scholaracademy

Class 10 Gujarati Chapter 18
લઘુકાવ્યો
Textbook Solution

                                                                              Chapter 18

                                                                                 

                                                                               લઘુકાવ્યો

 

                               -શેખ આદમ મુલ્લા શુજાઉદ્દીન આબુવાલા (જન્મ : 15-10-1929, મૃત્યુ: 20-05-1985) 

                                                                                            -હર્ષદ અમૃતલાલ ત્રિવેદી (જન્મ : 15-07-1958) 

                                                                                         -ફિલિપ સ્ટાનીસા ક્લાર્ક (જન્મ : 23 – 12 – 1940) 

                                                                                  -ધીરુભાઈ ઈશ્વરલાલ પરીખ (જન્મ : 31 – 08 – 1933)

                                                                              

                                                                                સ્વાધ્યાય


Que. 1. નીચેના પ્રશ્નો સાથે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની (✓) નિશાની કરો.


1. કડવા લીમડાની છાયા કેવી હોય છે?

(a) તૂરી                (b) શીતળ                   (c) ગરમ                    (d) આકરી

Ans. (b) શીતળ


2. કેવો માણસ કદી ફૂલાતો નથી ?

(a) દંભી              (b) નિરાશ             (c) પૂર્ણતાવાળો            (d) દુ:ખી

Ans. (c) પૂર્ણતાવાળો


Que. 2. નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો :


1. જિંદગીની આગને શેમાં ફેરવી નાખવા કવિએ વાત કરી છે ?

Ans. જિંદગીની આગને બાગમાં ફેરવી નાખવાની કવિએ વાત કરી છે.


2. પંખીએ માણસ સામે જોયા પછી શું કર્યું? શા માટે ?

Ans. પંખીએ મારા સામે જોયા પછી પાછું પોતાના પિંજરામાં ભરાઈ ગયું.


Que. 3. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો.


1. તળાવને કોણ જગાડે છે ?

Ans. તળાવ લીલની ચાદર ઓઢીને પોઢી ગયું છે. પંખી ચાંચ મારીને તળાવને જગાડે છે. તળાવ જીવંત થઈ જાય છે, તેનામાં સજીવતા આવી જાય છે.


2. ‘પૂર્ણ ઘડા’ દ્વારા કવિ શું કહેવા માગે છે?

Ans. ‘પૂર્ણ ઘડા’ દ્વારા કવિ કહેવા માગે છે કે જે પૂર્ણતા પામ્યો હોય છે, જેનામાં સંપૂર્ણ જ્ઞાન હોય છે તે કદી ફુલાતો નથી, ઘમંડ કરતો નથી. તેને પોતાના જ્ઞાન-વૈભવનું જરાય અભિમાન હોતું નથી.


3. કવિ મૃત્યુ સાથે કેવો સંઘર્ષ કરવા માગે છે ?

Ans. કવિ મૃત્યુ સાથે પણ હિંમતથી બાથ ભીડવા માગે છે. ગમે તેવી કઠણ પરિસ્થિતિમાં પણ હારવા માગતા નથી.


Que. 4. નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો.


1. ‘વાદળ ટોચે પહોંચી વેરાઈ ગયું’ પંક્તિમાં વ્યક્ત થતો સંદેશ.

Ans. વાદળ જેમ જેમ ઉપર ગયું તેમ તેમ હલકું થયું. પર્વતની ટોચે પહોંચતાં એટલું બધું હલકું થઈ ગયું કે તે વેરાઈ ગયું. આ પંક્તિનો સંદેશ છે કે આપણે જેમ જેમ ભાર ઓછો કરતાં જઈશું તેમ તેમ આપણે હળવાશનો આનંદ અનુભવી શકીશું. જીવનમાં બિનજરૂરી બોજ લઈને શોકમય વાતાવરણ રાખવું નહિ. જેટલી જરૂરિયાતો ઓછી એટલા આપણે સુખી.


2. ‘પંખી પીંજરામાં ભરાઈ ગયું’માં વ્યક્ત થતી વેદના વર્ણવો.

