Poem 15
તે બેસે અહીં (કાવ્ય)
સ્નેહી હરિભાઈ પરમાર (જન્મ : 01-06-1971)
સ્વાધ્યાય
Que. 1 નીચેના પ્રશ્નો સાથે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની (✓) નિશાની કરો.
1. ‘સૂર્ય તપતો હોય એનો મધ્યમાં’નો અર્થ……………
(a) વૈશાખ મહિનાનો સૂર્ય (b) લાલ ધગધગતો ગોળો
(c) પ્રગતિની ટોચે હોવું (d) સૂર્ય અને ચન્દ્રની મધ્યમાં
Ans. (c) પ્રગતિની ટોચે હોવું
2. કવિ કઈ રીતે આપેલ દાનને ઉત્તમ માને છે ?
(a) ગુપ્ત રીતે દાન આપ્યું હોય (b) હાથથી દાન આપ્યું હોય
(c) દાનની ખૂબ જ જાહેરાત કરી હોય (d) દાન આપ્યું જ ન હોય
Ans. (a) ગુપ્ત રીતે દાન આપ્યું હોય
Que. 2. નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો :
1. માણસની નમ્રતા કવિએ કઈ પંક્તિ દ્વારા દર્શાવી છે ?
Ans. માણસની નમ્રતા કવિએ નીચેની પંક્તિમાં દર્શાવી છે. ‘સૂર્ય તપતો હોય એનો મધ્યમાં ને તે છતાં, કોઈનાં ચરણોમાં ઝૂક્યું હોય, તે બેસે અહીં.’
2. કવિએ સભામાં બેસવા માટેની લાયકાત કઈ ગણાવી છે?
Ans. જે વ્યક્તિ સંવેદનશીલ હોય, વિનમ્ર હોય અને ગુપ્તદાન કરતો હોય તે વ્યક્તિ સભામાં બેસવા માટે લાયક ગણાય.
Que. 3. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો :
1. બીજાના દુઃખે દુઃખી થવાની સંવેદનાને કવિ શું કહીને સમજાવે છે ?
Ans. સંવેદનશીલ વ્યક્તિ બીજાનું દુઃખ દૂર કરે છે, તેનાં આંસુ લૂછે છે. સંવેદનશીલ વ્યક્તિ બીજાનું દુઃખ જોઈ દુઃખી થાય છે, તેની છાતીમાં દુ:ખે છે.
2. દાનનો મહિમા કવિ કયા ઉદાહરણ દ્વારા સમજાવે છે ?
Ans. દાનનો મહિમા કવિ રડિયારાના ઉદાહરણ દ્વારા સમજાવે છે. કીડિયારું પૂરવામાં વ્યક્તિને કોઈ સ્વાર્થ હોતો નથી. તેમજ તેની બીયાને જાણ થતી નથી. આમાં ગુપ્તદાનનો મહિમા છે. એક સાથે કરેલા દાનની બીજા હાથને પણ જાણ થવી જોઈએ નહિ.
Que. 4. નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો.
1. માણસની સભાપાત્રતાની યોગ્યતા ગઝલને આધારે સમજાવો.
Ans. સભાયાત્રની યોગ્યતા એટલે માનભર્યું સ્થાન. કઈ વ્યક્તિ માનને પાત્ર છે? જે સંવેદનશીલ છે, એટલે કે બીજાના દુઃખે દુઃખી થાય છે અને એનું દુઃખ દૂર કરે છે તે. જે પ્રગતિના શિખરે પહોંચીને પણ નમ્ર રહે છે. અભિમાન કરતો નથી તે. જે કોડિયારું પૂરે, જે ગુપ્તદાન કરે છે તે. જે આત્મનિરીક્ષણ કરે છે અને પ્રામાણિક છે તે.
2. અંતિમ બે શેરને આધારે આત્મનિરીક્ષણ અને પ્રામાણિકતા સમજાવો.
Ans. દરેક વ્યક્તિએ આત્મનિરીક્ષણ કરવું જોઈએ. આપણું મનદર્પણ આપણને આપણો અસલ ચહેરો દર્શાવતું હોય છે. આત્મનિરીક્ષણ કરતાં દરેક વ્યક્તિને પોતાના ગુણ-દોષ સ્પષ્ટ દેખાય છે. વ્યક્તિએ એ ગુણ-દોષનો પ્રામાણિક્તાથી સ્વીકાર કરવો જોઈએ. જે દોષ દેખાતા હોય તે દૂર કરવા માટેના પ્રામાણિક પ્રયત્નો કરવા જોઈએ. આમ થાય તો વ્યક્તિ માનભર્યા સ્થાનને પાત્ર બને છે.
Extra Questions :-
નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો :
1. ‘તે બેસે અહીં’ ગઝલના કવિનું નામ જણાવો.
Ans. ‘તે બેસે અહીં ગઝલના કવિ સ્નેહી પરમાર છે.
2. ‘તે બેસે અહીં’નો કાવ્યપ્રકાર જણાવો.
Ans. ‘તે બેસે અહીં એ ગઝલ છે.
3. ‘તે બેસે અહીં’ કવિના કયા કાવ્યસંગ્રહમાં છે?
Ans. ‘તે બેસે અહીં કવિના ‘યદા તદા ગઝલ’ માં છે.
4. કોઈને ક્યાં દુ:ખ થવું જોઈએ ?
Ans. કોઈને છાતીમાં દુઃખ થવું જોઈએ.
5. આપણે દાન કેવી રીતે આપવાનું છે ?
Ans. આપણે એવી રીતે દાન આપવાનું છે કે બીજા હાથને તેની જાણ પણ ન થાય.
6. આપણે શું પૂરવાનું છે ?
Ans. આપણે કીડિયારું પૂરવાનું છે.
7. પોતાની જાતને શું પૂછવાનું છે ?
Ans. પોતાની જાતને યોગ્યતા કે લાયકાત વિશે પૂછવાનું છે.
8. જે પોતાની યોગ્યતા ન હોય તો ક્યાંથી ઊઠી જવાનું છે ?
Ans. જો પોતાની યોગ્યતા ન હોય તો સભામાંથી ઊઠી જવાનું છે.
નીચેના પ્રશ્નોના ઉત્તર સૂચના પ્રમાણે આપો :
નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો આપો :
સૂર્ય – ભાસ્કર, રવિ,
ચરણ – પગ,
હાથ – હસ્ત, કર,
કીડિયારું – કીડીના દર પાસે ખાંડ કે લોટ મૂકવો
લૂછવું – સાફ કરવું,
લાયક- યોગ્ય ગુણો ધરાવતું,
ચણા – પગ, પાદ
મહિમા – ગૌરવ
દુખવું – દુ:ખ થવું
સજાગ – જાગૃત
નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો :
લાયક × ગેરલાયક, નાલાયક
ઊઠવું × બેસવું
દુ : ખ × સુખ
તપવું × શાંત, ઠંડું
સૂર્ય × ચંદ્ર
નીચેના રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્યપ્રયોગ કરો:
આંસુ લૂછવું – દુઃખ દૂર કરવું.
સૂર્ય તપવો – પ્રગતિના શિખર પર હોવું.
છાતીમાં દુ:ખવું – દુ:ખ થવું.
હેયે ટાઢક વળવી – મનમાં નિરાંત થવી
હાથ ધોઈ નાખવા – આશા મૂકી દેવી.