Mayur Sir

Class 10 Gujarati Poem 7

જીવમાં જીવ આવ્યો
Textbook Solution

                                                                               Poem 7

                                                                જીવમાં જીવ આવ્યો (કાવ્ય)

                                                                                                                       – હરિકૃષ્ણ રામચન્દ્ર પાઠક 

                                                                                                                           (જન્મ : 05-08-1938)

 

                                                                           સ્વાધ્યાય

 

 

Que. 1. નીચેના પ્રશ્નો સાથે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની (✓) નિશાની કરો.

 

  1. જીવમાં જીવ આવ્યો’ – કૃતિમાં શેનું વર્ણન છે ?
  2. (a) પ્રાણીઓના અવાજનું           (b) પક્ષીઓના કલરવનું            (c) માનવસૃષ્ટિના દુઃખનું

     (d) વરસાદના આગમનનું

Ans. (d) વરસાદના આગમનનું

  1. ફોરાં જ્યાં બે ઝરમર ઝર્યા ……..

(a) ઊજળો રંગ કાઢ્યો        (b) જીવમાં જીવ આવ્યો     (c) ઘૂઘવ્યાં પૂર આઘાં     (d) રૂપ ખીલ્ય ધરાનું

Ans. (b) જીવમાં જીવ આવ્યો

 

Que. 2 નીચેના પ્રશ્નોના એકએક વાક્યમાં ઉત્તર લખો :

 

  1. ફોરાં ઝરમર વરસ્યાં ત્યારે પવન ડમરીનું શું થયું ?

Ans. ફોરાં ઝરમર વરસ્યા ત્યારે પવન ડમરી એકદમ શાંત થઈ જાય છે અને જીવમાં જીવ આવે છે.

  1. વરસાદ વરસવાથી પર્ણો પર શી અસર થઈ ?

Ans. વરસાદના વરસવાથી પર્ણો એકદમ સાફ-સુથરા થઈ ગયાં અને પોતાનો ઉજળો રંગ બતાવવા લાગ્યાં.

 

Que. 4 નીચેના પ્રશ્નોના બેત્રણ વાક્યમાં ઉત્તર લખો :

 

  1. વરસાદ વરસવાથી પ્રકૃતિ પર તેની શી અસર થઈ ?

Ans. વરસાદ વરસવાથી પ્રકૃતિ પર તેની ખૂબ સુંદર અસર થઈ. પક્ષીના માળા ઠંડી હવામાં ઝૂલવા લાગ્યા, ઝાડનાં પાંદડાંઓમાં ચમક અને તાજગી દેખાવા માંડી, ગરમીથી રાફડામાં દુઃખી થતી કીડીઓ ભીની થઈને, ઠંડી થઈને હારબંધ ઝાડના થડ ઉપર ચડવા માંડી, તડકો પણ સોનેરી બની ગયો, પૃથ્વી જાણે કે નવોઢા હોય એવી રૂપાળી બની ગઈ !વરસાદથી પ્રકૃતિમાં ઉત્સાહ, આનંદ અને જીવન પ્રગટ થયું.

1.      2હોકીઊઠ્યોતરતવગડો, સીમસોણેગઈત્યાં,

ાણેગાણેહરખઊઘલ્યો, ઘૂઘવ્યાંપૂરઆધાંપંક્તિઓસમજાવો.

Ans. વરસાદના આગમનથી નિર્જીવ પ્રકૃતિમાં આનંદ ઊભરાય છે. વગડાના ઝાડપાન, પશુપક્ષીઓ મીઠા અવાજથી પોતાની ખુશી જાહેર કરે છે, મોરબપૈયાં મીઠાં ટહૂકાં કરે છે. સીમમાં ગરમી દેખાતી હતી,  તે હવે વરસાદ પડવાથી ઠંડકમાં બદલાઈ ગઈ અને સીમ એકદમ શાંત થઈ ગઈ. જાણે કે સ્વપ્નમાં સૂઈ ગઈ હોય એવું લાગવા માંડયું. કોઈ શુભ પ્રસંગે ગવાતાં ગીતોમાં આનંદ આનંદ દૃષ્ટિગોચર થવા લાગ્યો અને ગીતનો હરખ દૂર દૂર સુધી પહોંચે છે. સૌ પશુપક્ષી અને માનવો વરસાદના આનંદથી હરખઘેલાં બની જાય છે.

 

Que. 4. નીચેનાપ્રશ્નોનાસવિસ્તરઉત્તરલખો :


જીવમાં જીવ આવ્યો’ – શીર્ષક ની યથાર્થતા ચર્ચો.

Ans. ઉનાળાના આકરા તાપથી સમગ્ર જીવસૃષ્ટિ વ્યથિત છે. ધૂળનીડમરીઓ થાય છે, પક્ષીઓમાળામાં વ્યથિત થઈ હાંફે છે, પર્ણોકરમાઈ ગયાં છે, રાફડામાંકીડીઓખદબદે છે, સોનેરી રંગે તડકો જડાઈ ગયો છે, વગડો, સીમ, માણસો વગેરે પરેશાન છે.

