Mayur Sir

Class 10 Gujarati Poem 4

જીવન અંજલિ થાજો

Textbook Solution

                                                                                Poem 4

                                                                 જીવન અંજલિ થાજો (કાવ્ય)

 

                                                                                                                          – કરસનદાસ નરસિંહભાઈ માણેક

                                                                                                             [જન્મ : 28-11-1901; મૃત્યુ: 18-01-1978]

                                                                                 સ્વાધ્યાય

 

Que. 1  નીચેના પ્રશ્નો સાથે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની (✓) નિશાની કરો.

  1. કવિ પોતાના જીવનને કેવું બનાવવા માંગે છે ?

(a) સુઘડ                 (b) આકર્ષક              (c) સ્વચ્છ                  (d) પરોપકારી

Ans. (d) પરોપકારી


  1. કવિ કયો દીપક કદી ઓલવાય એમ ઇચ્છે છે ?

(a) અંધશ્રદ્ધાનો                    (b) અશ્રદ્ધાનો                   (c) શ્રદ્ધાનો                (d) નિરાશાનો

Ans. (c) શ્રદ્ધાનો


Que. 2 નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો :


  1. કવિ ભૂખ્યા અને તરસ્યા માટે શું બનવા ઇચ્છે છે ?

Ans. કવિ ભૂખ્યા માટે ભોજન અને તરસ્યા માટે જળ બનવાનું ઇચ્છે છે.


  1. કવિ દરેક સ્પંદને શું ઇચ્છે છે?

Ans. કવિ દરેક સ્પંદને ઈશ્વરનું નામ રટવાનું ઇચ્છે છે.


Que. 3 નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો : 


  1. કવિ ક્યાં ચાલવાનું કહે છે? શા માટે ?

Ans. ‘જીવન અંજલિ થાજો’ કાવ્યના કવિ કાંટાળી કેડી પર ચાલવાનું કહે છે, કારણ કે કવિને તે પથ પર પુષ્પ બની પથરાવું છે.


  1. કવિ પોતાનાં ચરણોને વણથાકયાં કેમ કહે છે ?

Ans. ‘જીવન અંજલિ થાજો’ કાવ્યના કવિ પોતાનાં ચરણોને વણ-થાક્યાં કહે છે કારણ કે કવિ સૌની નિઃસ્વાર્થભાવે સેવા કરે છે. વળી કવિને ઈશ્વરની સમીપ જવું છે. કવિને સેવા અને ભક્તિ કરવાં છે. સેવાનાં કામો કરતાં ચરણો થાકતાં નથી.


Que. 4 નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો.


  1. જીવન અંજલિ થાજો’ શીર્ષકની થથાર્થતા સિદ્ધ કરો.

Ans. ‘જીવન અંજલિ થાજો’ સુંદર પ્રાર્થનાકાવ્ય છે. આ કાવ્યમાં કવિ પોતાનું જીવન અન્યને માટે ઉપયોગી બને, અંજલિરૂપ બને તેવી ભાવના વ્યક્ત કરે છે. કવિની કોઈ મહેચ્છા નથી. જીવનપથ પર ચાલતાં રસ્તામાં કોઈ ભૂખ્યાં આવે તો તેઓને ભોજન, કોઈ તરસ્યાં આવે તો તેઓને પાણી અને કોઈ દીન-દુખિયાં આવે તો એમનાં આંસુ લુછાય, એમને આશ્વાસન અપાય તેવી કવિની ઇચ્છા છે. સત્યને માર્ગે ચાલનાર પર પુષ્પ બની પથરાવું, વિકટ પરિસ્થિતિમાં પણ શ્રદ્ધાનો દીપક જલતો રાખવો એમાં કવિની નિઃસ્વાર્થ સેવા અને શ્રદ્ધાની ઝાંખી થાય છે.

આમ, કાવ્ય જીવન અન્ય માટે સમર્પિત કરવાની ભાવના દર્શાવતું હોવાથી ‘જીવન અંજલિ થાજો’ શીર્ષક યથાર્થ છે.


  1. કાવ્યપંક્તિ સમજાવો :

વમળોની વચ્ચે નૈયા મુજ હાલકડોલક થાજો,

શ્રદ્ધા કેરો દીપક મારો નવ કદીએ ઓલવાજો !”

Ans. સમુદ્રમાં નાવ સફર કરતી હોય ત્યારે પાણીમાં ઘણાં વલયો ઉત્પન્ન થતાં હોય છે અને નાવ હાલકડોલક થાય છે. તે ડૂબી જવાની સંભાવના પણ રહે છે. આવા સમયે ઈશ્વર પરની શ્રદ્ધા જ નાવને ડૂબતી બચાવી શકે!

      આપણું જીવન પણ શ્રદ્ધાના બળે જ ટકી શકે સંસારરૂપી – સાગરમાં જીવનરૂપી નાવને અનેક મુસીબતો આવે છે. કવિ કહે છે કે આવા સમયે મારો શ્રદ્ધારૂપી દીપક કદીય ન ઓલવાય. હું સદાય નિ:સ્વાર્થ સેવા કરતો રહું.


                                                                        Extra Questions


નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખો.

  1. કોનાં આંસુ લૂછવાનાં છે ?

Ans. દીન-દુ:ખિયાના

 

  1. સત્ નો માર્ગ કેવો છે ?

