્યાં સારી લાગે એવું વિચારી-વિચારીને તેની ગોઠવણી કરે છે. સોફા અને લૅમ્પનું સ્થાન બદલી કાઢે છે, બારીના પડદા બદલી કાઢે છે અને જૂના ગાલીચાની જગ્યાએ wall to wall નવી કારપેટ નખાવી દે છે. સુશોભનથી દીવાનખાનું પ્રસન્ન થાય છે, શોભી ઊઠે છે.


                                                                          Extra Questions 

 

નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો :

 

1. ‘દીવાનખાનામાં’ કાવ્યના કવિનું નામ જણાવો.

Ans. ‘દીવાનખાનામાં’ કાવ્યનાં કવયિત્રી પન્ના નાયક છે.


 2. ‘દીવાનખાનામાં’ કાવ્યનો સાહિત્યપ્રકાર જણાવો.

Ans. ‘દીવાનખાનામાં’ કાવ્યનો પ્રકાર ‘અછાંદસ’ છે.


3. બધું ગોઠવાઈ ગયા પછી ‘દીવાનખાનામાં’નાં કાવ્યનાયિકા શું શોધે છે?

Ans. બધું ગોઠવાઈ ગયા પછી ‘દીવાનખાનામાં’નાં કાવ્યનાયિકા પોતાને ગોઠવવાનું કેન્દ્ર શોધે છે.


4. ‘દીવાનખાનામાં’નાં કાવ્યનાયિકાએ કોને નવું સ્થાન આપ્યું ?

Ans. ‘દીવાનખાનામાં’નાં કાવ્યનાયિકાએ સોફા અને લૅમ્પને નવું સ્થાન આપ્યું છે.


5. દીવાનખાનામાં કઈ બે વસ્તુઓને નવું સ્થાન મળે છે ?

Ans. દીવાનખાનામાં સોફા અને લેમ્પને નવું સ્થાન મળે છે.


6. કોનાં પડદા બદલવામાં આવ્યા ?

Ans. બારીના પડદા બદલવામાં આવ્યા.


7. ગાલીચો કેવો હતો ?

Ans. ગાલીચો જૂનો હતો.


8. જૂના ગાલીચાની જગ્યાએ શું લગાવ્યું ?

Ans. જૂના ગાલીચાની જગ્યાએ wall to wall કારપેટ લગાવી.


9. દીવાનખાનું શેનાથી પ્રસન્ન થયું ?

Ans. દીવાનખાનું સુશોભનથી પ્રસન્ન થયું.


10. છેવટે કાવ્યનાયિકા ક્યાંય બેસે છે ?

Ans. ના, છેવટે કાવ્યનાયિકાને બેસવાનું બનતું નથી, તે ઊભી જ રહે છે.


આપેલ પ્રશ્નોના ઉત્તર સૂચના પ્રમાણે લખો :

 

નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો આપો :

 

ગાલીચો – જાજમ

મન – અંતઃકરણ,

wall to wall – દીવાલથી ઘવાલ સુધી

વિવિધ – જુદાજુદા

સુશોભન – શણગાર

કેન્દ્ર –મધ્યબિંદુ,

કનેથી-પાસેથી,

નિહાળવું – જોવું;

શણગાર કેન્દ્ર – મધ્યબિંદુ

સધળું – બધું

રસ્તો – માર્ગ, પથ


નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો :

 

પ્રસન્ન × અપ્રસન્ન

વિવિધ × એ કવિધ

જૂનું × નવું

પ્રબંધ × અપ્રબંધ

વ્યવસ્થિત × અવ્યવસ્થિત

ઊભા રહેવું × બેસવુ 

અહીં X તહીં

વ્યક્ત × અવ્યક્ત


રૂઢિપ્રયોગ

 

છટકી જવું. – નાસી જવું, 

આંખ ઉઘડવી. અર્થ : ચેતી જવું, સાવધાન થવું.

ધૂળમાં મળી જવું. – નાશ પામવું.

કાળજું કોરાવું. – દિલને સંતાપ થવો.

પરસેવો રેડવો. – સખત મહેનત કરવી.


નીચેના શબ્દસમૂહ માટે એક શબ્દ લખો :


મુલાકાત માટેનો બેઠકનો ઓરડો – દીવાનખાનું

કન્યા પોતે વર પસંદ કરે છે – સ્વયંવર

ખપ કરતાં ઓછો ખર્ચ કરનાર – કંજૂસ

નિરાધાર બાળકોને રહેવાનું સ્થળ – અનાથાશ્રમ

યુદ્ધ માં પ્રાણ અર્પણ કરનાર – શહીદ

Open chat