Mayur Sir

Class 10 Gujarati Poem 9

હાથ મેળવીએ
Textbook Solution

                                                                                Poem 9

                                                                    હાથ મેળવીએ (કાવ્ય)

                                                                                                                                    –નિરંજન નરહરિ ભગત

                                                                                                             (જન્મ : 19-05-1926; મૃત્યુ: 01-02-2018)


                                                                            સ્વાધ્યાય

 

Que. 1. નીચેના પ્રશ્નો સાથે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની (✓) નિશાની કરો.

 

  1. કવિ અહીં કોનો હાથ માંગે છે ?

(a) અજાણી વ્યક્તિનો            (b) મિત્રનો            (c) પત્નીનો           (d) પાડોશીનો

Ans. (a) અજાણી વ્યક્તિનો


  1. હાથમાં ઉષ્મા અને થડકોકહીને કવિ કયા ભાવને ભેળવવાની વાત કરે છે ?

(a) પરસ્પરના વેરભાવ                            (b) પરસ્પરના હૃદયનો ભાવ

(c) પરસ્પરની ટીકાનો ભાવ                      (d) પરસ્પરનો દ્વેષભાવ

Ans. (b) પરસ્પરના હૃદયનો ભાવ


Que. 2. નીચેના પ્રશ્નોના એકએક વાક્યમાં ઉત્તર લખો :

 

  1. કવિ ખાલી હાથમાં શું હોવાનું અનુભવે છે?

Ans. કવિ આ ખાલી હાથમાં પણ ઉષ્મા અને થડકો હોવાનું અનુભવે છે.


  1. કવિ અજાણ્યા માણસને શું કહે છે ?

Ans. ‘હાથ મેળવીએ’ કાવ્યના કવિ અજાણ્યા માણસને કહે છે, ‘ચાલો ફરવા જઈએ’


Que. 3. નીચેના પ્રશ્નોના બેત્રણ વાક્યમાં ઉત્તર લખો.


  1. તમારા હાથમાં શુંશું છે ?

Ans. આપણા હાથમાં કેટલુંય છે. ધન, સત્તા, કીર્તિ બધું જ છે. ઉષ્મા અને થડકો છે. આપણા હાથ ભલે ખાલી દેખાય, પરંતુ એમાં ઘણુંબધું છે.


  1. હાથ મેળવવાદ્વારા કવિ શું સૂચવે છે ?

Ans. માનવીના હાથે અનેક કામો થાય છે, હાથથી સારાં અને નઠારાં કામો થાય છે, હાથની આવડતથી સારું અને ઉમદા કામ થાય છે; તો બિનઆવડતવાળા હાથથી ખરાબ અને ખોટું કામ પણ થાય છે. હાથથી મૈત્રી થાય છે. હાથથી દુશ્મની પણ થાય છે, હાથથી તાલી પણ પડે છે અને હાથથી તમાચો પણ પડે છે.


Que. 4. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો.


  1. બેય ખાલી હાથમાંયે કેટલું છે ! – પંક્તિ સમજાવો.

Ans. નરી આંખે જોતાં સૌને બંને હાથ ખાલી જ દેખાય! શું આ બેય ખાલી હાથમાં કશું નથી? આપણાં રોજિંદાં અનેક કામ આ બે હાથ વડે જ થાય છે. આ બે હાથ વડે જ અનેક ભલાઈનાં કામ થાય છે તેમજ બુરાઈનાં કામ થાય છે. આ હાથમાં જ કેટલુંય ધન, સત્તા, કીર્તિ છે. આ હાથ વડે મનુષ્ય સદ્કર્મ કરે તો તેને ધન, સત્તા, કીર્તિ પ્રાપ્ત થાય છે. આ હાથ નઠારાં કામ કરીને ધન, સત્તા, કીર્તિ ગુમાવે પણ છે. આ હાથ આપણી દોલત છે, કિસ્મત છે એમ કહીએ તો ખોટું નહિ.


  1. ધન, સત્તા, કીર્તિનું કામ નથીએમ કવિ શા માટે કહે છે ?

Ans. કવિએ હાથને હૃદયભાવનાનું પ્રતીક બનાવીને વર્ણવ્યો છે. કવિને પરિચિત-અપરિચિત સૌનો મૈત્રીપૂર્ણ હાથ જોઈએ છે. આ હાથમાં કેટલુંય ધન, સત્તા, કીર્તિ હોય, પરંતુ કવિને તેની સાથે કોઈ લેવાદેવા નથી. કવિને તો બીજાના હૃદય સુધી પહોંચવું છે. દરેક સાથે મૈત્રી કેળવવી છે. કવિ સૌને નિઃસ્વાર્થભાવે મળવા માગે છે. તેથી ધન, સત્તા, કીર્તિનું કામ નથી એમ કવિ કહે છે.

  

                                                                       Extra Questions


નીચે આપેલ પ્રશ્નોના જવાબ સૂચના મુજબ આપો :


નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો :


  1. હાથ મેળવીએકાવ્યના કવિનું નામ જણાવો.

Ans.  ‘હાથ મેળવીએ’ કાવ્યના કવિ નિરંજન ભગત છે.


  1. હાથમેળવીએકાવ્યનો સાહિત્યપ્રકાર જણાવો.

Ans. ‘હાથ મેળવીએ’ એ ઊર્મિકાવ્ય છે.


  1. નિરંજન ભગતને કયા અવૉર્ડ પ્રાપ્ત થયેલા છે?

Ans. નિરંજન ભગતને ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’ તથા સાહિત્ય અકાદમીના અવૉર્ડ પ્રાપ્ત થયેલા છે.


  1. હાથ મેળવીએકાવ્ય કવિના કયા કાવ્યસંગ્રહમાંથી લેવામાં આવ્યું છે?

Ans. ‘હાથ મેળવીએ’ કાવ્ય કવિના ‘છંદોલય’ કાવ્યસંગ્રહમાંથી લેવામાં આવ્યું છે.


  1. હાથ મેળવીએકાવ્યનો શો ભાવાર્થ છે?

Ans. ‘હાથ મેળવીએ’ કાવ્યનો ભાવાર્થ : ‘પરસ્પર મૈત્રીભાવ


નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો આપો :


મેળવવું – જોડવું,

કીર્તિ – ખ્યાતિ,

હાથ – હસ્ત,

સત્તા – અધિકાર

થડકો – થડકાર

નઠારું – ખરાબ

ઉષ્માં – ગરમાવો,

ભાવ – પ્રેમ, લાગણી

ધન – સંપત્તિ

અજાણ્યા – જાણીતા નહિ


નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો :


કીર્તિ × અપકીર્તિ

મિત્ર × દુશ્મન

ખાલી x ભરેલો

જાણીતા × અજાણ્યા

પસંદ × નાપસંદ

સારું × નઠારું,

ટીકા × વખાણ

આવડત × બિનઆવડત

ઉષ્મા × ઠંડક

Open chat