Ans. ‘પંખી પિંજરામાં ભરાઈ ગયું’ માં પંખીની અને માનવની વેદના મર્મસ્પર્શી રીતે અભિવ્યક્ત થઈ છે. પિંજરાનું બારણું ખોલીને પંખીને કહેવામાં આવ્યું, ‘હવે તું મુક્ત છે’. પંખીએ બહાર નીકળીને માણસ સામે જોયું અને પાછું પિંજરામાં ભરાઈ ગયું. અહીં પંખીની વેદના વ્યક્ત થઈ છે. પંખી (અન્ય જીવસૃષ્ટિ)ને માનવજાત પર વિશ્વાસ નથી. માણસ દંભ કરીને, સદાચારીની બનાવટ કરીને અન્યને ભોળવીને તેનો લાભ લે છે, કપટ કરે છે, છેતરે છે.


                                                                       Extra Questions 


નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો :


1. ‘અમને નાખો જિંદગીની આગમાં…’ મુક્તક કોનું છે?

Ans. ‘અમને નાખો જિંદગીની આગમાં…’ મુક્તક શેખાદમ આબુવાલાનું છે.


2. ‘પિંજરાનું બારણું ખોલીને’ મુક્તક કોનું છે?

Ans. ‘પિંજરાનું બારણું ખોલીને’ મુક્તક હર્ષદ ત્રિવેદીનું છે.


3. ‘લીલ ઓઢીને’ હાઈકુના કવિનું નામ જણાવો.

Ans. ‘લીલ ઓઢીને’ હાઈકુના કવિ ફિલિપ ક્લાર્ક છે.


4. ‘પર્વત ટોચે’ હાઈકુના કવિનું નામ જણાવો.

Ans. ‘પર્વત ટોચે’ હાઈકુના કવિ ધીરુ પરીખ છે.


5. ‘હાઈકુ’ કઈ ભાષાનો કાવ્યપ્રકાર છે?

Ans. ‘હાઈકુ’ જાપાનીઝ ભાષાનો કાવ્યપ્રકાર છે.


6. ‘હાઈકુ’માં કેટલા અક્ષરની કેટલી પંક્તિ હોય છે?

Ans. ‘હાઈકુ’માં 5-7-5 એમ સત્તર અક્ષરની ત્રણ પંક્તિ હોય છે.


7. ‘મુક્તક’ એટલે શું?

Ans. ‘મુક્તક’ એટલે મોતી.


8. ‘હવે તું મુક્ત છું.’ એવું કોણે કહ્યું?

Ans. ‘હવે તું મુક્ત છું.’ એવું માણસે કહ્યું.


9. પર્વત ટોચે પહોંચી કોણ સ્વયં વેરાઈ ગયું?

Ans. પર્વત ટોચે પહોંચી વાદળ સ્વયં વેરાઈ ગયું.


10. તળાવ શું ઓઢીને પોઢી ગયું?

Ans. તળાવ લીલ ઓઢીને પોઢી ગયું.


11. કેવો ઘડો છલકાય છે?

Ans. અધૂરો ઘડો છલકાય છે.


12. ભાઈને કોના જેવા કહ્યા છે?

Ans. ભાઈને કડવા લીમડા જેવા કહ્યા છે.


14. વાદળ ક્યાં પહોંચી સ્વયં વેરાઈ ગયું?

Ans. વાદળ પર્વત ટોચે પહોંચી સ્વયં વેરાઈ ગયું.


નીચેના પ્રશ્નોના સૂચના મુજબ ઉત્તર લખો :


નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો.


બાંધવ – ભાઈ, 

પૂરો – ભરેલો, 

ફૂલાવું – અભિમાન કરવું

મોરચો – ધ્યેય, લક્ષ્ય

આગ – અગ્નિ,

અબોલડા – ન બોલવું તે

પૂર્ણતા – ઉન્નતિ, જ્ઞાની

ઘટ – ઘડો, કુંભ

બાગ – બગીચો, 

સ્વયં – પોતે,

ભરાવું – બેસી જવું

શીતળ – ઠંડું

અધૂરો – થોડો જ ભરેલો, 

મુક્ત – આઝાદ

લાગ – ૫કડ, ધવ લેવો

બાંય – મદદગાર, ભાઈ  

Open chat