                                      ઝરમર ઝરમર વર્ષાના આગમનથી સૃષ્ટિનું ચિત્ર બદલાઈ જાય છે. પશુપંખીઓ, વનસ્પતિ, માણસોમાં નવચેતન આવે છે. સૌ રાહત અનુભવે છે. સૃષ્ટિનું સૌંદર્ય ખીલી ઊઠે છે.

 આમ, બે ફોરાં વરસાદનાંઝર્યાં ને વાતાવરણ બદલાઈ ગયું. તેથી જીવમાં જીવ આવ્યો શીર્ષક યથાર્થ છે.

 

2પ્રથમ વરસાદ થયા પછીની નવચેતનાને તમારા શબ્દોમાંવર્ણવો.

 

ઉત્તર : પ્રથમ વરસાદનું આગમન થતાં જ સમગ્ર સૃષ્ટિનું ચિત્ર બદલાઈ જાય છે. જળાશયોમાં નવાં નીર આવે છે. ગરમીથી સૌ રાહત અનુભવે છે. ધરતી પર લીલું ઘાસ ઊગી નીકળે છે, ધરતીએ લીલી ચાદર ઓઢી હોય તેવું દૃશ્ય આંખને ઠારે છે. વૃક્ષોનાં પાન તાજગી અનુભવતાં લીલાછમ દેખાય છે. મોર કળા કરી નાચે છે અને ગહેકે છે. વગડો, સીમ નવું રૂપ ધારણ કરે છે. દેડકાં ‘ડ્રાઉં કરીને પોતાની ખુશી વ્યક્ત કરે છે. બાળકો પાણીમાં છબછબિયાં કરે છે. ખેડૂતોનો આનંદ ઊભરાય છે. ડ્રાઉં…

 

આમ, વરસાદનાઆગમનથી સમગ્ર સૃષ્ટિ હરખાય છે.

 

                                                                               Extra Questions


Que. 1 નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો :

1.    

            1. જીવમાં જીવ આવ્યોકાવ્યના કવિનું નામ જણાવો.

Ans. જીવમાં જીવ આવ્યોકાવ્યના કવિ હરિકૃષ્ણ પાઠક છે

 

2.      જીવમાં જીવ આવ્યો કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો.

Ans.‘જીવમાં જીવ આવ્યો એ સૉનેટ છે.

 

3.      જીવમાં જીવ આવ્યો કાવ્ય કયા છંદમાં છે?

Ans. ‘જીવમાં જીવ આવ્યો કાવ્ય મંદાક્રાન્તા છંદમાં છે.

 

4.      સૉનેટમાં કુલ કેટલી કાવ્ય પંક્તિઓ હોયછે?

Ans. સૉનેટમાં કુલ 14 કાવ્ય પંક્તિઓ હોય છે.

 

5.      વરસાદના આવવાથી કોણ હવામાં ઝૂલે છે ?
Ans. વરસાદના આવવાથી પક્ષીઓનાં માળા હવામાં ઝૂલે છે.

 

6.      રાફડામાંથી કોણ નીકળે છે ?

Ans. ાફડામાંથી કીડીઓની લંગાર નીકળે છે.

 

7.      બેચાર ફોરાંની પ્રકૃતિ પર શી અસર થઈ ?

Ans. બે-ચાર ફોરાં પડતાં જ પ્રકૃતિ ચેતનવંતી થઈ જાય છે અને જીવમાં જીવ આવ્યો એવું લાગે છે !

 

નીચેના પ્રશ્નોના સૂચના પ્રમાણે ઉત્તર લખો :

 

નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો:


ફોરાં – વરસાદના છાંટા,

વ્યથિત – દુ:ખી, પીડિત

નીડ – માળો,

સઘળાં બધાં

તડકો – તાપ,

સ્મરણ – યાદ કરવું

કાચી ઘડી – તરત જ

ધરા ધરતી

દૂધ – દુધ, પય

આઘાં દૂર

હરખ – આનંદ, ઉલ્લાસ

ફરાં – ઝીણાં છાંટા

 

નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો :

 

અંત × આરંભ

કલરવ × ઘોંઘાટ

સ્મરણ × વિસ્મરણ

પ્રથમ × છેલ્લો

ગામ × શહેર

ધરતી × આકાશ

હરખ × શોક

 

રૂઢિપ્રયોગ

 

જીવમાં જીવ આવવો – ભય જતાં સ્થિરતા અનુભવવી

 

શબ્દસમૂહ માટે એક શબ્દ

 

1.      ઘૂમરીલઈવાતોભારેપવન- ચક્રવાત, વંટોળ

2.      કીડીઓનેરહેવાનુંઘર—રાફડો

 

Open chat