ક્યાં રે વાગી
Textbook Solution
Poem 13
ક્યાં રે વાગી (કાવ્ય)
–લોકગીત
સ્વાધ્યાય
Que. 1. નીચેના પ્રશ્નો સાથે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની (✓) નિશાની કરો.
(a) સ્તબ્ધ બનાવી દીધી (b) મન હરી લીધું (c) ભાન ભૂલાવી દીધું (d) રાસ રમવા લાગી
Ans. (b) મન હરી લીધું
(a) ગોપાળો (b) ગોપીઓ (c) ગાયો (d) ગરબો
Ans. (d) ગરબો
Que. 2. નીચેના પ્રશ્નોના એક–એક વાક્યમાં ઉત્તર લખો :
Ans. કાવ્યમાં મોરલીના રાગને ગૂઢો કહ્યો છે.
Ans. ગોપીએ સહિયરનો સાથ છોડ્યો છે.
Que. 3. નીચેના પ્રશ્નોના બે–ત્રણ વાક્યમાં ઉત્તર લખો :
Ans. મોરલીના સાદથી ગોપી વિહ્વળ બની જાય છે. તે સહિયરનો સાથ છોડી, ઘરનાં કામ પડતાં મૂકી, મા-બાપને ભૂલીને તેમજ બાળકોને રડતાં મૂકીને દોડી આવે છે.
Ans. શ્રીકૃષ્ણની મોરલીને કવિએ અભાગણી કહી છે, કારણ કે તે સમીસાંજે વાગીને ગોપીને વિહ્વળ બનાવે છે. તે કરવા જેવાં કામ પણ કરી શકતી નથી.
Que. 4. નીચેના પ્રશ્નનો સવિસ્તાર ઉત્તર લખો.
Ans. કાનની મોરલીએ ગોપીનું મન હરી લીધું છે. મોરલીના નાદથી ઘેલી બનેલી ગોપી સુધબુધ ગુમાવી બેઠી છે. તે સહિયરનો સાથ છોડીને, મા-બાપને ભૂલીને, બાળકોને રડતાં મૂકીને, ઘરનાં બધાં કામ પડતાં મૂકીને દોડી આવે છે.
આ કાવ્યમાં ગોપીના પાત્ર દ્વારા સાચા ભક્તની ભાવના વ્યક્ત કરવામાં આવી છે. સાચા ભક્તનું એક જ લક્ષ હોય છે : ઈશ્વરપ્રાપ્તિ. તે માટે તે સર્વસ્વનો ત્યાગ કરે છે. અનન્ય ભક્તિ કોને કહેવાય તેનો પરિચય આપણને આ કાવ્યમાં થાય છે.
Extra Questions
Ans. ‘ક્યાં રે વાગી’ કાવ્ય લોકગીત છે.
Ans. ‘ક્યાં રે વાગી’ કાવ્યની ધ્રુવપંક્તિ છે : ‘સમીસાંજની જી રે, વજોગણ ક્યાં રે વાગી !’
Ans. કાનાની મોરલીએ ગોપીએ બાળકોને રડતાં મૂક્યાં છે.
Ans. ‘ક્યાં રે વાગી’ કાવ્યમાં મોરલી માટે વિજોગણ, અભાગણ, સરવા સાદની શબ્દો વપરાયા છે.
Ans. મોરલી સમી સાંજના સમયે વાગે છે.
Ans. મોરલી રાતના મધરાતે વાગે છે.
Ans. મોરલીને ગોપી અભાગણ કહે છે.
Ans. ગોપીએ મોરલીને કારણે રોતાં બાળને મેલ્યાં છે.
નીચેના પ્રશ્નોના સૂચના મુજબ ઉત્તર આપો :
નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો આપો :
હર્યા – હરી લીધાં, ચોરી લીધાં
વજોગણ – વિરહિણી
સમી સાંજ – સંધ્યાકાળ, સાંજની વેળા
ગૂઢા – ગૂઢાર્થ
મેલવું-મૂકવું,
કણ – (અહીં) અનાજ
બાળ – બાળક, સંતાન
સોદ – અવાજ
સરવા – પ્રેમાળ
ઘેલો – ગાંડો, પાગલ
મધરાત – રાત્રિનો મધ્યભાગ,
અભાગણી – કમનસીબ,
સૈયરું – સહિયર
નીચેના શબ્દસમૂહ માટે એક શબ્દ આપો :
રાત્રિનો મધ્યભાગ – મધરાત
અનાજ ભરવાનું માટીનું મોટું વાસણ – કોઠી
લોકોના સમૂહ દ્વારા લખાયેલું ગીત – લોકગીત
સાંકડો પગ રસ્તો – કડી
પાણી ભરવાનું સાંકડા મોંનું વાસણ – ઘડો/ગાગર
નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો આપો :
તારી × મારી
દોડવું × બેસવું
સર્જન × વિસર્જન
ત્યાગ × સ્વાર્થ
ઘેલો × ડાહ્યો
સુપેરે × કુપેરે
૨ડતાં × હસતાં
પ્રેમ × ગુસ્સો