Ans. સત્ નો માર્ગ કાંટાળો છે.

 

  1. આવા કાંટાળા માર્ગ પર કવિને શું બનવું છે ?

Ans. આવા કાંટાળા માર્ગ પર કવિને પુષ્પ બનવું છે.


  1. જીવન અંજલિ થાજો’ કાવ્યના કવિનું નામ જણાવો.

Ans. ‘જીવન અંજલિ થાજો’ કાવ્યના કવિ કરસનદાસ માણેક છે.


  1. જીવન અંજલિ થાજો’ કાવ્યનો સાહિત્યપ્રકાર જણાવો.

Ans. ‘જીવન અંજલિ થાજો’ પ્રાર્થનાગીત છે.


  1. જીવન અંજલિ થાજો’ કાવ્યના કવિ ભૂખ્યા અને તરસ્યા માટે શું બનવાનું ઇચ્છે છે?

Ans. ‘જીવન અંજલિ થાજો’ કાવ્યના કવિ ભૂખ્યા માટે ભોજન અને તરસ્યા માટે જળ બનવાનું ઇચ્છે છે.


  1. જીવન અંજલિ થાજો’ કાવ્યના કવિ દરેક સ્પંદને શું ઇચ્છે છે?

Ans. ‘જીવન અંજલિ થાજો’ કાવ્યના હિવિ દરેક સ્પંદને ઈશ્વરના નામનું રટણ ઈચ્છે છે.


  1. સત્યનો માર્ગ કેવો છે?

Ans. સત્યનો માર્ગ કાંટાળો છે.


  1. જગતનાં ઝેર જીરવવાં’ એટલે શું?

Ans. ‘જગતનાં ઝેર જીરવવાં’ એટલે કડવાં વચનો સહન કરવાં.


નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો.


ભૂખ્યાં કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો,

દીન-દુઃખિયાનાં આંસુ લો’તા, અંતર કદી ધરાજો !”

Ans. ‘જીવન અંજલિ થાજો’ પ્રાર્થનાગીતમાં કવિને દુ:ખી અને અસહાય લોકોની મદદ કરવાની ઇચ્છા છે. સમાજનાં ભૂખ્યાં લોકોને પોતે ભોજન આપવા માગે છે; જેથી એ લોકો શાંતિથી જીવી શકે. સમાજમાં રહેલાં તરસ્યાં લોકોને પાણી પીવડાવવાની કવિની મહેચ્છા છે, ભારતના અને ગુજરાતના અનેક ગામડાં હજુ પીવાના પાણીથી વંચિત છે.

આવા લોકોને પીવાનું પાણી મળે એવી ગોઠવણ કરવાની કવિની ઇચ્છા છે. વધતાં જે દીન છે, ગરીબ છે અને પછાત છે; એમનાં આંસુ પણ લૂછવાની ઇચ્છા કવિ બતાવે છે; અને આવાં પરોપકારના કામ કરતાં એમનું અંતર કદી પણ ધરાય નહિ, એવી પ્રભુને પ્રાર્થના કરે છે. જીવનને પરોપકારી બનાવવાં આવા મુશ્કેલ કાર્યો કરવાની કવિની ઇચ્છા ખરેખર પ્રશંસાને પાત્ર છે. સેવામાં જ ઈશ્વર વસેલા છે, ભૂખ્યાને ભોજન અને તરસ્યાને પાણી આપો – તો તમને ઈશ્વરની પ્રાપ્તિ સહેલાઈથી થાય છે.


નીચેના પ્રશ્નોના સૂચના મુજબ ઉત્તર લખો :

 

નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો.


અંજલિ – ખોબામાં સમાય તેટલું પાણી કે ફૂલ લઈ અર્પવાની ક્રિયા,

જીવન- જિંદગી,

કાજે- માટે,

દીન- ગરીબ, 

અંતર – હૃદય,

સત – સત્ય,

કેડી – સાંકડો માર્ગ,

પુષ્પ – ફૂલ,

પથરાવું – ફેલાવવું,

વિદિત – જાણેલું

વહેમ – સંશય, શંકા

કર્તવ્ય – ફરજ

નાદ – સ્વર

કોપ – ગુસ્સો, ક્રોધ

પ્રત્યેક – દરેક

નૈયા – નાવ

સ્પંદન – આછી ધ્રુજારી


નીચેના શબ્દોની સાચી જોડણી લખો.


અંજલી–અંજલિ

પૂષ્પ  – પુષ્પ

દૂખીયા–દુ:ખિયા

સુંદર–સુંદર

અમ્રત–અમૃત

ઊપયોગી–ઉપયોગી

પૂજારિ–ધ્રુજારી

કવી–કવિ

નિસાનિ–નિશાની

આંશુ – આંસુ

પંકતી–પંક્તિ

સમુહ–સમૂહ


નીચેના શબ્દોના વિરોધી શબ્દો લખો.


સ્વચ્છ × ગંદુ

જીવન x મૃત્યુ

સત્ય x અસત્ય

આગળ x પાછળ

ભૂખ્યા × તરસ્યા

શ્રદ્ધા × અશ્રદ્ધા

સમીપ × દૂર

આશા × નિરાશા

સત × અસત

કર્ષક × અનાકર્ષક

ઝેર × અમૃત

સુઘડ × કૂવડ

મારું × તારું

 

Open chat